Connect with us

Uncategorized

સોમનાથ જિલ્લામાં 91 પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરતા SP

Published

on

ગીર સોમનાથ પોલીસ બેડામાં લાંબા સમય બાદ બદલીઓનો ગંજીપો ચિપાયા અંગે જાણવા મળેલ વિગતો અનુસાર જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ થોડા દિવસો પહેલા 91 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવેલ જેમાં 59 કર્મચારીઓની જાહેરહિતમાં તો 32 કર્મચારીઓની પદરના ખર્ચે બદલી કરવામાં આવી છે. 10 હેડ કોન્સ્ટેબલોને એ.એસ.આઇ. નું હંગામી પ્રમોશન અપાયુ છે. એસ.ઓ.જી. બ્રાન્ચમાં ચારની બદલી તથા એલ.સી.બી. માંથી એક ની બદલી કરી નવા કર્મીની નિયુક્તિ કરી છે. બે દિવસ પહેલા જિલ્લામાં ચાર પોલીસ ઇન્સપેક્ટરોની આંતરીક બદલીના હુકમ થયા છે. જેમાં વેરાવળ સીટીના પીઆઈ એસ.એમ.ઈશરાણીને એલ.સી.બી. ના અધિકારી બનાવાયા છે. પ્રભાસ પાટણના પીઆઈ એ.એમ.મકવાણાને વેરાવળ સીટીમાં મુકાયા છે. સોમનાથ મંદિરના પીઆઈ વી.એ.ચારણને પ્રભાસ પાટણમાં મુક્યા છે. લીવ રીઝર્વમાં રહેલા એમ.વી.પટેલને સોમનાથ મંદિર સુરક્ષામાં મુક્યા છે. આમ, તહેવારો પૂર્વે પોલીસબેડામાં થયેલા મોટા ફેરફારોને લઈ પોલીસ બેડા અંદરખાને ગણગણાટ સાથે અનેક વિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
પ્રભાસ પાટણના પી.આઈ. મકવાણાની વેરાવળ સિટી પી.આઈ. તરીકે નિમણુંક કરતા ગીર સોમનાથ મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના, જીલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ મહંમદભાઇ તવાણી, યુવા ઉધોગપતિ હાજીભાઈ એલ. કે. એલ., શહેર ભાજપ લધુમતી પ્રમુખ ઈમરાન પંજા, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલ સુમરા સહીતનાએ આવકારી હારતોરા કરેલ તે તસ્વીરમાં નજરે પડે છે.

Uncategorized

જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ પાસે રૂા.64.38 કરોડની સંપત્તિ

Published

on

By

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે ઉમેદવારીપત્ર સાથે રજુ કરેલા સોગંદનામામાં પોતાની સ્વપાર્જીત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત 64.38 કરોડ થાય છે. જે સામે તેના પર પતિ પાસેથી લીધેલી 18 કરોડની લોન અને અન્ય 35 કરોડની જવાબદારી દર્શાવવામાં આવી છે. બે લક્ઝુરિયસ કાર, પોતાના પાસે એક પિસ્તોલ અને પતિ પાસે 3 રાઈફલો હોવાનું જાહેર કર્યુ છે.

ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 2024ની લોકસભાની ચુંટણીના જામનગર બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમે સોગંદનામામાં પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન 80.13 લાખ, પતિ પરમિન્દરકુમારનું રીર્ટન 4.38 કરોડનું ભર્યાનું દર્શાવ્યું છે. પોતાની હાથ પરની રોકડ 3.52 લાખ, પતિ પાસે 1.60 લાખ, શેરો, સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, 34.45 લાખની ટોયોટા ફોર્ચુનર, 45.89 લાખની ટોયોટા લેન્ડક્રુઝર કાર, 3.72 કરોડનું 5554.37 ગ્રામ સોનું, 51.52 લાખના હીરા, 19.82 લાખની ચાંદી, 1.8 લાખની બેરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાઈફલ મળીને પોતાની જંગમ મિલ્કતો 22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો 35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો 2.66 કરોડની દર્શાવી છે.

