ગુજરાત
કેશુબાપાની સ્મરણાંજલિ સભામાં સામાજિક-રાજકીય મહાનુભાવો રહેશે હાજર
જીવન સંઘર્ષ પર આધારિત પુસ્તકનું વિમોચન, શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ સહિતના આયોજનો: હીરાસર એરપોર્ટને કેશુભાઇ પટેલના નામ સાથે જોડવાનો ઠરાવ પસાર કરાશે
સમગ્ર ભારતમાં વસતા કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશ્યથી નવગઠિત સામાજિક સંગઠન આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા ગુજરાત રાજ્યમાં તેનો સૌ પ્રથમ કાર્યક્રમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભાના સ્વરૂૂપમાં બાપાસીતારામ ચોક, મવડી- રાજકોટ ખાતે આગામી 27 ઓક્ટોબર રવિવારના રોજ રાત્રે 8:00 કલાકે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના સંસ્થાપક સદસ્યો જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ પટેલ (અમદાવાદ )અને ચિરાગ કાકડીયા એ કાર્યક્રમની વિગતો જણાવી હતી તે મુજબ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પદ્મભૂષણ કેશુભાઈ પટેલ ની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય – સામાજિક મહાનુભાવો તથા 10 થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
કાર્યક્રમના આયોજનને લઈને આયોજકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં આવેલ પાટીદાર સમાજની તમામ સંસ્થાના મુખ્ય મુખ્ય આગેવાનોને રૂૂબરૂૂ મળીને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે તથા આ કાર્યક્રમમાં સર્વે સમાજની ભાગીદારી રહે તે માટે દરેક સમાજના આગેવાનો સુધી હાલ આમંત્રણ આપવાનું કામ ચાલી રહ્યું છે.
સ્વ.કેશુભાઈ પટેલની આ ભવ્યાતિ ભવ્ય સ્મરણાંજલિ સભામાં તેમના સમગ્ર જીવનસંઘર્ષ ની સફરને ઉજાગર કરતું પુસ્તક ધરતીપુત્ર કેશુભાઈનું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકના લેખક સિનિયર પત્રકાર- લેખક- તંત્રી એવા દિલીપભાઈ પટેલ છે. તેમના દ્વારા પૂર્વ પણ કેશુભાઈ પટેલ પર એક નાનકડી પુસ્તિકા નો આલેખન કરવામાં આવ્યું હતું. સ્મરણાંજલિ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ કેશુભાઈ પટેલના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ કસુંબો જેવી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટ રહી ચૂકેલા ઋષભભાઈ ભાવસારના ડાયરેક્શનમાં બનાવવામાં આવી છે.
કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિના લોકપ્રિય લોક સાહિત્યકાર અને પોતાની આગવી શૈલી માટે જાણીતા મનસુખભાઈ વસોયા, દાદુભાઇ ગઢવી સહિતના કલાકારો દ્વારા સરદાર પટેલ અને સ્વ.કેશુભાઈ પટેલના જીવન પર તેમની આગવી શૈલીમાં રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર જનતા જનાર્દન માટે પણ અનેક આકર્ષણો મૂકવામાં આવ્યા છે જેમાં સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીના વિશાળ કટ આઉટ સાથેના સેલ્ફી પોઇન્ટ તથા સ્વ .કેશુભાઈ પટેલના વિશાળ કટ આઉટ મેદાનમાં નજરે ચડશે. સ્વ .કેશુભાઈ પટેલ દ્વારા તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા માટે જે આયોજનો કરવામાં આવ્યા હતા તેની ઝલક પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. સ્વ . કેશુભાઈ પટેલ દ્વારા નર્મદા ડેમ નું પાણી પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ગામડાઓ અને શહેરોને પીવાના પાણીની સમસ્યાથી મુક્ત કર્યા હતા, ગુજરાત રાજ્યમાં પ્રચલિત ગુંડાગીરી સામે અવાજ ઉઠાવી તેને નાબૂદ કરી હતી, ગોકુળ ગ્રામ યોજના દ્વારા ગામડાઓને પણ શહેરો જેવા પાકા રોડ રસ્તાઓ આપ્યા હતા, જ્યોતિ ગ્રામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજળી મળી રહે તે પ્રકારનું અદકેરું આયોજન કર્યું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હજારો ચેકડેમ બનાવીને પાણીનું તળ ઊંચું લાવી ખેતી અને ખેડૂતોને અનન્ય ભેટ આપી હતી. આવી તો અનેક યોજનાઓ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતની જનતાને ભેટ મળી છે ત્યારે આપણે સૌએ પણ તેમની યાદગીરીને જીવંત રાખવી જોઈએ તે હેતુથી કેશુભાઈ પટેલ સ્મૃતિ સંસ્થાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ઘોષણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.
સ્વ.કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત સામાજિક મહાનુભાવો અને જનમેદની ની હાજરીમાં રાજકોટ ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નું નામ સ્વ . કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવે તેવો ઠરાવ પણ કરવામાં આવશે અને આગામી સમયમાં સરકાર સમક્ષ આ બાબતને લઈને વિધિવત રજૂઆત કરવામાં આવે તેવું પણ આયોજન આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આપણા સૌના લોકલાડીલા કેશુભાઈ પટેલને ભવ્યાતિ ભવ્ય શ્રદ્ધાંજલિ આપીએ તે હેતુથી ભાઈઓ-બહેનો- માતાઓ વડીલોને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આયોજકો વિજય શિયાણી, ધવલ વડાલિયા, સંજય ખીરસરિયા, ભાસ્કર પટેલ, કેતન તાળા, રામાનુજ પટેલ, નરેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત2 days ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત2 days ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત2 days ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત2 days ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત2 days ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત2 days ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત2 days ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત2 days ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