"સૂર્ય ગુજરાત સ્કીમ દ્વારા ઉર્જા બચતનો સરકારનો પ્રયાસ

1 થી 3 કિલોવોટમાં 40 ટકા સબસીડી અને
4 થી 10 કિલોવોટમાં 20 ટકા સબસીડી મળે છે

ઘરમાં ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત ન હોય તો એ યુનિટ-એ પાવર એક્સપોર્ટ દ્વારા સરકારને પાછું આપી શકાય છે. જેમાં પર યુનિટ 2.25 પૈસા ગવર્મેન્ટ તરફથી ગ્રાહકને મળે છે

ઇલેક્ટ્રિસિટી એ માનવ જીવન માટે અનિવાર્ય સાધન બની ગયું છે. તેના વગરના કોઈપણ કાર્યની કલ્પના થઈ શકતી નથી.
વીજળીનું ઉત્પાદન કુદરતના પરંપરાગત સ્ત્રોતો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને ગેસમાંથી થાય છે. આ ઉર્જાના સ્ત્રોતો આજે ખૂટી પડે તેમ છે. વધતા જતા વીજળીના વપરાશના કારણે આ સ્ત્રોતોનો વપરાશ વધ્યો છે.
તેના કારણે હવા પ્રદુષિત થાય છે. પર્યાવરણને નુકશાન થાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસરો પણ ખૂબ જ વધી ગઈ છે.
તેને બચાવવા માટે એક કુદરતી ઉપાય છે સોલાર એનર્જી.
આ ઉર્જા અખૂટ છે અને પુન:પ્રાપ્ય ઉર્જાસ્રોત છે.
સરકારે આ દિશામાં આગળ વધતા સોલાર પ્લાન્ટ બનાવ્યા છે, જેમાંથી વીજળી મેળવી શકાય છે.
ઘેર ઘેર સોલાર પેનલ લગાવીને તેમાંથી વીજળી ઉત્પાદન કરવા માટે સરકાર મદદ કરે છે. આ સોલાર પેનલ લગાવવાના કુલ ખર્ચમાં સરકાર સબસીડી આપે છે. આ યોજના હેઠળ રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, સરકારી અને સામાજિક ઇમારતો માટે સોલાર પ્લાન્ટ કરવા જુદી જુદી સ્કીમ સરકાર આપે છે.
આ સોલાર ઉર્જા ઉત્પાદન કરવા ઉપરાંત ગ્રીડ સાથેનું જોડાણ આપેલું છે. સોલાર રૂફટોપ લગાવવા માટે ગ્રીડપાવરનું જોડાણ જરૂરી છે.
ગુજરાત ગવર્મેન્ટની સૂર્ય ગુજરાતની સ્કીમ છે જેમાં 1 થી 3 કિલો વોટમાં 40 ટકા સબસીડી અને 4 થી 10 કિલો વોટમાં 20 ટકા સબસીડી મળે છે. 3 કિલો વોટ માટે લગભગ 83000 જેટલો ખર્ચ થાય છે. આજ સુધી 56951 94 ગ્રાહકોએ આ માટે એપ્લાય કરેલું છે અને 215 મેગાવોટનો ગુજરાત ગવર્મેન્ટનું લક્ષ્ય બે લાખ ઘરોમાં 600 મેગાવોટ પહોંચાડવાનું છે. આ સ્કીમ માટે લગભગ 450થી વધુ કંપની રજીસ્ટર થયેલ છે જેના દ્વારા આ સ્કીમ ઇમ્પ્લીમેન્ટ થાય છે. ગ્રાહક ત્રણ કિલો વોટની સિસ્ટમ લગાવે તો માસિક રૂપિયા 2000 જેવો ફાયદો થાય છે તથા ઘરમાં ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત ન હોય તો એ યુનિટ-એ પાવર એક્સપોર્ટ દ્વારા સરકારને પાછું આપી શકાય છે. જેમાં પર યુનિટ 2.25 પૈસા ગવર્મેન્ટ તરફથી ગ્રાહકને મળે છે.
ઉર્જા સંરક્ષણ સપ્તાહ અંતર્ગત લોકોને એટલું જ જણાવવાનું કે, સૂર્યદેવ જ્યારે આપણા પર કૃપા વરસાવે છે ત્યારે સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરીને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપીએ અને પર્યાવરણ સુરક્ષામાં આપણું યોગદાન આપીએ.

રાજેશભાઈ જોશી
F.E.D.S.M.I ફેડરેશન
ફાઉન્ડર ડાયરેક્ટર

રિલેટેડ ન્યૂઝ