લકડી કી કાઠી, કાઠી પે પોલીસ!

ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશ પોલીસ પોતાની તરકીબોને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. ક્યારેક એનકાઉન્ટર સમયે પિસ્તોલ ન ચાલવાને લીધે મ્હોં વડે ધાંય-ધાંયના અવાજ કાઢી ગુંડાઓને ડરાવવામાં આવે છે તો ક્યારેક લાકડીનો ઘોડો બનાવી તેના પર પોલીસકર્મીઓને બેસાડવામાં આવે છે અને તોફાન નિયંત્રણની મોક ડ્રિલના નામે દોડાવવામાં આવે છે. અસલમાં, ફિરોઝાબાદમાં 9 નવેમ્બરે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના બરાબર એક દિવસ પહેલા એટલે કે, 8 નવેમ્બરે મોક ડ્રિલ કરાવવામાં આવી. આ દરમિયાન પોલીસકર્મીઓ પાસે ઘોડા નહોતા હતા તો લાકડીને ઘોડો સમજીને તેમને આ ડ્રિલ કરવા માટે કહેવામાં આવ્યું. આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિરોઝાબાદના એએસપી ડો. ઈરજ રાજા કહે છે કે, ‘સામાન્યપણે મોટા જિલ્લાઓમાં જ માઉન્ટેડ ફોર્સ (ઘોડાવાળી પોલીસ ફોર્સ) છે. તોફાનની સ્થિતિ સર્જાવવા પર ફિરોઝાબાદથી પણ સિપાહી મોકલવા પડી શકે છે. આવામાં આ ડ્રિલ કરાવવામાં આવી જેથી પોલીસકર્મી આ વાતથી અજાણ ન રહે.’ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, મોક ડ્રિલમાં એકતરફ કેટલાક લોકો ઝંડા લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. બીજી તરફ, ઘોડેસવાર પોલીસ દ્વારા લાકડીઓના ઘોડા દોડાવવામાં આવી રહ્યાં છે. આનું એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિડીયો પર લોકો જુદાં-જુદાં પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એએસપી ડો. ઈરજ રાજાએ કહ્યું કે, ‘ટ્રેનિંગ સેન્ટર્સમાં જે અભ્યાસ કરાવવામાં આવે છે, તેમાં જે યુક્તિઓ હોય છે, તે બની શકે કે, કોઈને હાસ્યાસ્પદ લાગે પણ આ એક પ્રક્રિયા છે. આના દ્વારા દરેક બાબતની બારીકાઈથી જાણકારી આપવાના પ્રયત્ન કરવામાં આવે છે. બાકી ફિરોઝાબાદ પોલીસકર્મીઓ જે કરતા દેખાઈ રહ્યાં છે તે પણ ડ્રિલનો એક હિસ્સો છે.

હા, આ લાકડીવાળો ઉપાય વિચિત્ર લાગી શકે છે. અમે જલ્દી જ તેનો ઉપાય શોધીશું કારક કે, વિકલ્પ માઉન્ટેડ ફોર્સ ન હોવાની સ્થિતિમાં પણ પ્રેક્ટિસ કરાવવી ખૂબ જ જરૂરી છે.’

રિલેટેડ ન્યૂઝ