‘નેત્રદીપક’ અકસ્માત..!

પોલેન્ડ તા,15
20 વર્ષ પહેલાં પોલેન્ડના જાનુસ્જ ગોરાજ નામના વ્યક્તિના એક આંખનું વિઝન જતું રહ્યું હતું પરંતુ એક કાર એક્સિડેન્ટમાં તેમનું વિઝન પરત આવ્યું છે. આ એક્સિડેન્ટ તો 2018માં થયું હતું પરંતુ હાલ તે મીડિયામાં ચર્ચામાં આવ્યું છે. વર્ષ 2000માં કોઈ એલર્જીની સાઈડ ઇફેક્ટ્સને કારણે તેમની ડાબી આંખનું વિઝન જતું રહ્યું હતું. તેઓ માત્ર જમણી આંખથી જ જોઈ શકતા હતા પરંતુ 2018માં એક દિવસ તે રસ્તો પાર કરી રહ્યા હતા ત્યારે ગાડી સાથે ટકરાઈ ગયા. તેમનું માથું ગાડી સાથે ભટકાયું, તેમને માથા સિવાય હિપ્સ પર પણ ઇજા થઇ હતી. હોસ્પિટલમાં તેમના હિપ્સની સર્જરી થઇ અને અમુક અઠવાડિયાં બાદ જ્યારે તેમણે આંખ ખોલી તો તેમને બધું અગાઉ કરતાં વધુ સાફ દેખાવા લાગ્યું હતું. ડોક્ટર પણ અચંબામાં પડી ગયા કે હિપ્સની સર્જરી કરી અને આંખનું વિઝન કઈ રીતે પરત આવી ગયું. જોકે તેના એક ડોક્ટરનું કહેવું છે કે હિપ્સ સર્જરી વખતે જે દવા લીધી તેની અસરને કારણે આવું થઇ શકે છે. તેમ છતાં આજ સુધી કોઈ ડોક્ટર આંખનું વિઝન કઈ રીતે પરત આવ્યું તેનું ચોક્કસ કારણ જણાવી શક્યા નથી.
મારી જિંદગી બદલાઈ ગઈ
ગોરાજે જણાવ્યું કે હોસ્પિટલમાં જ્યારે મેં આંખ ખોલી અને બધું દેખાવા લાગ્યું તો હું મારી ખુશી ક્ધટ્રોલ કરી ન શક્યો. મારી જિંદગી બદલાઈ ગઈ હતી. આ એક ચમત્કાર જ હતો. મને ડોક્ટરે કહ્યું કે તે મારી આંખનું વિઝન પરત આવ્યું તેના પર સ્ટડી કરવા ઈચ્છે છે જેના માટે અમુક ટેસ્ટ કરવાના રહેશે. મેં તેમને ના પાડી દીધી. હવે મારી નોર્મલ લાઈફ પાછી આવી ગઈ છે માટે હું બીજા કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવા ઈચ્છતો નથી.

રિલેટેડ ન્યૂઝ