Connect with us

રાષ્ટ્રીય

ભૂલ થઇ ગઇ માફ કરો, સુપ્રીમ કોર્ટમાં બાબાનું શિર્ષાસન

Published

on

  • આયુર્વેદના નામે ભ્રામક જાહેરાતોના કેસમાં રામદેવ અને બાલકૃષ્ણની બેલડી ભેરવાઇ, માફી માગવા છતાં ખોટી એફિડેવિટ કરવા બદલ કોર્ટ આકરા પાણીએ, આંખ મિચામણા કરનાર કેન્દ્ર સરકારને પણ લગાવી ફટકાર

પતંજલિ આયુર્વેદ દ્વારા ભ્રામક જાહેરાત અને એલોપેથી દવાને નિશાન બનાવવાના મામલામાં યોગ ગુરુ રામદેવ પોતે આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં તેમની સાથે પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણ પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન રામદેવે પોતાના વકીલ દ્વારા કહ્યું કે અમે અંગત રીતે કોર્ટમાં છીએ અને માફી માંગીએ છીએ, જે રેકોર્ડમાં નોંધવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે તમને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી અને તમે એફિડેવિટ પણ દાખલ કરી હતી. તો પછી આવી ભૂલ કેમ થઈ? આ સંપૂર્ણ તિરસ્કાર છે. માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા જ નહીં પરંતુ દેશભરની તમામ અદાલતોએ આપેલા દરેક આદેશનું સન્માન કરવું જોઈએ.

કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફરીથી કોર્ટમાં રૂૂબરૂૂ હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે બંનેને 10 એપ્રિલે ફરી કોર્ટમાં હાજર રહેવાનું રહેશે. પતંજલિ અને યોગ ગુરુ રામદેવે પણ એ જ દિવસે એફિડેવિટ ફાઇલ કરવાનું રહેશે. કોર્ટે કહ્યું કે અમે તમને એક છેલ્લી તક આપી રહ્યા છીએ અને તમારી પાસે તમારો જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય છે. સુપ્રીમ કોર્ટે એફિડેવિટમાં પતંજલિના મેનેજિંગ ડિરેક્ટરના નિવેદનને ફગાવી દીધું જેમાં તેમણે કહ્યું હતું કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ (મેજિકલ રેમેડીઝ) એક્ટ જૂનો છે. રામદેવના વકીલ બલવીસિંહે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય, એ પછી રામદેવે પણ માફી માગી કહ્યું કે મારી આ ભુલના કારણે શરમ અનુભવું છું.

સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં ન લેવા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જસ્ટિન અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યું કે આશ્ચર્યની વાત છે કે જ્યારે પતંજલિ કંપની જોર જોરથી કહી રહી હતી કે એલોપેથીમાં કોવિડની કોઈ સારવાર નથી ત્યારે સરકારે પોતાની આંખો કેમ બંધ રાખી. આના પર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, પજે થયું તે નહોતું થવું જોઈતું હતું.થ કોર્ટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કહ્યું, પતમારે કોર્ટમાં આપેલા વચનનું પાલન કરવું પડશે, તમે દરેક મર્યાદા તોડી છે.

નોંધનીય છે કે 21 માર્ચે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદ, કંપનીના વડા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કેસની આગામી સુનાવણીમાં રામદેવ અને બાલકૃષ્ણ પોતે હાજર રહે. આ પછી રામદેવ અને બાલકૃષ્ણ આજે કોર્ટ પહોંચ્યા હતા. એટલું જ નહીં, હવે કોર્ટે તેને ફરીથી કોર્ટમાં રૂૂબરૂૂ હાજર રહેવા જણાવ્યું છે.

શું છે IMAનો આરોપ?
આઇએમએનો આરોપ છે કે પતંજલિએ કોવિડ-19 રસીકરણ અંગે અભિયાન ચલાવ્યું હતું. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આઇએમએએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય

રાજસ્થાનમાં ટ્ર્રક સાથે ટકરાયા બાદ કારમાં ભડકો: 7નાં મોત

Published

on

By

રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં યુપીના મેરઠના એક પરિવારના સાત લોકો જીવતા ભડથું થયા હતા. એક કારે ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ તુરંત કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર અને તેમાં સવાર તમામ લોકો આગના હવાલે થઇ ગયા હતા.ભીષણ આગના કારણે થોડીવારમાં જ બે માસુમ બાળકો, ત્રણ મહિલાઓ સહિત પરિવારના સાત લોકો જીવતા સળગી ગયા હતા.

