Connect with us

ગુજરાત

ગૃહિણીઓને નરમ ગરમ રાહત : હળદર-ધાણા મોંઘા, જીરું-મરચાં સસ્તા

Published

on

  • બારમાસી મસાલાની સિઝન શરૂ થતા બજારમાં ગ્રાહકોની ભીડ : ગત વર્ષ કરતા કિંમતમાં વધારો-ઘટાડો
  • રાજકોટ-સૌરાષ્ટ્રમાં ભાવમાં તફાવત : ઉત્તર ગુજરાતમાં 30થી 40 ટકાનો ઘટાડો

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ બારમાસી મસાલાની સિઝન પણ શરૂ થતા મસાલાની બજારો વિવિધ સ્થળે ખુલી ગઈ છે આ વર્ષે ભાવમાં નરમ-ગરમ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાવમાં તફાવત હોવાનું દેખાઈ રહ્યું છે.આ વર્ષ રાજકોટમાં હળદર-ધાણામાં ભાવ વધારો નોંધાયો છે અને જીરૂ, મરચા સસ્તા થયા છે તો ઉત્તર ગુજરાતમાં તમામ પ્રકારના મસાલામાં મોટાપાયે ભાવ ઘટાડો નોંધાયો છે. જેથી ગૃહિણીના બજેટને નરમ ગરમ રાહત મળી છે. આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થશે તેવી આશા ગ્રાહકો રાખી રહ્યાં છે.

રાજકોટ યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજાઓ પૂર્ણ થતાની સાથે વિવિધ જણસીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં બારેમાસ સિઝનના મસાલાની આવક વધારે પ્રમાણમાં થઈ રહી છે. યાર્ડમાં આજે ધાણાની 2200 કવીન્ટલ આવક થઈ હતી અને પ્રતિ 20 કિલોના રૂા.1280 થી 1750 સુધીમાં સોદા થયા હતાં.જીરૂની 1800 કવીન્ટલ આવક થઈ હતી અને 3800 થી 4750માં હરરાજી કરવામાં આવી હતી. મરચાની 300 કવીન્ટલ આવક થતા રૂા.1025 થી રૂા.3150માં બોલી લાગી હતી.

વાતાવરણની અસર થતા આ વર્ષે ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે અને આવક પણ ઘટી હોવાનું જાણવા મળ્યું હતું. છતાં પણ ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં હળદર અને ધાણાના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે જીરૂ અને મરચાના ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો ગત વર્ષ કરતાં થયો છે. મસાલાના ભાવમાં તફાવત આવતા વેપારીઓ પણ મુંઝવણ અનુભવી રહ્યાં છે.

બજારના જણાવ્યા મુજબ હળદરના ભાવ ગત વર્ષ રૂા.270 થી 280 સુધી હતા. જેમાં વધારો થતા આ વર્ષે રૂા.350 થી 400, ધાણાનો ભાવ ગત વર્ષે રૂા.120 થી 130 હતો જેનો ભાવ આ વર્ષે રૂા.170 થી 200 સુધી પહોંચી ગયો છે.જ્યારે જીરૂનું ભાવ ગત વર્ષે 400 થી 450 હતો જેની સામે આ વર્ષે ઘટાડો થતા રૂા.320 થી 350 છે. મરચામાં પણ ઘટાડો થતાં ગત વર્ષે 300 થી 500 હતો જે હાલની સ્થિતિએ યથાવત રહ્યો છે.રાજકોટ-સૌરાષ્ટ્ર કરતા ઉત્તર ગુજરાત તરફ મસાલાના ભાવમાં 30 થી 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. જેમાં ધાણામાં એક કિલોના રૂા.130, હળદરના રૂા.200 થી 220, રાજાપુરી હળદરના રૂા.250, ચટણીના એક કિલોના રૂા.300, જીરૂના રૂા.300 થી 350, સેલમ હળદરના કિલોના રૂા.230 બોલાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં દર વર્ષે જે પ્રકારે પુરા વર્ષ માટે મસાલાઓની ખરીદી કરવામાં આવતી હોય છે તેના કરતાં વધુ ખરીદી કરી ગૃણિઓ દ્વારા હાલ સંગ્રહ કરવામાં આવી રહ્યાં છે મસાલા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં જીરૂના ભાવ રૂા.14000ની સપાટી કુદાવી ગયા હતાં. જ્યારે મરચાના ભાવ પણ રૂા.7000ની આસપાસ રહ્યા હતાં જેમાં ધીમે ધીમે આવક થતા ભાવ પણ તળીયે ગયા છે અને હાલ યાર્ડમાં જીરૂના પ્રતિ 20 કિલોએ રૂા.3800 થી 4750 અને મરચાના રૂા.1025 થી રૂા.3150 સુધીનો રહ્યો છે જેથી ગુણવત્તા સામે સવાલા ઉભા થતા ભાવમાં ઘટાડો થયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યાં છે.

માર્કેટીંગયાર્ડમાં રજાઓ પૂર્ણ થતા વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. મસાલાની સીઝન હોવાથી હાલ ધાણા અને જીરુંની મબલખ આવકથી યાર્ડ છલકાયું છે. આ વર્ષે ગૃહિણીઓને મસાલાના ભાવમાં આવેલા વધારા-ઘટાડાથી રાહત મળી છે પરંતુ આગામી દિવસોમાં ભાવ વધવાની શકયતા યાર્ડના વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. હાલ મસાલા માર્કેટમાં બારેમાસનો સંગ્રહ કરવા માટે ગૃહિણીઓ બજારમાં ઉમટી પડી છે.

દેશભરમાં ગોંડલના મરચાંની માંગ
સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાંને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે.રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાંનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. ગોંડલનું મરચું સમગ્ર ભારતમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચાં ની ખરીદી કરવા માટે આવતા હોય છે. આપણા દેશમાં વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 35થી વધુ પ્રકારના મરચાંનું ઉત્પાદન થાય છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

ગુજરાત

ઉનાળો આકરા પાણીએ: ખંભાળિયા સહિત જિલ્લામાં ગરમીની વ્યાપક અસર

Published

on

By

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળઝાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે.તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

Continue Reading

Trending