Connect with us

ક્રાઇમ

ખંભાળિયાના માંઝા ગામે છ જુગારીઓ ઝડપાયા: મુદ્દામાલ કબજે

Published

on

 

 

ખંભાળિયા પંથકમાં ઇન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે રવિવારે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના માંઝા ગામે આવેલા બાવરીયા વાડી વિસ્તારમાં રહેતા ઓઘડ માણસુર કારીયાની વાડીના શેઢે આવેલા ઝાડની નીચે બેસીને ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ઓઘડ માણસુર કારીયા, નાગાજણ માંડણ જોગાણી, હાદુ રામ બુધીયા, વીરા કરમણ સઠીયા, રાયદે માણસુર કારીયા અને જીવા મેઘા કારીયા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 16,150નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કામગીરી ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

ક્રાઇમ

નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકને ત્યજી દીધું, કુતરાઓએ બાળકીને ફાડી ખાતા અરેરાટી

Published

on

By

 

 

ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડ્યું હોવાની  ઘટના સામે આવી છે. આ ઘટન અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ જાણી હતી.

અહીં પડેલા નવજાત બાળકીને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચર (ઉ.વ. 35) એ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકીનો જન્મ છુપાવવા માટે તેને ત્યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

_________________________

ભાણવડમાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

ભાણવડના શીતલ પાર્ક વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી નામના 47 વર્ષના પટેલ વેપારી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને ભાણવડના રહીશ ધીરુભાઈ તુલસીદાસ પરમાર દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયાસ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધીરુભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

મોરઝરના વૃદ્ધ ઉપર લાકડી હુમલો: ત્રણ સામે ફરિયાદ

ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા જીવાભાઈ મનજીભાઈ ચૌહાણ નમના 60 વર્ષના વૃદ્ધ દ્વારા તેમના ઘર પાસે દારૂ પી ને ગાળો બોલવાની ના કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા પરબત મનજી, માલદે પરબત અને અજય કેશુર નામના ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી જીવાભાઈને ઢીકા-પાટુનો માર મારી, લાકડી વડે ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

_________________________

ઓખા મંડળની પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં રહેતી કુલસુમબેન જાકુબભાઈ થૈયમ નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ જાકુબ જીકરભાઈ થૈયમ, રોશનબેન જીકરભાઈ, નસીમબેન ઈમરાનભાઈ, નસીમબેન મજીદભાઈ, ઈમરાન જીકરભાઈ અને મજીદ જીકરભાઈ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય એક ફરિયાદ ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં હાલ રહેતી અને પબાભાઈ પેથાભાઈ વારસાકીયાની 37 વર્ષની પરિણીત પુત્રી તેજલબેન દેવશીભાઈ ચાનપાએ દ્વારકામાં રહેતા તેણીના પતિ દેવશીભાઈ ભીમાભાઈ ચાનપા તેમજ ભીમાભાઈ ચનાભાઈ ચાનપા સામે નોંધાવી છે. બંને સાસરિયાંઓએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ઓખા મરીન પોલીસે આ બંને સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

સોનારડીનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના 40 વર્ષના શખ્સને પોલીસે કોફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા પંદર હજારની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Continue Reading

ક્રાઇમ

MBAની છાત્રા રાત્રે રૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી જતાં પાડોશી શખ્સે ઘુસી બાથ ભરી લીધી

Published

on

By

શહેરના 150 ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે રૂમ રાખી બહેનપણી સાથે રહેતી એમબીએની છાત્રા રાત્રે દરવાજો બંધ કરવાનું ભૂલી જતાં રાત્રિના સમયે પાડોશમાં રહેતા શખ્સે ઘરમાં ઘુસી અડપલા કરી બાથ ભરી લીધી હતી. ભર ઉંઘમાં રહેલી છાત્રા અચાનક જાગી જતાં રૂમની લાઈટ કરતાં પાડોશમાં રહેતો શખ્સ અગાશીની દિવાલ ટપી ભાગી છુટયો હતો. જો કે આ અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નિર્લજ હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ જિલ્લાના એક ગામની વતની અને હાલ રાજકોટમાં મવડી ચોકડી પાસે બહેનપણી સાથે રૂમ રાખી રહેતી અને એમબીએનો અભ્યાસ કરતી 22 વર્ષિય યુવતીએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશન આહીરનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રિનાં એકાદ વાગ્યાની આસપાસ તે અને તેની બહેનપણી રૂમમાં વાતો કરતાં કરતાં સુતા હતાં અને ઉનાળાની ગરમીના કારણે રૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો જે સુવા સમયે બંધ કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બન્ને બહેનપણીને ઉંઘ ચડી જતાં રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. દરમિયાન મધરાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેના શરીર અને છાતીના ભાગે કોઈ સ્પર્શ થતાં તેણી જાગી ગઈ હતી. અને જોયું તો બાજુમાં એક શખ્સ સુતેલો હોય જેથી તેણી ગભરાઈને ઉભી થવાની કોશિષ કરતાં આ શખ્સે તેને બાથ ભીડી જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી જેથી તેણે ચીસ પાડતાં તેણી બહેન પણી જાગી ગઈ હતી અને રૂમની લાઈટ ચાલુ કરતાં પાડોશમાં રહેતો કિશન આહીર તેને બાથમાંથી મુકી બહાર ભાગી ગયો હતો અને અગાશીની દિવાલ કુદી તેના ઘરમાં નાસી છુટયો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપી અગાઉ પણ અવારનવાર અગાશી પર બેસી ગંદી નજરથી જોતો હોવાનું જણાવ્યું હતું.

