Connect with us

ગુજરાત

રાજકોટના સોની વેપારીની 1400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ

Published

on

15 જેટલી બોગસ કંપનીઓ ઊભી કરી કૌભાંડ આચાર્યું : 44 કરોડની ટેકસ ચોરી : કોર્ટમાં રજૂ કરતાં 14 દિવસના રિમાન્ડ મંજૂર : સોની બજારમાં ચકચાર

ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડ જાણે કે એક ધંધાની જેમ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ડીજીજીઆઇ(ડાયરેક્ટર જનરલ જીએસટી ઇન્ટેલિજન્સ)ની ટીમે રાજકોટના બુલિયનના વેપારી દ્વારા કરાયેલા રૂા. 1467 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી રાજકોટના અષ્ટા ટ્રેડર્સના સંચલકોની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. સંચાલક હિતેશ પ્રભુદાસ લોઢિયાએ અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે 15 બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરીને આ કૌભાંડ આચર્યું હતું. તપાસમાં ઘણા વેપારીઓની સંડોવણી સામે આવી તેવી સંભાવના છે. અષ્ટા ટ્રેડર્સ પાસેથી બોગસ બિલો લેનાર વેપારીઓની પણ તપાસ કરાશે.

જીએસટીનો અમલ શરૂૂ થયો ત્યારથી ગુજરાતમાં કરોડો રૂૂપિયાના બોગલ બિલો જનરેટ કરવામાં આવી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ 50 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડોની તપાસ ચાલી રહી છે ત્યારે જ ડીજીજીઆઇના અધિકારીઓને બાતમી મળી હતી કે રાજકોટના અષ્ટા ટ્રેડર્સ સોના-ચાંદીના બુલિયનના નામે બોગસ બિલો જનરેટ કરી રહ્યા છે. બાતમીને આધારે અધિકારીઓ અષ્ટા ટ્રેડર્સની પ્રિમાઇસીસમાં દરોડા પાડી સર્ચ શરૂૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂૂપિયાના ખેલ પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સંચાલક હિતેશ લોઢિયાએ બોગસ બિલો જનરેટ કરી તેનો વ્યવહાર બતાવવા માટે 15 બોગસ પેઢી રજિસ્ટર્ડ કરાવી હતી અને કોઇ પણ વસ્તુની ખરીદી કે વેચાણ વગર માત્ર બોગસ બિલો જ જનરેટ કર્યા હતા. તેણે 1467 કરોડના બોગસ બિલો જનરેટ કરી કરોડો રૂૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઘરભેગી કરી હતી. તેણે બોગસ બિલ 48 પેઢીને ઇસ્યૂ પણ કર્યા હતા.
એજન્સીઓને ગેરમાર્ગે દોરવા સંચાલકે 650 કરોડના વ્યવહારો બેંકો દ્વારા કરી તેના મલ્ટી ટ્રાન્જેક્શન પણ કર્યા હતા. હવે આ તમામ વેપારીઓ પેઢીઓની પણ તપાસ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ દ્વારા લોઢિયાને કોર્ટમાં રજૂ કરી કોર્ટના આદેશથી જેલના હવાલે કરવામાં આવ્યો છે. આ પ્રકરણની તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી તેવી સંભાવના છે. બોગસ પેઢીઓ દ્વારા રૂા.44 કરોડની ટેકસ ચોરી કરી હતી.

SGCTના વધુ 46 વેપારી પેઢીમાં દરોડા

રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કૂલ ચાર કરોડની કરચોરી ધ્યાને આવી છે. ૠજઝ વિભાગે કરેલી તપાસમાં ઇ2ઈ સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ/સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોબાઇલ એસેસરીઝ, રેડી ટુ ઈટ ફુડ, કોસ્મેટીક, પ્લાસ્ટીક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ સર્વીસીઝ સાથે સંકળાયેલ 25 વેપારીઓના 46 સ્થળો ખાતે વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ૠજઝ વિભાગના જિલ્લાવાર દરોડાના સ્થળોની સંખ્યાની વાત કરવામાં આવે તો અમદાવાદમાંઅમુક વેપારીઓ વેરો ભરવાનું ટાળવા માટે ખોટી/ન મળવાપાત્ર વેરાશાખનો ઉપયોગ કરે છે. 14, સુરતમાં 12, રાજકોટમાં 8, વડોદરામાં 6, મોરબીમાં 2, આણંદમાં 1, ગાંધીધામમાં 1, જૂનાગઢ અને ભાવનગરમાં 1-1 મળી કુલ 46 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ તપાસની કાર્યવાહીમાં કોસ્મેટીક/પ્લાસ્ટીક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટના ઘણા ક્લિનિકો દ્વારા તેઓનું ટર્નઓવર નિર્ધારીત થ્રેસહોલ્ડથી વધુ હોવા છતાં જીએસટી રજીસ્ટ્રેશન મેળવેલ ન હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ રજીસ્ટર્ડ ક્લીનીકો દ્વારા ટર્નઓવર છુપાવી, વેરાનું દરનું મિસકલાસિફીકેશન કરી કરચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. રેડી ટુ ઇટ ફુડ ઉપરના વેરોનો દર 18% હોવા છતાં ઘણાં વેપારીઓ દ્વારા 5%, 12% લેખે વેરો ભરી કરચોરી કરતાં હોવાનું ધ્યાને આવ્યું છે. મોબાઇલ એસેસરીઝના વેપારીઓના કિસ્સામાં જીએસટી રજીસ્ટ્રેશનમાં જાહેર ન કરેલ હોય તેવા ગોડાઉનો, હિસાબી ચોપડે ન લેવાયેલ હોય તેવા વ્યવહારોની વિગતો, ખરેખર હાજર માલ સ્ટોક તથા હિસાબી સ્ટોકમાં તફાવત જણાય આવ્યો છે.

