Connect with us

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકથી વધુ છ લોકોના મોત

Published

on

સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગત 24 કલાકમાં આખા સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકથી 6 લોકોનાં મોત થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 2 અને દ્વારકા જિલ્લામાં 2 લોકોએ હાર્ટ એટેકને લીધે જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ગઇકાલે રીક્ષા ચાલકને ચાલું રીક્ષાએ જ હાર્ટ એટેક આવતા મોત નિપજયાની ધટના સામે આવી હતી. હાઇવે પર જઈ રહ્યા હતા તે સમયે અચાનક હાર્ટ એટેક આવતા નીચે પટકાયા હતા. બીજી ધટના આજે 23 વર્ષના યુવકને રામાપીરના આખ્યાન દરમિયાન આવ્યો હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.
બીજી ઘટના જામનગરમાં 24 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિનું અચાનક કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. જામનગર નજીક આવેલ પીપળી ગામના પાટિયા નજીક આદેશ હોટલ પાસે એક ટ્રક ચાલકને ચાલું ટ્રેકે હાર્ડએટેકથી કરુણ મોત નીપજ્યું હતું
દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે અગલ અગલ ખેડૂતના મોત મોત નીપજ્યાની ધટના સામે આવી છે.ખેતરમાં કામ કરતી વખતે ઢળી પડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા. બાદમાં પોસ્ટમોર્ટમ કરતા હાર્ટ અટેકના કારણે મોત નીપજયુ હોવાનું સામે આવ્યું હતું. ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઇ કણઝારીયા જ્યારે શકિતનગર ગામે રહેતા હતા. આ ઉપરાંત રામજીભાઈ નકુમ નામના ખેડૂતનું મોત નીપજ્યાની ધટના સામે આવી છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઇ કણજારિયાના ખેડુત પુત્રનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. આ ઉપરાંત શકિતનગર ગામે રામજીભાઈ નકુમનું પણ મોત થયું છે.

ગુજરાત

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય સત્કાર સમારોહ માટે તડામાર તૈયારીઓ

Published

on

By

 

માધવપુર ઘેડ ખાતે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન પ્રસંગે રવિવાર તા. 21 દરમિયાન પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ સત્કાર સમારોહ દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવનાર છે.

જે અન્વયે આ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વિશાળ ડોમ તથા સ્ટેજ, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ તૈયારી કરવામાં આવી છે.ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મયને પુનઃ ઉજાગર કરવા ગત વર્ષથી દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીનું દ્વારાવતી મોક્ષદ્વાર (હાથી ગેટ) ખાતે જાનનું આગમન થશે. ત્યાં આહિર સમાજ દ્વારા જાનનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ કિર્તી સ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ અને સતવારા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત, જોધાભા માણેક ચોક ખાતે વાઘેર સમાજ, ચારણ સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા, તીનબત્તી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એશોસીએશન તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા, ભદ્રકાલી ચોક ખાતે રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ટ્રાવેલ્સ એશોસીએશન દ્વારા, રબારી ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા તેમજ રુકમણી મંદિર ખાતે મંદિરના પુજારી અને પુરોહિતો દ્વારા રથનું સ્વાગત કરી આવકારવામાં આવશે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં 12 ગૃપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

Continue Reading

ક્રાઇમ

નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકને ત્યજી દીધું, કુતરાઓએ બાળકીને ફાડી ખાતા અરેરાટી

Published

on

By

 

 

ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડ્યું હોવાની  ઘટના સામે આવી છે. આ ઘટન અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ જાણી હતી.

અહીં પડેલા નવજાત બાળકીને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચર (ઉ.વ. 35) એ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકીનો જન્મ છુપાવવા માટે તેને ત્યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

_________________________

ભાણવડમાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

ભાણવડના શીતલ પાર્ક વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી નામના 47 વર્ષના પટેલ વેપારી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને ભાણવડના રહીશ ધીરુભાઈ તુલસીદાસ પરમાર દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયાસ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધીરુભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

