કસરત પહેલા અને પછી કયો ખોરાક ખાવો જોઈએ ….જાણો

વધુ પડતા વજનના કારણે લોકો ચિંતામાં મુકાઈ જતા હોઈ છે ત્યારે લોકો કસરત કરવાનું પસંદ કરતા હોઈ છે. અને ડાયટિંગ કરતા હોઈ છે. વ્યાયામ ચયાપચયને નિયંત્રણમાં રાખે છે, જેનાથી વજન વધતું અટકાવી શકાય છે. વજન નિયંત્રણમાં રહેવાથી ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે, ઊંઘ સારી આવે છે અને શારીરિક અને માનસિક આરોગ્ય જળવાઈ રહે છે. જો સામાન્ય કસરત કરી રહ્યા હો તો પછી આહાર વિશે ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય અને સ્વસ્થ આહાર લેવો જોઈએ પરંતુ જો સખત વર્કઆઉટ કરી રહ્યા હો તો કસરત પહેલાં અને પછી બંને સમયે ખોરાક પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. કસરત પહેલાં ખાવાથી જરૂરી ઊર્જા મળે છે. પછી ખાવાથી સ્નાયુઓનો થાક અને આંતરિક ખામી દૂર કરવામાં મદદ મળે છે.

કસરત પહેલા આ ખોરાક લેવો જોઈએ :
કસરત પહેલાં એવો હળવો ખોરાક લેવો જોઈએ જેનાથી પેટ ભરેલું લાગે. જો કે, તે વધુ ફેચી ખોરાક ન હોવો જોઇએ. શરીરમાં જતાં જ 30 મિનિટની અંદર સ્નાયુઓમાં પહોંચી જાય છે. કેળું પોટેશિયમથી ભરપૂર એવું સિમ્પલ કાર્બોહાઇડ્રેટ છે.આ ઉપરાંત, જો કેટલાક અખરોટ પણ ખાશો તો તેનાથી શરીર માટે જરૂરી વિટામિન અને મિનરલ્સ મેળવી શકશો.દહીંથી શરીરને પ્રોટીન મળશે, જે સ્નાયુઓને આંતરિક ઇજાઓથી બચાવશે.

કસરત બાદ આ ખોરાક લેવો જોઈએ :હાર્ડ વર્કઆઉટ પછી સ્નાયુઓ અંદરથી ફાટી જાય છે. આ ઉપરાંત, ઊર્જા પણ પૂરી થઈ જાય છે..શુદ્ધ શાકાહારી ન હો તો કસરત પછી ઇંડા શ્રેષ્ઠ ખોરાક છે. તેમાં વિટામિન B6, વિટામિન B12 ઉપરાંત અનેક પ્રકારનાં મિનરલ્સ પણ સામેલ હોય છે.

રિલેટેડ ન્યૂઝ