માઁ તે માઁ; પુત્રને માતાએ આપ્યું નવજીવન

ચાર દિવસમાં માતા અને એક મહિનામાં દર્દી હળવાફૂલ
શાપરના પાટીદાર યુવાનની ફેઈલ થઈ ગયેલી કિડની માતાએ આપી : સવાણી હોસ્પિટલમાં કરાયું ટ્રાન્સપ્લાન્ટ
રાજકોટ તા,9
શાપર-વેરાવળના પટેલ યુવાનને તેની માતાએ બીજીવાર જન્મ આપ્યો છે. સામાન્ય કક્ષાના આ પરિવારને વિચાર આવ્યો નહીં હોય કે એકના એક પુત્રની ભરજવાનીએ કિડની ફેઇલ થઇ જશે. અને પરિવાર ઉપર અ આભ તૂટી પડશે. કુદરતે જાણે બધુ જ નકકી કર્યુ હતું પરંતુ માતાએ યમરાજાને પાછા ધકેલી દીધા છે. આ રસપ્રદ ધટનાની વાત કરીઓ તો શાપર-વેરાવળના કલ્પેશ ધીરુભાઇ પાનસૂરિયા (ઉ.વ.38) ને તાવ શરદીની સામાન્ય
બિમારી હતી તબીબી તપાસ કરાવતા તેની કિડની સંકોચાયેલી અને ફેઇલ જણાઇ હતી.
આ યુવાનને તાકીદે ડાયાલીસીસ ઉપર લેવામાં આવેલ અને તા. 8-10-19 ના રોજ તેની માતા દિવાળીબેનની કિડની પુત્ર કલ્પેશભાઇ ધીરુભાઇ માં પ્રત્યારોપણ કરાઇ અને આજે એક માસ બાદ તે સંપૂર્ણ સ્વસ્છ છે. અને હવે થોડા સમયમાં કામ ઉપર પણ ચડી જશે દિવાળીબેનને પણ ચાર દિવસમાં રજા અપાઇ હતી હોસ્પિટલમાંથી અને તેઓ તેમનો રોજીંદા કામમાં પરોવાઇ ગયા છે.
આ અંગે ડો. દિવ્યેશ વિરોજા, ર્ડો. પ્રફુલ્લ ગજજર ,ર્ડો. વિવેક જોશી ,ર્ડો.ઢોલરીયા અને ર્ડો. મોટેરીયા સુનિલ ના જણાવ્યા પ્રમાણે કલપેશ ની રીકવરી સારી છે આને જડપ ભેર સંપુર્ણ સાજો સારો થઇ જશે અને કામ કાજ કરવા લાગશે. તેમના માતા દિવાળીબેન સંપુર્ણ સ્વસ્થ છે અને તેમનુ રોજીદુ કામ પણ કરી રહ્યા છે. કિડની ફેલ થવાના લક્ષણો શરીરનો રંગ ફિક્કો પડી જવો ભૂખ ન લાગવી વારાંવાર ઉલ્ટી ઉબકા થવા વગેરે છે અને આવું જણાય ત્યારે વહેલાસર તપાસ કરાવવી જરૂરી છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે સૈરાષ્ટ્રના દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે હવે અમદાવાદ, નળીયાદ કે અન્ય શહેરના ધક્કા નહિ ખાવા પડે ઘર આંગણેજ બધી સુવીધાઓ થઇ ગઇ છે. જે સૈારાષ્ટ્રના-કચ્છના દર્દીઓ માટે અને લોકો માટે પણ આર્શિવાદ રૂપ બની રહેશે.

રિલેટેડ ન્યૂઝ