આંતરિક સંતુલન ખોરવતા ડેન્ગ્યુનો આયુર્વેદિક ઉપચાર

ચોમાસા આસપાસનું વાતાવરણ તેને વિશેષ અનુકૂળ આવે છે. વધુમાં ઇન્ફેકટેડ રક્ત, પ્લાઝમા અને સીરમના ઇન્જેક્શન દ્વારા પણ ડેન્ગ્યુ મનુષ્યને અસર કરી શકે છે
ધાણા (કોથમીર), આમળાં, પુનરનવા, ગળો, તુલસી, મેથી, દાડમ, ધતુરા, પપૈયાના પાન, સૂંઠ, જવારાનો રસ, ચ્યવનપ્રાશ, સુદર્શન ઘનવટી વગેરે આયુર્વેદિક ઔષધિઓ ડેન્ગ્યુુમાં ઉપયોગી

ડેન્ગ્યુ તાવ જાણકારી અને
આયુર્વેદિક દૃષ્ટિકોણ
આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે છે અને હજુ પણ માવઠા પડી રહ્યા છે ત્યારે રોગચાળા સાથે ડેન્ગ્યુએ લોકોને ભરડો લીધો છે. દરેક ઘરમાં તાવ શરદી સાથે ડેન્ગ્યુના કેસ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
ઋતુ અનુસાર આવતાં પરિવર્તન અબાલ-વૃદ્ધ સૌને અસર કરે છે. ભાદરવા મહિનામાં વિવિધ પ્રકારના તાવનો સામનો કરવો પડે છે. સુશીલકુમાર આવાં જ એક તાવ ડેન્ગ્યુનો હમણાં જ ભોગ બનીને આયુર્વેદિક ઉપચાર માટે આવેલાં. તેમનો તાવ તો દૂર થયો હતો પણ શરીર-મનનું આંતરિક સંતુલન ખોરવાઇ ગયું હતું. એમને આયુર્વેદ જરૂર સહાયક બનશે એવી શ્રદ્ધા હતી. આયુર્વેદ ઉપચારો કરવામાં આવ્યા અને એમની રોગપ્રતિકારક શક્તિ તથા આંતરિક સંતુલન વધે એ માટે અનુકૂળ ઔષધિઓ પણ આપવામાં આવી.
એડિસ ઇજિપ્તિ નામનાં મચ્છર દ્વારા એકથી બીજી વ્યક્તિમાં ડેન્ગ્યુ ફેલાય છે. કૂંડા, ટાયર, કૂલર, ફ્રીઝ, વગેરેમાં ભરેલાં ખુલ્લા પાણી આ મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન છે. ચોમાસાં આસપાસનું વાતાવરણ તેને વિશેષ અનુકૂળ આવે છે. વધુમાં ઇન્ફેકટેડ રક્ત, પ્લાઝમા અને સીરમના ઇન્જેક્શન દ્વારા પણ ડેન્ગ્યુ મનુષ્યને અસર કરી શકે છે.
ડેન્ગ્યુનાં લક્ષણો
ખૂબ વધારે તાવ આવવો (લગભગ 1040ઋ) ક્ષ હાડકાં, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થવો અને સોજા આવવા ક્ષ માથાનો દુખાવો ક્ષ આંખોમાં દુખાવો ક્ષ ભૂખ ન લાગવી ક્ષ ઉબકા ઊલટી થવાં ક્ષ તાવ આવ્યા પછીનાં 3-4 દિવસ પછી પગમાં રેશીસ થવાં.
જો લક્ષણોની તીવ્રતા વધુ હોય તો
આ લક્ષણો પણ જોવાં મળે છે
નાક અને મોંમાંથી રક્તસ્ત્રાવ થવો
પેટમાં સખત દુખાવો થવો
લીવર, ફેફસાં અને હૃદયને નુકસાન થવું.
ડેન્ગ્યુ વાઇરસ શરીરની નવાં પ્લેટલેટ્સ પેદા કરવાની ક્ષમતાનો નાશ કરે છે. સામાન્ય વ્યક્તિમાં પ્લેટલેટ્સ 1.5 થી 2.5 લાખ હોય છે જયારે ડેન્ગ્યુના રોગીમાં તે ઘટવા લાગે છે અને 1 લાખથી નીચે જાય તો તરત જ તબીબી
સારવાર જરૂરી છે.
ડેન્ગ્યુ આયુર્વેદિક દૃષ્ટિકોણ
આયુર્વેદ પ્રમાણે ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં મુખ્યત્વે વાયુ અને પિત્તની દૃષ્ટિ જોવા મળે છે. જઠરાગ્નિમાંદ્યનાં કારણે આમની ઉત્પત્તિ થવાથી આ ઇન્ફેક્શન વધુ ઝડપથી અસર કરે છે. જેમાં દૂષિત વાયુ અને પિત્તનાં લક્ષણો જોવાં મળે છે. વૃદ્ધિગત વાયુનાં કારણે સાંધા અને સ્નાયુઓમાં દુ:ખાવો થાય છે જ્યારે પિત્તનાં કારણે વિવિધ પ્રકારના રક્તસ્ત્રાવ જોવાં મળે છે. આયુર્વેદમાં ડેન્ગ્યુુને દંડક જવર પણ કહેવામાં આવે છે.
ડેન્ગ્યુુમાં હિતકર આહાર
ભાતની કાંજી, એકદમ ગળેલી ભાતની ખીચડી (રોગીની સ્થિતિ અનુસાર આદુ-લીંબુ નાખવું) ક્ષ તુલસી, આદુ, તજનો ઉકાળો તીખું, તળેલું ભોજન ન લેવું.
ડેન્ગ્યુમાં ઉપયોગી આયુર્વેદિક ઔષધો
ધાણા(કોથમીર), આમળાં, પુનરનવા, ગળો, તુલસી, મેથી, દાડમ, ધતુરા, પપૈયાના પાન, સૂંઠ, જવારાનો રસ, ચ્યવનપ્રાશ, સુદર્શન ઘનવટી, વગેરે આયુર્વેદિક ઔષધિઓ ડેન્ગ્યુુમાં ઉપયોગી છે.

રિલેટેડ ન્યૂઝ