દીકરીને ડેડીનું ‘બ્રેસ્ટ ફીડિંગ’!

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક પોતાની દીકરીને છાતીસરસી ચાંપીને બ્રેસ્ટફીડિંગ કરાવ્યું. એક ટ્વિટર અકાઉન્ટ પરથી 17 નવેમ્બરે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 47 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ આ વિડીયો જોયા પછી પિતાના વખાણ કર્યા છે. ટ્વિટર યૂઝરદ્વારા 8 સેકંડનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતાં લખ્યું, બાળકની મમ્મી ઘરે નહોતી અને તે બોટલથી દૂધ પીવા નહોતી માગતી. એટલે તેને છેતરવી પડી. આ એટલું રમૂજી છે કે મારી આંખમાં આંસુ આવી ગયા.પિતાએ પોતાની દીકરીને છાતીસરસી ચાંપી છે અને શર્ટની અંદરથી બોટલ દ્વારા દૂધ પીવડાવી રહ્યા છે. કારણકે દીકરી બોટલથી દૂધ પીવાની ના પાડતી હતી. જો કે, આ વિડીયો ક્યાંનો છે તે વિશે વધુ જાણકારી સામે આવી નથી. આ વિડીયો વાયરલ થતાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, મને આ રીત ગમી છે. બાળકી માટે પિતાનો પ્રેમ છે. શુદ્ધ પ્રેમ. શેર કરવા માટે આભાર. તો બીજા એક યૂઝરે લખ્યું, મહિલાઓને આ જ પ્રકારની સહાયની જરૂર છે. બધા લોકો નોંધી લો.

રિલેટેડ ન્યૂઝ