Site icon Gujarat Mirror

ગોંડલમાં અમિત ખૂંટને ન્યાય માટે સાંજે મૌન રેલી

ટીમ ગણેશ દ્વારા ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્ત દાન કેમ્પનું પણ આયોજન

રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ સાથે ગોંડલમાં આજે સાંજે ટીમ ગણેશ તેમજ પાટીદાર સમાજ સાથે સામાજીક સંસ્થાઓ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ભારત-પાકીસ્તાનની પરીસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્ત દાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પાટીદાર યુવાન અમિત ખૂંટને ખોટી રીતે દુષ્કર્મની ખોટી ફરિયાદ કરી તેણે બદનામ કરવા આખે આખું ષડ્યંત્ર હોવાનું બહાર આવ્યું છે. બદનામીના ડરથી અમિત ખૂંટે આપઘાત કરી લીધો હોય અને સ્યુસાઈડ નોટમાં રીબડાના અનિરૂૂધ્ધસિહ મહિપતસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિહ અનિરૂૂધ્ધસિહ જાડેજાનું નામ આપ્યું હતું.

આ ઘટનાની તપાસમાં રાજકોટ રૂૂરલ પોલીસે તપાસ કરી આખે આખું ષડ્યંત્ર હોવાનો ઘટસ્ફોટ કરી આ મામલે રાજકોટની પૂજા રાજગોર તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનાર મોડેલ ઉપરાંત ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશભાઇ પાલાભાઈ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતની ધરપકડ કરી તપાસ કરતા આ ષડ્યંત્રમાં જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું.

અમિત ખુંટને ન્યાય મળે તે હેતુથી ટીમ ગણેશ તેમજ સમસ્ત ગોંડલ શહેર અને તાલુકા પાટીદાર સમાજ સાથે સામાજીક સંસ્થાઓ દ્વારા સ્વ.અમિતભાઈ ખુંટના કેસ માં ન્યાયની માંગ સાથે આજે ગોંડલ ખાતે વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલી સાંજે 6:30 કલાકે ગોંડલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ત્રણખુણીયા બસ સ્ટેન્ડ રોડ ઉપરથી શરૂૂ થશે અને જેલ ચોક વિર શહીદ ભગતસિંહ ની પ્રતિમા સુધી જશે આ રેલીમાં ગોંડલ શહેર અને તાલુકા પાટીદાર સમાજ સહિતના અગ્રણીઓ અને સામાજીક સંસ્થાઓ જોડાશે.

ઉપરાંત ટીમ ગણેશ દ્વારા સ્વ.અમિતભાઈ ખુંટને શ્રદ્ધાંજલિ અર્થે તથા ભારત-પાકિસ્તાન ની પરીસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્ત દાન કેમ્પનું આયોજન કરેલ છે. સાંજે 5:00 થી રાત્રીના 10:00 સુધી ગોંડલ જૈલ ચોક,પટેલ વાડી હોલ ખાતે મહારક્ત દાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રકતદાતાઓએ રક્તદાન કરવા ટીમ ગણેશ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version