તેમના જામનગર ખાતેના બે મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જીત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ ગણાય છે. તેમના પતિ પાસેથી 18 કરોડની લોન તેમજ મિલ્કતોના વેચાણ સામે એડવાન્સ ચુકવણા રૂૂપે કંપનીને 35 કરોડ આપ્યાની વિગતો દર્શાવી છે. આમ જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય છે. તેઓ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના બીકોમ ગ્રેજ્યુએટ છે. તેમજ તેઓ સામે એક પણ પ્રકારના કેસ કે, કોઈ પણ ટેક્સ કે સરકારી કરજો તેઓના નામે બાકી બોલતો નથી.

Continue Reading

Uncategorized

મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને બહુમાળી ભવન ચોકમાં ફિનાઈલ પીધું

Published

on

By

શહેરમાં વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા યુવાને કપડાનો ધંધો કરવા માટે મિત્ર પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાં મિત્રએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાને બહુમાળી ભવન ચોક પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે વ્યાજખોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતા નિકુંજ દશરથભાઈ પરમાર નામનો 29 વર્ષનો યુવાન બહુમાળી ભવન ચોકમાં હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં નિકુંજ પરમારે કપડાનો ધંધો કરવા માટે મિત્ર જિજ્ઞેશ પુજારા પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં નિકુંજ પરમારે રૂપિયા 2.35 લાખ ચુકવી દીધા હોવા છતાં મિત્ર જિજ્ઞેશ પુજારા પઠાણી ઉઘરાણી કરી જનક એન્ટરપ્રાઈઝમાં લઈ જઈ માર માર્યો હતો. મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું નિકુંજ પરમારે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર જિજ્ઞેશ પુજારાની અટકાયત કરી છે અને તપાસનો દૌર લંબાવ્યો છે.

Continue Reading

Uncategorized

ગમખ્વાર અકસ્માતની તપાસ માટે ટીમ બનાવાઈ

Published

on

By

  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં દસ લોકોના થયા હતાં મોત

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ પાસે ગંભીર રોડ અકસ્માત થયો છે. આમાં 10ના મોત થઈ ગયા છે. તો, એક શખ્સની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અકસ્માત તે સમયે થયો જ્યારે ઑઈલ ટેન્કરની પાછળથી આવતી ફાસ્ટ કાર તેની સાથે અથડાઈ. અકસ્માત તે સમયે થયો જ્યારે હાઈવે પર ટેક્નિકલ ખામીને કારણે ટેન્કર હાઈવેની સાઈડમાં રોકાયેલું હતું. આ ગમખ્વાર અકસ્માતની તપાસ માટે પોલીસની ખાસ ટીમ બનાવવામાં આવી છે.

કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે કારમાં બેઠેલા 10 જણના મૃત્યુ થઈ ગયા છે. આમાંથી 8ના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે બેના હોસ્પિટલ જવાના રસ્તે જીવ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 8 પુરુષ, 1 મહિલા અને અને 4-5 વર્ષનો એક બાળક સામેલ છે. રાહગીરોએ 108 નંબર પર અકસ્માતની સૂચના આપી. માહિતી મળતા જ એમ્બ્યુલેન્સની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ સાથે એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે શીટ કાપવી પડી હતી. અકસ્માતને કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભારે જામ થઈ ગયો હતો. પોલીસે કોઈક રીતે કારને સાઈડમાં લઈ જઈ જામ હટાવ્યો હતો.

કારમાં વડોદરા, નડિયાદ અને અમદાવાદ શહેરના મુસાફરો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે મૃતદેહોના પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ચાલતા ટેન્કરની પાછળ કાર કેવી રીતે ઘુસી ગઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે રામ નવમીના કારણે એક્સપ્રેસ વે પર વાહનોની વધારે ભીડ નહોતી. તમને જણાવી દઈએ કે એક્સપ્રેસ વે પર વાહનો સરેરાશ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. પોલીસે અકસ્માતની વિગતવાર માહિતી મેળવવા માટે વધુ તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે.

Continue Reading

Trending