Connect with us

National

જજ સામે શ્રદ્ધાના કાતિલે ગુનો કબૂલ્યો, કહ્યું જે થયું એ ભૂલથી અને ગુસ્સામાં થયું, કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Published

on

રાજધાની દિલ્હીના બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આફતાબને મંગળવારે વિશેષ સુનાવણી માટે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે આફતાબ પૂનાવાલાના પોલીસ રિમાન્ડમાં વધુ ચાર દિવસનો વધારો કર્યો છે. આ રીતે પોલીસને આ કેસની તપાસ માટે હજુ થોડા દિવસનો સમય મળ્યો છે. આ સમય દરમિયાન પોલીસને આફતાબ સામે કોઇ મજબૂત પુરાવા મળે તો તેની સામેનો આરોપ પુરવાર થઇ શકે તેમ છે.

 

સાથે જ કોર્ટમાં હાજર થવા દરમિયાન આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ જણાવ્યું હતું કે, અચાનક ગુસ્સો આવી જવાથી આ કર્યું હતું, ક્ષણભરના ગુસ્સાનું પરિણામ હત્યામાં પલટાયું હતું. તમને જણાવી દઈએ કે આજે આફતાબની પોલીસ કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો. આથી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સુનાવણી હાથ ધરી છે. આફતાબના વકીલે જણાવ્યું કે સુનાવણી દરમિયાન આફતાબ પૂનાવાલાએ કોર્ટને જણાવ્યું કે, તેમની સામે કેટલાક ખોટા આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ મારી સાથે જે પણ થયું તે ફક્ત તીવ્ર ગુસ્સાને કારણે થયું હતું.

દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા મર્ડર કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં એક એડવોકેટે અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસ દિલ્હી પોલીસથી સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. અરજદાર જોશીના તુલીએ જણાવ્યું હતું કે, સ્ટાફના અભાવે અને પૂરતા ટેકનિકલ અને વૈજ્ઞાનિક સાધનોના અભાવે શ્રદ્ધા હત્યા કેસની તપાસ અસરકારક રીતે ચાલી રહી નથી. જેના કારણે પુરાવા અને સાક્ષીઓ શોધવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

Advertisement

 

Continue Reading
Advertisement

Breaking News

“ફેક સોશિયલ મીડિયા પોસ્ટ નિષ્પક્ષ ચૂંટણી માટે પડકાર” બોલ્યા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

Published

on

By

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે કહ્યું હતું કે બનાવટી સોશિયલ મીડિયા પોસ્ટ્સ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને અસર કરી રહી છે અને તમામ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ માટે એક સામાન્ય પડકાર બની રહી છે. વાસ્તવમાં સીઈસી રાજીવ કુમારે આજે દિલ્હીમાં જર્મનીના વિદેશ મંત્રી અન્નાલાના બિઅરબોકના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક દરમિયાન આ વાત કહી હતી.

રાજીવ કુમારે કહ્યું હતું કે, લોકશાહી ભારતની પરંપરાઓમાં ઊંડા મૂળિયા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ, સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવા મજબૂત ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત થઈ છે. આ માટે એક કરોડથી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દરેક તબક્કામાં રાજકીય પક્ષોની ભાગીદારી સુનિશ્ચિત કરે છે.

સોશિયલ મીડિયા કથા એક સામાન્ય પડકાર બની રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને સંભવિત અસર કરતી બનાવટી સોશિયલ મીડિયા કથાઓ મોટાભાગની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ માટે એક સામાન્ય પડકાર તરીકે ઉભરી રહી છે.

Advertisement

જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બૅયરબૉકે  વિવિધ ભૌગોલિક, સાંસ્કૃતિક અને મતદાતાઓના પડકારો છતાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં ચૂંટણી વ્યવસ્થાપન માટે ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. આ સમય દરમિયાન, ચૂંટણી પંચે જર્મન પ્રતિનિધિમંડળને મતદારોની ભાગીદારી અને ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા.

Continue Reading

National

સેન્ટ્રલ રેલવેએ 8 માસમાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો 218 કરોડનો દંડ

Published

on

ભારતીય રેલવેના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગમાંથી મળેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ

