થાનેદાર હૂઆ સપેરા!

બિજનોર: ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક પોલીસ સ્ટેશનમાં ત્યારે ભાગદોડ મચી ગઈ જ્યારે પોલીસ સ્ટેશનમાં બે સાપ ઘુસી ગયા. સાપનું નામ સાંભળતા જ પોલીસ કર્મચારીઓની હવા નિકળી ગઈ હતી. આથી પોલીસ કર્મચારીઓ નજીકના ગામમાંથી મદારીઓને પકડી લાવ્યા હતા. મદારીએ સાપને પકડવા માટે બીન વગાડવાનું શરૂ કર્યું. સાપે બીન વગાડી રહેલા એક મદારીને ડંખ મારી દીધો હતો. મદારીએ તાત્કાલિક સાપે જ્યાં ડંખ માર્યો હતો ત્યાં ચીરો પાડ્યો અને તેના દૂર પાટો બાંધી લીધો. સાથે જ તેણે ઝેર ન ચડે તેના માટેની દવા પણ તાત્કાલિક ખાઈને પોતાનો જીવ બચાવી લીધો. જોકે, હજુ સુધી સાપ પકડાયો ન હતો. એટલે એક પોલીસ કર્મચારીઓ મદારીની બીન લઈ લીધી અને પોતે જ બીન વગાડવા લાગ્યો. ઘણી મહેનત પછી એક સાપ મદારીના હાથમાં આવ્યો, જ્યારે બીજો સાપ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. બીજો સાપ સ્ટેશનના ગોડાઉનમાં પડેલા ભંગારમાં ક્યાંક છુપાઈ ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