‘મેન્ટલ હેલ્થ રાખો બરકરાર’

આગામી 10 ઓકટોબરના રોજ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ-ડે’ તરીકે ઉજવવામાં આવે છે. વર્તમાન સમયમાં શારીરિક તકલીફનો ઇલાજ છે પરંતુ માનસિક સ્વાસ્થ્યનો ઇલાજ ઓછો હોય છે કારણ કે શારીરિક તકલીફ બહાર જોઇ શકાય છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય બહાર તો દેખાતું નથી પરંતુ માણસને પોતાને પણ તેનો ખ્યાલ આવતો નથી. આજની તનાવભરી જીંદગીમાં દરેક લોકો અમુક અંશે માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે ત્યારે મહિલાઓએ પણ પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આજે વિશ્ર્વમાં મોટાભાગના લોકો માનસિક રીતે અસ્વસ્થ છે અને એમાંના ઘણા માનસિક બિમારીથી પીડાય છે. જેમાં કામનું ટેન્શન, સામાજિક જવાબદારી, આર્થિક સમસ્યા સહિત અનેક પરિબળો ભાગ ભજવે છે પરંતુ જો ખાસ મહિલાઓની વાત કરીએ તો ઘર, પરિવાર, વ્યવસાય, બાળકો, વ્યવહારિક જવાબદારી વગેરેના કારણે સ્ટ્રેસ અનુભવે છે અને ધીમે ધીમે કયારે માનસિક રોગ પ્રવેશી જાય છે તેનો ખુદને ખ્યાલ આવતો નથી. જો સ્ત્રી પોતે સ્વસ્થ હશે તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકશે. આ ઉપરાંત જવાબદારી સાથે જીવન જીવવાનો આનંદ પણ મેળવી શકશે.

રિલેટેડ ન્યૂઝ