Site icon Gujarat Mirror

પાટણવાવના 66 કે.વી.સબસ્ટેશનમાં તસ્કરો 1.17 લાખના રીએકટર ચોરી ગયા

જિલ્લામાં પીજીવીસીએલના વાયર અને રીએકટર ચોરી કરતી ટોળકી સક્રિ

પાટણવાવ 66 કે.વી.પાટણવાવ સબ સ્ટેશનમા રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને રૂૂ.1.17 લાખના રીએક્ટર ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જીલ્લામાં પીજીવીસીએલના વાયર અને રીએક્ટર ચોરી કરતી વધુ એક ટોળકી સક્રિય થતા એલસીબી અને સ્થાનિક પોલીસે તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ આ મામલે જુનાગઢ એમ.પી. રેસીડન્સી વંથલી રોડ ઉપર રહેતા જેટકોના જુનિયર ઇજનેર ગૌરાંગભાઈ કેશવજીભાઈ વાઢિયાએ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું કે,તે 66 કેવી સરદાર ગઢ સબ સ્ટેશન જેટકો ખાતે ગ્રુપ જુનિયર ઇજનેર તરીકે ફરજ બજવે છે. પાટણવાવના 66 કે .વી. સબ સ્ટેશનમાં ગઈ તા.05/01/2026 ના રોજ રાત્રીની ફરજમા કિશનભાઇ ભુપતભાઇ રાવરાણી (ઇન્ચાર્જ એસ.બી.ઓ) તથા નરેશભાઈ જશાભાઇ લાવડીયા (ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ) અને નાઇટ સિક્યોરિટી ગાર્ડ મનસુખભાઈ કાનજીભાઇ ગોહેલે સબસ્ટેશન ના પરિસરથી 11 કે.વી, કે પેસીટર બેન્કના આવેલ 3 નંગ એર ફુલ્ડ ટાઈપ રીએક્ટર ચોરી થયાનું જણાવ્યું હતું.

આ 66 કે.વી. સબ સ્ટેશન પાટણવાવમા આ રીએકટરનુ કામ સબ સ્ટેશનના પાવર ફેક્ટર સુધારવા અને ખેતીવાડી ફીડરના લોડીંગ દરમિયાન ગ્રાહકોને ઓછા મળતા વોલ્ટેજ મેન્ટેન કરવા માટે કરવામાં આવે છે. અને દિવસ દરમ્યાન કેપેસીટર બેક ખેતીવાડી ફીડરના સમયે અનુસાર જરૂૂ રીયાત પ્રમાણે ચાલુ કરીએ છીએ અને સાંજના છ વાગ્યા બાદ બેક બંધ કરી દઈએ છીએ. જે રીએકટર નંગ 3 પુરા કોપર વાયરના બનેલા હોય, જે આ ચોરી થયેલ રીએક્ટર કારણે હાલે 11 કે. વી. કેપેસિટર બેન્ક બંધ હાલત રહેલ છે. રૂૂ.1.17 લાખના આ રીએકટર નંગ 3 તેનો સામાન જેનો કુલ વજન આશરે 600 કિલો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Exit mobile version