પરમાત્માની કરુણા

એક શ્રીમંત વૈષ્ણવનો રોજનો નિયમ કે દરિયા કિનારે ફરવા જાય અને ચાલતા અષ્ટાક્ષરનું રટણ કરતા જાય. ખૂબ જ ભાવપૂર્વક રટણ કરે. અષ્ટાક્ષરનું રટણ કરવાનો તેમનો રોજનો નિયમ હતો. એ ચાલે ત્યારે રેતીમાં એમના પગલાં સાથે બીજા પણ બે પગલાંની છાપ ઉભી થાય, અને એમને અનુભૂતિ થાય કે પ્રભુ મારી સાથે જ ચાલે છે. થોડા દિવસ થયા, સમય બદલાયો ને દુ:ખના દિવસો આવ્યા, પણ એમણે નિયમ ન બદલ્યો, નિત્યક્રમ ચાલુ રાખ્યો. રોજ નિયમ પ્રમાણે દરિયા કિનારે જાય અને અષ્ટાક્ષર બોલતા જાય. પ્રભુ પ્રત્યે ખૂબ જ ભાવ રાખીને રટણ કરે. અચાનક એમનું ધ્યાન પગલાં પર પડ્યું. આ શું? એમના ધ્યાનમાં આવ્યું કે આજે બીજા બે પગલાંની છાપ નથી દેખાતી. હૃદય ખૂબ જ વ્યથિત થયું પરંતુ મનોમન જ બોલ્યા, “પ્રભુ સૌ છોડીને ગયા, તમે પણ સાથ છોડી દીધો ? ત્યારે પ્રભુનો સ્વર સંભળાયો, ‘વ્હાલા વૈષ્ણવ,જે પગલાંની છાપ તને દેખાય છે તે મારી છે.’ વૈષ્ણવે વિચાર્યું “તો મારા પગલાંની છાપ ક્યાં? ત્યારે પ્રભુએ કહ્યું: “આજે તને મેં મારા ખભે બેસાડી દીધો છે, જેથી તને કષ્ટ ન પડે. એટલે તારા પગલાંની છાપ નથી દેખાતી.

રિલેટેડ ન્યૂઝ