rajkot

લોધિકા પંથકમાં 12 વર્ષની તરુણીને પ્રેમીએ ગર્ભવતી બનાવી

Published

on

લોધિકાના પંથકમાં 12 વર્ષની તરુણીને પેટમાં દુખાવો ઉપડતા તરુણીને સાત માસનો ગર્ભ હોવાનું ખુલતા ચકચાર મચી ગયો છે. તરુણીના પરિવારજનોએ તરુણી પ્રેમસંબંધમાં સગર્ભા બની હોવાનું કહેતા લોધિકા પોલીસે પ્રેમસંબંધ સ્વીકારી ગુનો નોંધવાનું માંડી વાળ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા પંથકમાં વાડીમાં રહી ખેતમજૂરી કરતી 12 વર્ષની તરુણીને રવિવારે સવારે પાંચ વાગ્યે પેટમાં દુખાવો ઉપડતાં તેને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ નિદાન કરતાં તરુણીના પેટમાં સાત મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. 12 વર્ષની તરુણીને સાત માસનો ગર્ભ હોવાની વાતથી તબીબો પણ ચોંકી ગયા હતા અને પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તરુણી મધ્યપ્રદેશની વતની છે અને તે છેલ્લા એક વર્ષથી અનિડા વાછરા ગામે તેના જ વતનના પ્રકાશ મંગા અને તેના પરિવાર સાથે રહે છે. તરુણી અને પ્રકાશ વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તરુણી એક વર્ષથી અનિડા વાછરા ગામે આવી ગઇ હતી અને બંનેએ શરીરસંબંધ બાંધ્યા હોવાથી તરુણી સગર્ભા બની છે. તરુણી અને તેના પ્રેમી પ્રકાશના પરિવારજનોએ સંબંધ સ્વીકારેલા હોય અને ફરિયાદ કરવા ઇચ્છતા નહીં હોવાથી પોલીસે માત્ર બંનેના નિવેદનો નોંધ્યા હતા. આ ઘટના અંગે લોધિકા પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

Continue Reading

GIR SOMNATH

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

Published

on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી. તેમણે દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્ર્લોકોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીને તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરાવી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરવા સાથે ધ્વજા આરોહણ કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીને દર માસની માસિક શિવરાત્રિએ હોમાત્મક લઘુરૂૂદ્ર યજ્ઞનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી કે.વી.બાટી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપ બારડ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Continue Reading

ક્રાઇમ

રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી..ઉઘરાણી ન મળતા 14 વર્ષીય બાળકી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ

Published

on

By

 

રાજ્યમાં દિવસે એન દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એકવાર વ્યાજખોરો દ્વારા ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે, રાજકોટમાં પૈસા પડાવવાની સાથે વ્યાજખોરોએ દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર એક નહીં પરંતુ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરોએ 17 વર્ષની બાળકીની છેડતી કરી હતી અને પરિવારના સભ્યોનું પણ અપહરણ કર્યું હતું.

મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 14 વર્ષની બાળકી પર વ્યાજખોરોએ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના કઈક આવી છે કે રાજકોટમાં વ્યાજખોરોએ એક પરિવાર પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતાં, આ પરિવારના ચાર સભ્યોનું વ્યાજખોરોએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં 14 વર્ષની બાળકી પર બે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ વ્યાજખોરોએ ખોટી રીતે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર તેના પરિવારની સામે જ બે વખત દુષ્કર્મની આચર્યું હતું.

આ સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી હકુભા ઘીયા, તેની પત્ની ખાતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખીયાણી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. આઈપીસીની કલમ 376(2) અને (3), 363, 365, 504, 506, 323, 114, પોક્સો એક્ટની કલમ-6, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણની ધરપકડ કરી છે.

 

Continue Reading

Trending