સેન્ટ્રલ રેલવેએ ટિકિટ વિના/અનધિકૃત મુસાફરીના 32.77 લાખ કેસ પકડ્યા છે, જેનાથી રેલવેને નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ-નવેમ્બર)માં રૂૂા. 218 કરોડની આવક થઈ છે. તમામ રેલ વપરાશકર્તાઓ માટે આરામદાયક મુસાફરી અને બહેતર સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, મધ્ય રેલવેએ તેના તમામ ઝોનમાં ઉપનગરીય, મેલ એક્સપ્રેસ, પેસેન્જર સેવાઓ, સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતાં લોકોને શોધી કાઢવાને સઘન ટિકિટ ચેકિંગ હાથ ધર્યું છે.
2021-22માં સમાન સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી રૂા. 124.69 કરોડની સરખામણીએ એપ્રિલ-નવેમ્બર 2022 દરમિયાન ખુદાબક્ષો પાસેથી થયેલી રૂા. 218 કરોડની આવક 74.83%નો ક્વોન્ટમ જમ્પ દર્શાવે છે. 218 કરોડની આવક ભારતીય રેલવેના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગમાંથી મળેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેની રૂા. 218 કરોડની આવક માત્ર 8 મહિનાની છે, જ્યારે અગાઉના સૌથી વધુ રૂા. 214.14 કરોડની આવક સમગ્ર નાણાકીય વર્ષ 2021-22 માટે હતી.
સેન્ટ્રલ રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે ટિકિટ વિના ફરતા મુસાફરોને અટકાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા છે, ટિકિટ ચેકિંગ સ્ટાફમાંથી ચારે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન એક કરોડથી વધુની આવક એકત્ર કરીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.ડ

Advertisement
Continue Reading

National

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર એલિવેટેડ પ્લેટફોર્મ

Published

on

હાઇવે પર સમર્પિત ઇલેક્ટ્રિક વાહન લેન હશે દેશમાં પ્રથમ

દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે રાજસ્થાનના દૌસા જિલ્લા સુધી પૂર્ણ થઈ ગયો છે જે જયપુરથી માત્ર 65 કિલોમીટર દૂર છે. જ્યારે પૂર્ણ થશે, ત્યારે માર્ગ દિલ્હી અને જયપુર અને રાજ્યના અન્ય શહેરોને જોડશે. આનાથી જયપુર અને રાષ્ટ્રીય રાજધાની વચ્ચેના મુસાફરીના સમયમાં 3 કલાકથી વધુનો ઘટાડો થશે.
સામાન્ય રીતે, જયપુર-દિલ્હી પરિવહનમાં 5 કલાકનો સમય લાગે છે. જોકે, ડ્રીમ રોડ માત્ર બે કલાકનો સમય ઘટાડશે. તેનાથી બંને શહેરો વચ્ચે વેપાર અને પ્રવાસનને વેગ મળશે અને સમય અને નાણાંની બચત થશે. આ હાઈવે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ સમય પણ 24 કલાકથી ઘટાડીને માત્ર 12 કલાક કરશે. એક્સપ્રેસ વેની સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
લગભગ 375 કિલોમીટરનો રસ્તો રાજસ્થાનમાંથી પસાર થશે, જે સાત જિલ્લાઓને દિલ્હી અને મુંબઈ સાથે જોડશે. આ હાઇવે પર એક સમર્પિત ઇલેક્ટ્રિક વાહન લેન પણ હશે જે ભારતમાં પ્રથમ હશે. એક્સપ્રેસ વેમાં હાલમાં 8 લેન છે પરંતુ પછીથી વધુ ચાર લેન ઉમેરી શકાશે.
રોડ ઓછામાં ઓછા 50 વર્ષ ચાલશે. આ રોડ જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો છે. તે દેશનો પહેલો સ્ટ્રેચેબલ રોડ હશે. રોડ પર દર 500 મીટરે સીસીટીવી કેમેરા હશે. તેમાં કેમેરા પણ હશે. હાઈવેને એલિવેટેડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર હાઇવે પર સ્પીડ બ્રેકર નહીં હોય. તે પ્રાણી મુક્ત પણ હશે. અકસ્માતો ટાળવા માટે, તેને આરામના વિસ્તારો સિવાય કારને રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કાર તૂટી જાય તો આ નિયમનો એકમાત્ર અપવાદ હશે.
રસ્તામાં પ્રવેશતી વખતે કોઈ ટોલ લાગશે નહીં. જો કે, એક્ઝિટ ટોલ હશે. પ્રવાસ કરેલા કિલોમીટર પ્રમાણે ટોલ વસૂલવામાં આવશે.
દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે પર, ટોલ પ્રતિ કિલોમીટર 0.65 પૈસા હશે જે દેશના અન્ય રસ્તાઓ કરતા ઘણો ઓછો છે, રસ્તામાં પ્રવેશતી મિની બસો પર રૂ. 1.05, બસ અને ટ્રક પર રૂ. 2.20, જેસીબી જેવી ભારે મશીનરી પર રૂૂ. 3.45 અને અન્ય ભારે વાહનો પર રૂ. 4.20 વસૂલવામાં આવશે. આ રોડ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
તે જે મુખ્ય શહેરોને જોડશે તેમાં નવી દિલ્હી, ફરીદાબાદ, બલ્લબગઢ, સોહના, અલવર, દૌસા, સવાઈ માધોપુર, કોટા, મંદસૌર, રતલામ, દાહોદ, ગોધરા, વડોદરા, ભરૂૂચ, સુરત, નવસારી, વલસાડ, વિરાર અને મુંબઈનો સમાવેશ થાય છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