Site icon Gujarat Mirror

સોમનાથ પ્રભાસ પાટણ પાલિકાની ઘોર બેદરકારીથી પીવાના નળમાં ભળે છે ગટરનું પાણી

વિગત એમ છે કે પ્રભાસ પાટણમાં રામરાજ ચોકમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનો વાલ્વ આવેલ છે જે જમીનથી નીચેની સપાટીએ છે જેને કારણે આજુબાજુના વિસ્તારની ઘટનાઓના ગંદા પાણી છલકાઈ જાય છે ત્યારે તે પાણી ઢોળાવવાને કારણે વાલ્વના હોલમાં પહોંચે છે અને આમ પીવાના અને ગટરના ગંદા ગોબરા પાણીનો ખરાબ સંગમ થાય છે.

પાઇપ દ્વારા તે પાણી ઘર ઘર સુધી પહોંચતું હોવાથી લોકો બીમાર અને સ્વાસ્થય કથડે છે નગરપાલિકાને આ બધી વાતની જાણ છે કે આમ છતાં વાલને ગટરના પાણીના ઢોળાવથી ઊંચો લાવવા કોશિશ કરતા જ નથી કે ગટર ના પાણી ના આવે તેવી વ્યવસ્થા કરતા નથી ગામ રોગચાળાના ભરડામાં પીસાઈ તે પહેલા નગરપાલિકાએ જાગવું જોઈએ

Exit mobile version