પ્રદુષણમાંથી’ય કંપનીને કમાવી આપતું એર પ્યૂરિફાયર હેલ્મેટ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને અન્ય શહેરોના લોકો અત્યારે પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને આંખમાં બળતરા જેવી સમસ્યા પણ પેદા થઈ રહી છે. કારમાં ટ્રાવેલ કરનારાઓની સરખામણીએ બાઇક અને સ્કૂટર પર જતા લોકો પ્રદૂષણનો વધુ ભોગ બને છે અને તેમની પાસે પ્રદૂષણથી બચવા માટે એકમાત્ર હેલ્મેટ જ હોય છે. જો કે, હેલ્મેટ પણ પૂરતું અસરકારક નથી. આવી સ્થિતિમાં, લોકોને પ્રદૂષણથી બચાવવા માટે એક કંપનીએ નવું હેલ્મેટ લોન્ચ કર્યું છે, જે પ્રદૂષણ સામે સુરક્ષા આપી શકે છે. તેમાં એક્ટિવેટેડ કાર્બન એર ફિલ્ટર આપવામાં આવ્યું છે. એવો દાવો છે કે આ નવું હેલ્મેટ દૂષિત હવાને 93% સુધી ફિલ્ટર કરી શકે છે. આ હેલ્મેટ ખાસ કરીને એવા લોકોના સ્વાસ્થ્ય પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે બહુ ટ્રાવેલ કરે છે. આ હેલ્મેટ રાઇડરને ફિઝિકલ સેફ્ટી તો આપે જ છે સાથે હવામાં રહેલા ટોક્સિન પોલ્યુટન્ટ્સથી પણ બચાવે છે. તમે તેનાં એર ફિલ્ટરને કાઢીને ધોઇને સાફ પણ કરી શકો છો. અલબત તેની કિંમત સામાન્ય હેલ્મેટ કરતા ખાસ્સી વધુ છે!

રિલેટેડ ન્યૂઝ