જાગૃત રહો સાવચેત રહો… કેન્સર પણ થઇ શકે છે ‘સર’

નવી સારવાર પદ્ધતિમાં રોબોટિક સર્જરી, ટાર્ગેટેડ કિમોથેરેપી અને ઇમ્યુનોથેરેપી કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ
બાયોપ્સી લેવાથી કેન્સર ફેલાય છે, કિમોથેરેપીના કારણે વાળ જતા રહે વગેરે ખોટી માન્યતાથી દૂર રહો

ભારતમાં દર વર્ષે 12 થી 15 લાખ કેન્સરના નવા કેસ ઉભા થાય છે જેમાં ગુજરાતમાં 55000થી 60,000 લોકોને કેન્સર થાય છે. ગુજરાતમાં તમાકુના કારણે મોં ના કેન્સર થવાની શક્યતા વધુ છે,તો યુપી-બિહારમાં ગંગાના પાણીમાં રહેલા લોહતત્વના કારણે પિત્તાશયના કેન્સર થવાની શક્યતા વધુ છે અને કેરાલામાં જમીનમાં રેડિયેશનના કારણે પેન્ક્રીયાઝના કેન્સર થવાની શક્યતા વધારે છે. લોકોની એવી માન્યતા છે કે સ્મોકિંગના કારણે કેન્સર વધારે થાય છે પરંતુ કેન્સર થવાના અનેક કારણો છે જેમકે,
વાતાવરણમાં પ્રદૂષણ
સ્મોકિંગ
વાઇરસ
રેડિયેશનના કારણે
કેન્સર જિનેટિકના કારણે
ઓલ્ડ એજના કારણે
ફૂડ હેબિટના કારણે પેટના કેન્સર, પોલ્યુશન તેમજ સ્મોકિંગના કારણે ફેફસાંના કેન્સર, ફીમેલમાં સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સર થાય છે એચપીવી વાઈરસના કારણે ઓરલ કેન્સર જે તમાકુના કારણે અને ઓરલ સેક્સના કારણે થાય છે હિપેટાઇટીસ-બીના ઇન્ફેક્શનના કારણે લિવરના કેન્સર થાય છે જ્યારે કેન્સર થવાના એકથી વધુ કારણો મળે છે ત્યારે નાની ઉંમરમાં કેન્સર થવાના ચાન્સ વધે છે. હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એ ઘણી પ્રગતિ કરી છે જેથી કેન્સરનો ઇલાજ થઇ શકે છે પરંતુ આ બધાનો આધાર કેન્સર કયા અંગમાં છે, કયા સ્ટેજમાં ડિટેક્ટ થયું છે વગેરે પર છે. હાલ પ્રદૂષણના કારણે અને અન્ય પરિબળોના કારણે કેટલાક પ્રકારના કેન્સર વધ્યા છે તો અમુક પ્રકારના કેન્સરમાં ઘટાડો થયો છે જેમકે હાઇજીન સારું હોવાના કારણે મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ ઘટયું છે તો ફેફસાના કેન્સરમાં ફેરફાર થયો નથી તો બ્રેસ્ટ કેન્સર તેમજ મોટા આંતરડાના અને મોંના કેન્સરનું પ્રમાણ વધ્યું છે.

બાયોપ્સી લેવાથી કેન્સર ફેલાય છે તે માન્યતા ખોટી છે.
કિમોથેરેપી લેવાથી વાળ જતા રહે છે તે પણ ખોટું છે દરેક વખતે એવું બનતું નથી અને આ રિવર્સીબલ પ્રક્રિયા હોવાથી વાળ પાછા આવી
શકે છે.
બ્રેસ્ટ કેન્સર અને આંતરડાના કેન્સરમાં વારસાગત થવાની શકયતા વધુ છે. દરેક કેન્સર વારસાગત થાય તેવું નથી.
કેન્સરમાં પેશન્ટને બહુજ તકલીફ થાય છે એમ માનીને ટ્રીટમેન્ટથી દૂર ન રહો તરત જ અને બને તેટલી જલ્દી કરો

વિજ્ઞાન અને નવી શોધોથી કેન્સરનો ઈલાજ શક્ય છે કેન્સર થાય કે તુરત ડોક્ટરને બતાવીને સારવાર લેવાનું શરૂ કરી દેવું જોઈએ. શરૂઆતના સ્ટેજમાં કેન્સર થાય અને યોગ્ય ટ્રીટમેન્ટ થાય તો કેન્સર ચોક્કસ દૂર થઈ શકે છે એમાં પણ અત્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે કેન્સરની સારવારમાં પ્રગતિ થઈ છે.
રેડીએશન દ્વારા ઈલાજ થાય છે એ લોકો જાણે જ છે
નવી પદ્ધતિમાં રોબોટિક સર્જરી, જે રોબોટ વડે કરવામાં આવે છે અને ચોકસાઈપૂર્વક થાય છે.
ટાર્ગેટેડ કિમોથેરેપીમાં જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તે કેન્સરને ટાર્ગેટ કરે છે.
ઇમ્યુનો થેરેપીમાં ઇન્જેક્શન આપી ઇમ્યુનિટી વધારીને કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.
ઉપરાંત હિપેટાઇટિસ બી વાઇરસથી થતા કેન્સર અટકાવવા હિપેટાઇટીસ બીનુ વેક્સિન આપવામાં આવે છે અત્યારે બાળકોને પણ આ વેક્સિન આપવામાં આવે છે. એચ.પી.વી વાઇરસ માટે પણ વેક્સિન છે જે સ્ત્રીઓમાં 16 કે 18 વર્ષ પહેલા આપવાની હોય છે પરંતુ તેના પરિણામો વિશે મતભેદ છે. હજુ કેન્સરમાં અનેક શોધો થઈ રહી છે.એ દિવસો દૂર નથી કે લોકો કેન્સરને પણ સામાન્ય રોગ ગણી અને તેનાથી ડરશે નહીં.

રિલેટેડ ન્યૂઝ