પ્રેરકકથા – શ્રદ્ધા

એક વૃદ્ધ મહિલા શાકભાજી ખરીદવા માટે બજારમાં જાય છે પરંતુ તેની પાસે શાકભાજી ખરીદવાના પૈસા નથી. એણે દુકાનદાર પાસે માગણી કરી કે અત્યારે તે પૈસા વગર શાકભાજી આપે પછીથી તે
પૈસા ચૂકવી દેશે પરંતુ દુકાનદારે તેની વાત ન માની.તેણે ફરી ફરીને આ
વાત કરી.
વારંવારની તેની માંગણીથી દુકાનદાર કંટાળી ગયો અને તેણે તેને પૂછ્યું કે ‘તારી પાસે કોઈ એવી વસ્તુ છે જે કિંમતી હોય તો એ વસ્તુ મને આપ અને ત્રાજવામાં મૂક અને એ વસ્તુ બરાબર હું તને શાકભાજી આપી દઉ.’ એ વૃદ્ધ મહિલા વિચારમાં પડી ગઈ કારણ કે તેની પાસે તો કાંઇ જ નહોતું. થોડીવાર વિચાર્યા બાદ તેણે એક કાગળનો ટુકડો લીધો અને તેમાં કંઈક લખ્યું અને એ કાગળ એણે દુકાનદારને આપી દીધો અને કહ્યું કે આના બરાબર તું મને શાકભાજી આપી શકે છે.
દુકાનદાર તો આ જોઈને હસવા લાગ્યો આમ છતાં તેણે વૃદ્ધ મહિલાથી પીછો છોડાવવા માટે તેણે એ કાગળ ત્રાજવામાં મુક્યો અને બીજા ત્રાજવામાં થોડાં શાકભાજી મૂક્યાં. પરંતુ તેના આશ્ર્ચર્ય વચ્ચે કાગળવાળુ ત્રાજવું નીચે જ રહયું, અને શાકભાજી વાળુ ઉપર આવી ગયું. આ રીતે તે શાકભાજી રાખતો ગયો પરંતુ કાગળવાળું ત્રાજવું ઉપર આવ્યું જ નહીં અને આમ તેણે કંટાળીને એ કાગળ ઉપાડ્યો અને જોયું કે આ સ્ત્રીએ કાગળમા શું લખ્યું છે? તેમાં લખ્યું હતું કે, ‘હે શ્રી કૃષ્ણ, તું સર્વ જાણે છે અને બધું જ તારા હાથમાં છે’. દુકાનદાર તો આ જોઈને પરેશાન થઈ જાય છે’ તેણે જેટલું શાકભાજી ત્રાજવામાં મૂક્યું હતું તે બધું તેણે વૃદ્ધ મહિલાને આપી દીધુ. તેને તેની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે ફક્ત બે વાક્ય લખેલ કાગળ આટલું વજન ધરાવી શકે.

રિલેટેડ ન્યૂઝ