કેટલીક નાની પણ મહત્ત્વની બાબતનો ખ્યાલ રાખવો જરૂરી છે

1 ટાઇમ મેનેજમેન્ટ કરો : બધા જ કામ સરળતાથી પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે. દરેક કામ માટે યોગ્ય રીતે સમયની ફાળવણી કરવામાં આવે તો કામનો થાક નહીં લાગે.
2 પ્રોફેશ્નલ અને પર્સનલ લાઇફ બેલેન્સ કરો :
જે વ્યવસાયી મહિલાઓએ કામકાજ -પારિવારિક લાઇફ અલગ રાખવી જોઇએ. ઓફિસનું ટેન્શન ઘરે ન લાવો. પારિવારિક વાતાવરણ ન બગડે તેનો ખ્યાલ રાખો.
3 ખુલ્લા મને વાત કરો : અમુક સમયે સંયુક્ત પરિવારમાં રહેવાના કારણે સાસુ, નણંદ તેમજ અન્ય સભ્યો સાથે અણબનાવ બને છે. કોઇ વાતે મનદુ:ખ થાય તો જે તે વ્યક્તિ સાથે ખુલીને વાત કરી લો જે ગેરસમજ હોય કે પ્રશ્ર્નો હોય તેનો તુરંત જ ઉકેલ લાવો.
4 સાસરિયા અને પિયરિયાને સરખું મહત્ત્વ આપો : ઘણી વખત સાસરા પક્ષના સભ્યો કરતા પિયર પક્ષના સંબંધને વધુ મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે પણ પ્રશ્ર્નો ઉભા થાય છે તેથી આવી પરીસ્થિતિનું નિર્માણ ન થવા દો.
5 કામની યોગ્ય વહેંચણી કરો : ઘણી વખત કામનો બોજો ખુબ જ વધી જાય છે. બાળકોની શાળાનું કામ હોય, સગાવ્હાલાનું વ્યવહારિક કામ હોય, વડીલોની બિમારી હોય વગેરે કામો એકસાથે ભેગા થઇ જાય ત્યારે ટેન્શન વધે છે. આવા સમયે કામને પ્રાયોરિટી આપી તેની વહેંચણી કરી લો અને જે કામ મહત્ત્વના ન હોય તેને પેન્ડીંગ રાખો.
6 મનગમતા કામ માટે સમય ફાળવો : રોજીંદા કામના બોજ વચ્ચે તમને ગમતા કામ માટે એક કલાકનો સમય કાઢો. આ સમય ફક્ત તમારો જ છે અને આ સમયમાં તમને ગમતી પ્રવૃત્તિ કરો. આ સમય એવો છે જે તમારે ફરજિયાતપણે કાઢવાનો રહેશે.
7 એકસરસાઇઝ અને મેડિટેશન માટે સમય આપો : દરરોજ તમે જે સમયે ઊઠો છો તેના કરતા ફક્ત 30 મિનિટ વહેલા ઊઠી ફિઝીકલ ફિટનેસ જાળવવા યોગ, પ્રાણાયામ, જુમ્બા, એરોબિકસ વગેરે કરો અને ત્યારબાદ 10 મિનિટ ધ્યાન કરો. આ પ્રવૃત્તિ તમારા સમગ્ર દિવસને ચાર્જ કરી દેશે.

રિલેટેડ ન્યૂઝ