ગુજરાત
પોરબંદરના ક્રિષ્ના પાર્કના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 9.57 લાખની તસ્કરી
તસ્કરો દાગીના 18 તોલા અને રોકડ ઉસેડી ગયા, ફરિયાદ નોંધાઈ
પોરબંદરના ક્રિષ્ના પાર્કમાં ઝવેરી બંગલા સામે આવેલા એક રહેણાક મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂૂ 9.57 લાખની સોના-ચાંદીના ઘરેણાની માલમત્તાની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે ઉત્સવ કીરણભાઈ લોઢારી, ખારવા નામના યુવાનેએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદીના રહેણાક મકાનમાં પાછળની ખુલ્લી જગ્યાએથી મકાનની પોર્ચ (ઓ.ટી.એસ.) મારફતે કોઈ પણ રીતે મકાનમાં અંદર પ્રવેશ કરી રહેણાક મકાનમાં પ્રથમ માળે આવેલા રૂૂમમાં મંદિરની અંદર સ્ટીલના ડબ્બામાંથી ફરિયાદી તથા ફરિયાદીના મમ્મીના અલગ-અલગ પ્રકારના સોનાના ઘરેણાઓ તથા ઉપરના બીજા માળે રૂૂમના કબાટમાં એમ બંન્ને જગ્યાએ રાખેલા આશરે 18 તોલા 8 ગ્રામના સોનાના ઘરેણા જેની સરેરાશ એક તોલાની આશરે કિ.રૂૂ.50,000 લેખે કુલ કિ.રૂૂા9,40,000 તથા રોકડા રૂૂ.12,500 તથા ચાંદીના નાના-મોટા સીક્કાઓ નંગ-25 જેની કિં.રૂૂ.5000 મળી કુલ કિં.રૂૂ.9,57,500ની ચોરી કરી ગયા હતા. પરિવારોજનો બહાર ગયા હતા, તે દરમ્યાન તસ્કરો ધન લાભ કરી ગયા હતા. આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.