મોરઝરના વૃદ્ધ ઉપર લાકડી હુમલો: ત્રણ સામે ફરિયાદ

ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા જીવાભાઈ મનજીભાઈ ચૌહાણ નમના 60 વર્ષના વૃદ્ધ દ્વારા તેમના ઘર પાસે દારૂ પી ને ગાળો બોલવાની ના કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા પરબત મનજી, માલદે પરબત અને અજય કેશુર નામના ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી જીવાભાઈને ઢીકા-પાટુનો માર મારી, લાકડી વડે ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

_________________________

ઓખા મંડળની પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં રહેતી કુલસુમબેન જાકુબભાઈ થૈયમ નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ જાકુબ જીકરભાઈ થૈયમ, રોશનબેન જીકરભાઈ, નસીમબેન ઈમરાનભાઈ, નસીમબેન મજીદભાઈ, ઈમરાન જીકરભાઈ અને મજીદ જીકરભાઈ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય એક ફરિયાદ ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં હાલ રહેતી અને પબાભાઈ પેથાભાઈ વારસાકીયાની 37 વર્ષની પરિણીત પુત્રી તેજલબેન દેવશીભાઈ ચાનપાએ દ્વારકામાં રહેતા તેણીના પતિ દેવશીભાઈ ભીમાભાઈ ચાનપા તેમજ ભીમાભાઈ ચનાભાઈ ચાનપા સામે નોંધાવી છે. બંને સાસરિયાંઓએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ઓખા મરીન પોલીસે આ બંને સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

સોનારડીનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના 40 વર્ષના શખ્સને પોલીસે કોફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા પંદર હજારની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Continue Reading

અમરેલી

અમરેલીમાં જેનીબેન ઠુંમરનું ફોર્મ રદ કરવા ભાજપની માંગ, ચાર વાગે સુનાવણી

Published

on

By

  • જેનીબેને એક મિલકત ઓછી દર્શાવી હોવાની ફરિયાદ બાદ કોંગ્રેસને જવાબ આપવા નોટિસ

ગુજરાતમાં આગામી તા. 7 મેના રોજ યોજાનાર લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનું ગઈકાલે પૂર્ણ થઈ ગયેલ છે અને આજે તમામ બેઠકોના ઉમેદવારી પત્રકોની ચકાસણી ચાલી રહી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમંર સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વાંધો રજૂ કરી જેનીબેનનું ફોર્મ રદ કરવાની માંગણી કરતા ભારે રાજકીય ધમાસાણ મચી જવા પામેલ છે. અને ચૂંટણી અધિકારીએ પણ ભાજપનો વાંધો માન્ય રાખી કોંગ્રેસને સાંજે ચાર વાગ્યે જવાબ આપવા નોટીસ આપી છે અને યોગ્ય જવાબ ન આપે તો જેનીબેનનું ફોર્મ રદ પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતી માહિતી મુજબ આજે અમરેલી બેઠકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે તેના સોગંદનામામાં એક મિલ્કત ઓછી દર્શાવેલ છે. ત્રણ વર્ષ પહેલા જેનીબેને વેચેલી એક દુકાન દર્શાવી નથી. તેમણે ખોટુ એફીડેવીટ કરેલ હોય ફોજદારી ફરિયાદ કરવા તેમજ ફોર્મ રદ કરવા માંગણી કરતા કલેક્ટર કચેરીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ગરમાગરમી સર્જાવા પામી હતી.

બીજી તરફ આ ધમાસાણ વચ્ચે જિલ્લા ચૂંટણી અધિકારીએ બાજપ દ્વારા લેવામાં આવેલા વાંધા માન્ય રાખી જેનીબેનને સાંજે ચાર વાગ્યે જવાબ રજૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે. ભાજપે આ વાંધો લેતા જેનીબેન દ્વારા ટેક્નિકલ ક્ષતિ દૂર કરવામાં કોંગ્રેસ નિષ્ફળ જાય તો તેનું ફોર્મ રદ પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાયેલ હોય અમરેલીમાં રાજકીય મામલો ભારે ગરમ બન્યો છે. ચાર વાગ્યે ચૂંટણી અધિકારી ભાજપના વાંધા અંગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના આગેવાનોના ટોળા કલેક્ટર કચેરીએ ઉમટી પડેલ છે. આ મામલામાં ચૂંટણી અધિકારી કેવો નિર્ણય કરે છે તે તરફ સૌની નજર મંડાયેલ છે.

Continue Reading

Trending