આગ એટલી વિકરાળ હતી કે કોઈ કંઇ ના કરી શક્યું. મળતી માહિતી અનુસાર, પરિવાર સાલાસર બાલાજીના દર્શન કરીને મેરઠ પરત ફરી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.મૃતકોમાં પતિ-પત્ની, બે પુત્રી, માતા અને કાકી સહિત 7 લોકોનો સમાવેશ થાય છે. ઓવરટેક કરતા સમયે કાર ટ્રકની નીચે ઘુસી ગઈ હતી.
એવું કહેવાય છે કે સાલાસર પુલિયા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પૂરપાટ આવતી કાર ટ્રકની નીચે ગુસી ગઈ હતી. ત્યારે ગેસ પાઈપ ફાટવાને કારણે ગેસકેટના સિલિન્ડરમાં તરત જ આગ લાગી હતી અને થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા કપાસના રોલના કારણે આગ વિકરાળ બની હતી. રાહદારીઓએ પણ તેમને બચાવવાનો કર્યો હતો, પરંતુ ગેટ ખુલ્યો ન હતો અને થોડી જ ક્ષણોમાં આગે સાત લોકોના જીવ લીધા હતા.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

15 અપહૃત ભારતીય ખલાસીઓને છોડાવવા વિદેશમંત્રી એક્શનમાં: ઈરાન સાથે વાતચીત

Published

on

By

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે તેમણે 17 ભારતીયોને મુક્ત કરવા અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ અંગે પણ ચર્ચા કરી હતી. 13 એપ્રિલે ઈરાને એમએસસી અશિયત નામનું જહાજ કબજે કર્યું હતું, ભારતીય વિદેશ મંત્રાલયને આ માહિતી મળતા જ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે. ત્યારથી વિદેશ મંત્રાલય ઈરાન સાથે સતત સંપર્કમાં છે. તેમજ ભારતીયોની મુક્તિ માટે પ્રયાસો ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ જહાજ એક કાર્ગો જહાજ છે જે આંશિક રીતે ઈઝરાયેલના અબજોપતિ ઉદ્યોગપતિની માલિકીની કંપનીનું છે, વિદેશ મંત્રી જયશંકરે ઈરાન સાથે આ મુદ્દે વાતચીત કરતા કહેરાન ભારત સરકારના અધિકારીઓને આક્લાસીઓને મળવાની છૂટ આપે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે.

હવે આ મામલે નવી માહિતી સામે આવી છે. જોકે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, રવિવારે સાંજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન સાથે વાત કરી હતી. એમએસસી અશિયત ના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની મુક્તિ અંગે ચર્ચા કરી. વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે વધતા તણાવને ટાળવો જોઈએ, સંયમ રાખવો જોઈએ અને કૂટનીતિ દ્વારા મામલો ઉકેલવો જોઈએ.

ઈરાનના વિદેશ પ્રધાન ડો. અમીર અબ્દુલ્લાહિયાને જણાવ્યું હતું કે તેઓ અટકાયતમાં લેવાયેલા જહાજને લગતી વિગતોનું અનુસરણ કરી રહ્યા છે અને ઉલ્લેખિત જહાજના ક્રૂ સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની મુલાકાતની શક્યતા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

Continue Reading

Entertainment

સલમાન ખાનના ઘર પર ફાયરિંગના કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર

Published

on

By

 

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હવે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ગોળીબારના કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતાક્રુઝના વાકોલા વિસ્તારમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય સ્થાનિક સમર્થક હતા અને તેમણે શૂટરોની મદદ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે શૂટરોએ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ સલમાનના ઘરની બહાર બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર વાગી હતી અને બાકીની ત્રણ ગોળી રોડ પર જ ફાયર કરવામાં આવી હતી.

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી, બંને આરોપીઓએ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી. સાંજે 5.13 કલાકે તે સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યો હતો. સાંતાક્રુઝ સ્ટેશનથી તે પૂર્વમાં વાકોલા તરફ આવ્યો અને ત્યાંથી ઓટો પકડી. સાંતાક્રુઝ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને પછી ત્યાંથી નીકળતા અને ઓટોને પકડતા પોલીસે મેળવ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હોવાનું કહેવાય છે. તેને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. રવિવારે સલમાનના ઘર પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની સાથે વાત કરી હતી. આ સિવાય સીએમ શિંદેએ સલમાનની સુરક્ષા વધુ કડક કરવાની વાત પણ કરી હતી. પોલીસ પણ આ મામલે સક્રિય દેખાઈ હતી અને અભિનેતાના ઘરની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ઝડપભેર તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે બંને શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને એક શકમંદની ઓળખ પણ થઈ હતી.

ફાયરિંગની ઘટના બાદ ઘણા લોકો સલમાન ખાનની ખબર પૂછવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમાં રાજકારણી બાબા સિદ્દીકી, MNS ચીફ રાજ ઠાકરે, સલમાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન, તેનો ભત્રીજો અરહાન ખાન અને સલમાનના નજીકના મિત્ર રાહુલ કનાલનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા ટોચના અધિકારીઓ પણ સલમાનના ઘરે પહોંચ્યા હતા.

સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને બે હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. હુમલાખોરો પૈકી એકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ જણાવવામાં આવી રહ્યું છે. વિશાલ ઉર્ફે કાલુ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. થોડા મહિના પહેલા વિશાલે પોતે જ ગુરુગ્રામના ભંગારના વેપારી સચિનને ​​રોહતકના ઢાબા પર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કહેવાય છે કે વિશાલ વિદેશમાં બેસી ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

Continue Reading

Trending