Connect with us

jamnagar

નાર્કોટિકસના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચતી SOG

Published

on

જામનગર શહેરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના નાર્કોટિક ડ્રગ્સ અંગેના કેસના નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે. જેની સામે અન્ય પાંચ ગુનાઓ નોંધાયા છે.
જામનગર માં કાલાવડ નાકા બહાર રહેતો મોહમ્મદ રફીક ઉર્ફે બાડો અસરફભાઈ લોધી મેમણવકે જેની સામે જામનગરના તાજેતરમાં નાર કોટિક ડ્રગ્સ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે કેસમાં એસ.ઓ.જી. દ્વારા તેને ફરારી જાહેર કરાયો હતો. ઉપરોક્ત આરોપી જામનગરમાં આવ્યો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો. અને સીટી. એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે. જેની સામે જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ ના બે, કાલાવડ ગ્રામ્ય વિસ્તારના એક, રાજકોટ શહેરના એક અને ખેડા જિલ્લાના એક સહિત અન્ય પાંચ ગુનાઓ જાહેર થયા છે. જેમાં પણ તેની સંડોવણી ખૂલી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

હાલારમાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા. 27.15 લાખની વિજચોરી ઝડપાઈ

Published

on

By

  • કુલ વિજચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો

જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં વિજ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે રૂૂ.27.15 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ પાંચ દિવસ મા કુલ રૂૂ.199.13 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. અને વીજ ચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, આજે પાંચમા દિવસે 55 જેટલી ચેકિંગ ટુકડી ને દોડતી કરાવાઈ હતી. જેમા જામનગર કાલાવડ તાલુકા નાં ખરેડી,. ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નીકાવા , બેડીયા, કાલાવડ માં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન 557 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 80 વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને 27.15 લાખ ના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત પાંચ દિવસ મા કુલ રૂૂ. 199.13 લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Continue Reading

jamnagar

જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

Published

on

By

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે એક મોટું ઝાડ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાથી વીજ પુરોઠો ખોરવાયો હતો, જો કે વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો હતો. વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વીજ તંત્ર તેમજ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમા સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઈન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું. આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદ્ભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતા ફાયર શાખાની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે જોડી ગઈ હતી અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓને કરવતથી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઈલેવન કે.વી. વીજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતાં. આ કારણે ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણકારી મળતા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તથા એચ.ટી. વિભાગના ડી.ડી. મારૂૂની રાહબરી હેઠળની વીજ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વીજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.

Continue Reading

jamnagar

જામનગરના 1404 આવાસોનો કોમર્સિયલ ગેરઉપયોગ ધ્યાને આવતા 14 દુકાનોને તાળાં

Published

on

By

જામનગરમાં જર્જરિત હાલતમાં રહેલ 1404 આવાસ યોજનાની ઈમારતના કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતા આજે 14 દુકાનોને જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી બંધ કરાવાઈ હતી. જામનગરના અંધાશ્રમ પાસેની 1404 આવાસ યોજનાના મકાનો જર્જરિત હાલતમાં છે. આથી તેને ખાલી કરવાની મહાનગરપાલિકા દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. આ ઈમારતમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યા છે તેમજ અમૂક લોકો રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. આથી આજે સવારે જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખાના અધિકારી અશોક જોષીની આગેવાનીમાં સિક્યોરીટી અને એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, તથા અનવર ગજણ વગેરેની ટીમ 1404 આવાસમાં પહોંચી હતી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તમામ 14 દુકાનોને લોક મારી વપરાશ બંધ કરાવાયો હતો. હવે મહાનગર પાલિકાની ટીમની હાજરીમાં તેઓ દુકાન ખાલી કરી આપશે. આ કામગીરી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ નાયબ કમિશનર વાય.ડી. ગોહિલની સૂચના મુજબ કરવામાં આવી હતી.

Continue Reading

Trending