Site icon Gujarat Mirror

શ્રેયસ અય્યરની T-20 ટીમમાં વાપસી, રવિ બિશ્ર્નોઈને તક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. મેચ પહેલા ક્રિકેટ વર્તુળોમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘાયલ વોશિંગ્ટન સુંદરના સ્થાને રવિ બિશ્નોઈનો ભારતીય ટી20 ટીમમાં સમાવેશ કરવામાં જ્યારે ઐયરનો પ્રથમ ત્રણ મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. બોલિંગ કરતી વખતે, વોશિંગ્ટન સુંદરને તેની નીચેની પાંસળીમાં અચાનક દુખાવો થયો હતો, જેના કારણે તેને મેદાન છોડી દેવું પડ્યું હતું. પાછળથી સ્કેન કરવામાં આવ્યું ત્યારે સાઇડ સ્ટ્રેન હોવાનું બહાર આવ્યું. તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્વસ્થ થયા પછી, તે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ને રિપોર્ટ કરશે. જો તે ફિટ થશે તો તે ભારતીય ટીમમાં પાછો ફરશે.

પસંદગીકારોએ ઇજાગ્રસ્ત તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયરનો પ્રથમ ત્રણ મેચ માટે 15 સભ્યોની ટીમમાં સમાવેશ કર્યો છે. તિલકને ટેસ્ટિકુલર ટોર્શન થયું હતું. જોકે, તે હવે ખતરામાંથી બહાર છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. તે ટૂંક સમયમાં ફિઝિકલ ટ્રેનિંગ શરૂૂ કરે તેવી અપેક્ષા છે.

હાલની ટીમ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ મેચ માટે), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને ઇશાન કિશન (વિકેટકીપર) નો સમાવેશ કરવામાં આવ્યો છે.

T-20 શ્રેણીનું શેડ્યૂલ
પહેલી ટી20 – 21 જાન્યુઆરી, 2026 – વીસીએ સ્ટેડિયમ – નાગપુર
બીજી ટી20 – 23 જાન્યુઆરી, 2026 – એસવીએનએસ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ – રાયપુર
ત્રીજી ટી20 – 25 જાન્યુઆરી, 2026 – બારસાપારા સ્ટેડિયમ – ગુવાહાટી
ચોથી ટી20 – 28 જાન્યુઆરી, 2026 – એસીએ-વીડીસીએ સ્ટેડિયમ – વિશાખાપટ્ટનમ
પાંચમી ટી20 – 31 જાન્યુઆરી, 2026 – ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ – તિરુવનંતપુરમ

Exit mobile version