અનેક પરિબળોના પરિણામે કેન્સરનો ઉદ્ભવ

કેન્સર વિશે અનેક રિસર્ચ થયા છે, અનેક દવાઓ કેન્સરમાં ઉપયોગી થતી હોય છે. હોમિયોપેથીક દવાઓ પણ કેન્સર માટે ઘણી ઉપયોગી પુરવાર થાય છે. સૌ પ્રથમ આપણે કેન્સર કઈ રીતે શરીરમાં ઉદ્ભવે છે, શા માટે કોઈ વ્યક્તિ કેન્સરની બીમારીનો ભોગ બને છે એ વિષે પ્રાથમિક માહિતી મેળવીએ.
કેન્સર થવાના ઘણા કારણો છે, જેમકે વ્યસન, ખોરાકની અનિયમિતતા, લાંબા સમયથી શરીરમાં કોઈ ન રુજાતું ચાંદુ કે શરીરમાં કોઈ ગાંઠ, કોઈ માનસિક અસ્વસ્થતા વિગેરે. હોમીયોપેથીક અભિગમ જોઈએ તો 90% થી 95% રોગ મનોશારીરિક હોય છે. કેન્સર પણ મનોશારીરિક રોગ છે. આપણા મન પર થતો કોઈ આઘાત, કોઈ લાગણી ઘવાય ત્યારે સૌ પહેલા તો ઊંઘ અનિયમિત થાય છે અને શરીરમાં વિવિધ ફેરફાર જોવા મળે છે, જે આપણા સહુનો અનુભવ છે. સ્ટ્રેસ એટલે કે કોઈ વધુ પડતી ચિંતા શરીરમાં મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે. શરીરના કોષમાં રહેલ ગ્લુકોઝના પ્રમાણમાં ફેરફાર જોવા મળતા કોષમાં ઓક્સીજનની માત્રા ઓછી થાય છે અને શરીરના કોષ લોહીમાંથી પૂરતા પ્રમાણમાં ઓક્સીજન નથી મેળવી શકતા. શરીરના કોષ નબળા પડતા વ્યક્તિ થાક અનુભવે છે. આવા સમયે શરીરના કોષમાં વિવિધ જીવાણું, વિષાણું, ફંગસ પ્રવેશે છે. શરીરના કોષમાં મળતું ઓછું ઓક્સીજન, આ બધા માઈક્રો ઓર્ગેનીઝમ દ્વારા શરીરમાં ઠલવાતું ટોક્સીન, શરીરનું એસીડીક બનવું. ધીમે ધીમે શરીરના કોષ અનિયંત્રિત વૃધ્ધિ તરફ ધકેલાય છે. લો પી.એચ.માં આ કોષ વધુ ઝડપી વૃધ્ધિ પામે છે. ત્યાર બાદ આ માઈક્રો ઓર્ગેનીઝમ અને કેન્સરના કોષ સાથે મળીને મિત્રો જેવું વર્તન કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આનાથી છેતરાય છે અને આ વૃધ્ધિ પામતા કોષને મિત્ર કોષ સમજે છે. અને ધીમે ધીમે આ અનિયંત્રિત વૃધ્ધિ પામતા કોષ એક ગાંઠ નું સ્વરૂપ લઇ લે છે. અને ધીમે ધીમે કેન્સરના કોષ વૃધ્ધિ પામતા પામતા ગાંઠના સ્વરૂપમાં વિકસે છે.
બહુધા આ તબક્કો આવતા પહેલા તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાનું કાર્ય કરીને શરીરને પુન: સ્વસ્થ બનાવી દે છે. છતાં, ખુબ લાંબો સમય સુધી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટ્યા કરે તો રોગ ઉદ્ભવે છે. આપણું શરીર દરરોજ અનેક કેન્સર કરી શકે એવા તત્વોના સંપર્કમાં હવા, પાણી અને ખોરાક દ્વારા આવે છે, અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ તત્વોનો નાશ કરે છે. જેથી કરીને કોષ ગાંઠમાં પરિવર્તિત ન થાય.
કોષમાંથી ગાંઠ બનવાની પ્રક્રિયા થતા ઘણો લાંબો સમય થાય છે. પણ આ વાત માટે ઘણા પરિબળો કામ કરે છે. અહી કરેલ વર્ણન પરથી એટલું સ્પષ્ટ છે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે શરીરમાં કોઈ પણ રોગ ઉદ્ભવી શકે, જે શરદીથી લઈને કેન્સર કંઈ પણ હોઈ શકે.
હોમિયોપેથીક ઉપચાર પદ્ધતિ વિષે વાત કરીએ, તો હોમિયોપેથીક ઉપચાર પદ્ધતિમાં મુખ્યત્વે દર્દીની તાસીર અનુરૂપ દવાઓ આપવામાં આવે છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અને શરીર પોતે જ જે તે રોગ દુર કરવા સક્ષમ બને છે. હોમિયોપેથીક દવાઓ આપતા પહેલા દર્દીની મનોશારીરિક
તાસીર જાણવી જરૂરી છે. આ માટે હોમિયોપેથીક નિષ્ણાંત ડોક્ટર દર્દીને તેના જીવન વિષે, રોગ થયો તે પહેલાની પરિસ્થિતિઓ વિષે, પરિસ્થિતિઓ પરત્વે દર્દીના અભિગમ વિષે એમ ઘણા પ્રશ્નો પૂછે છે અને આમ દર્દીની તાસીર જાણી હોમિયોપેથીક દવાઓ આપે છે.
કેન્સર માટે હોમિયોપેથીમાં ઘણા સંશોધનો થયા છે, હજી પણ થાય છે, અને કેન્સર માટે હોમિયોપેથી શ્રેષ્ઠ ઓલ્ટરનેટીવ થેરાપી તરીકે ઉપયોગી છે. પ્રાથમિક તબક્કા માટે હોમિયોપેથીક દવાઓ કેન્સર માટે પ્રિવેન્ટીવ અને ક્યોરેટીવ બંને રીતે ઉપયોગી છે. દર્દીની તાસીર અનુસાર દવાઓ દેવી જરૂરી છે, છતાં ઉદાહરણ સ્વરૂપે, આર્સેનિક, નાઈટ્રીક એસીડ, કાર્સીનોસીન વિગેરે દવાઓ ઉપયોગી છે. અત્યારની ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓમાં કેન્સર માટે સર્જરી, રેડીએશન, કિમોથેરાપી ગણાવી શકાય. આ સારવાર પછી કેન્સરના દર્દીઓમાં ઘણી આડ અસરો જોવા મળે છે. હોમિયોપેથીક દવાઓ આ આડઅસર દુર કરવામાં ઘણી ઉપયોગી છે. ઉદાહરણ સ્વરૂપે કેડમિયમ સલ્ફ, રેડીયમ બ્રોમ ગણાવી શકાય.
હોમિયોપેથીક દવાઓની મદદથી કેન્સરના દર્દીની જીંદગી વધુ સરળ બને છે. અમુક તબક્કોથી વધુ આગળ વધેલ કેન્સર માટે હજી સુધી કોઈ સારવાર પદ્ધતિ કારગર નથી. વધુ આગળ વધેલ કેન્સર માટે હોમિયોપેથીક દવાઓ પેલીએટીવ ટ્રીટમેન્ટ તરીકે કામ કરે છે. હોમિયોપેથીક દવાઓ દર્દીને તાસીર અનુસાર દેવાતી હોય છે. આથી જે તે દર્દી એ નિષ્ણાંત હોમીયોપેથીક તબીબની સુચના અનુસાર દવાઓ લેવી.

રિલેટેડ ન્યૂઝ