બન્ને બહેનપણી ગભરાઈ ગયેલી હોય તેણે તેના અન્ય મિત્રોને અને મકાન માલિકને વાત કરતાં તેઓ દોડી આવ્યા હતાં. યુવતીના પરિવારજનો પણ સવારે દોડી આવ્યા હતાં. આ અંગે માલવીયાનગર પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતાં એએસઆઈ કે.યુ.વાળાએ યુવતીની ફરિયાદ પરથી આરોપી કિશન આહીર વિરૂધ્ધ નિર્લજ હુમલો કર્યાનો હુમલો કરી તેને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં આરોપીના પરિવારજનો ગઈકાલે પ્રસંગમાં ગયા હોય અને તે એકલો જ ઘરે હતો દરમિયાન રાત્રિના પાડોશમાં રહેતી યુવતીનો દરવાજો ખુલ્લો હોય જેથી તેની દાનત બગડી હતી અને રૂમમાં દોડી જઈ અડપલા કરી બાથભરી લીધી હોવાનું જણાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

દુષ્કર્મના આરોપીએ બે યુવાનો ઉપર ખૂની હુમલો કરી જાતે પેટમાં છરી ઝીંકી

Published

on

By

  • છુટાછેડા લઈ પત્નીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા મચાવ્યો આતંક, કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામનો બનાવ
  • આરોપીને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા પડી હતી, ત્રણેયની હાલત ગંભીર

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગતરાત્રે દુષ્કર્મના એક આરોપી દ્વારા પેરોલ પર છૂટ્યા બાદ પોતાની છૂટાછેડા લીધેલી પત્નીના પતિ સહિત બે વ્યક્તિઓ પર જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરીને ત્યાર બાદ પોતાના પેટમાં છરી ઝીંકી દેતા ભારે દોડધામ મચી જવા પામી છે. આ પ્રકરણમાં આરોપી સહિત ત્રણેયને ગંભીર હાલતમાં જામનગર તથા રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ધરમપુર વિસ્તારમાં રહેતા દિનેશ હરીશભાઈ મારુ નામના યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે પોરબંદર ખાતે રહેતી કિંજલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એન્જલ નામની પુત્રીનો જન્મ થયો હતો. તેની ઉંમર હાલ ચાર વર્ષની છે.
લગ્ન બાદ દિનેશ મારુ દ્વારા પોરબંદરના ઉદ્યોગનગર ખાતે એક યુવતી પણ દુષ્કર્મ ગુજારવામાં આવતા દિનેશ સાથે તેના પત્ની કિંજલએ છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં નામદાર અદાલત દ્વારા દિનેશને વીસ વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આજથી આશરે અઢી વર્ષ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા કિશન ભીખાભાઈ વાઘએ તેણીની ફઈની દીકરી અને ઉપરોક્ત આરોપી દિનેશ મારુની છૂટાછેડા લીધેલી પત્ની કિંજલ સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન તાજેતરમાં પેરોલ રજા પર છૂટીને આવેલા આરોપી દિનેશ હરીશ મારુ ગુરુવારે રાત્રિના આઠેક વાગ્યાના સમયે ફરિયાદી કિશનભાઈ વાઘના ઘરે આવતા રસોઈ બનાવી રહેલી કિંજલએ દરવાજો બંધ કરી દીધો હતો.

અહીં આવેલા આરોપી દિનેશે કહેલ કે તું કહેતો હોય તો હું તારી છોકરી એન્જલને રાખી લઉં. પરંતુ હું મારા કુટુંબીને તથા ગામના સરપંચને બોલાવી લઉં. તેમ કહ્યા બાદ ગામના સરપંચના પતિ પરબતભાઈ કદાવલાને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય પરિવારજનોએ પણ આવીને દિનેશ સાથે વાતચીત કરી હતી.
વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા દિનેશે કિશનને પહેલ કે ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’- તેમ કહી તેણે નેફામાં રહેલી છરી કાઢી અને તેને મારવા દોડતા બાજુમાં બેઠેલા દુદાભાઈ કદાવલાએ આડો હાથ નાખ્યો હતો. જેથી છરીનો ઘા તેમને લાગી ગયો હતો. દિનેશે છરીનો બીજો ઘા ફરિયાદી કિશનના માથામાં ઝીંકી દેતા તે લોહી-લુહાણ હાલતમાં ચક્કર ખાઈને નીચે પટકાઈ ગયો હતો.

અન્ય લોકોએ આ બંનેને વધુ માર ખાતા બચાવી લીધા હતા. દુદાભાઈ તથા કિશન વાઘને લોહી લોહાણ હાલતમાં 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી કિશનને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં તથા દુદાભાઈ કદાવલાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ આરોપી દિનેશ મારુએ પણ પોતે આપઘાત કરી લેવા માટે પોતાના પેટમાં છરી ઝીંકી દીધી હતી. તેથી તે પણ લોહી લોહાણ હાલતમાં અહીં ફસાઈ પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે કિશનભાઈ ભીખાભાઈ વાઘ (ઉ.વ. 30)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે દિનેશ હરીશભાઈ મારુ (રહે. ધરમપુર, તા. રાણાવાવ) સામે આઈ.પી.સી. કલમ 307, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુબી. અખેડ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા. આ પ્રકરણમાં વધુ તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ ચલાવી રહ્યા છે. આ બનાવે નાના એવા ખીરસરા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

Trending