Connect with us

GIR SOMNATH

વેરાવળમાં પંજાબના મુસાફરનો થેલો પરત કરી બતાવાઇ માનવતા

Published

on

વેરાવળ શહેરમાં પંજાબના મુસાફરનો સામાન ભરેલો થેલો રીક્ષામાં ભુલાઈ જતા ચાલાકે માનવતાનું ઉમદા ઉદાહરણ દાખવી પોલીસમાં જાણ કરતા પોલીસે સર સામાન ભરેલ થેલો મૂળ માલિકને પરત આપી સરાહનીય કામગીરી કરેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના રીક્ષા ચાલક સૈયદ સોક્ત અલીની રીક્ષામાં બહારના રાજ્યના મુસાફર રેલ્વે સ્ટેશનથી સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ગયેલ આ દરમ્યાન મુસાફર પોતાનો સર સમાન ભરેલ થેલો રીક્ષામાં ભૂલી જતા ચાલક સૈયદ સોક્ત અલીને ધ્યાને આવતા આ મુસાફરની શોધ કરેલ પણ નહીં મળતા વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ સામાન ભરેલ થેલો સીટી પી.આઈ. એસ.એમ.ઇસરાણીને સોંપતા તેમના દ્વારા એ.એસ.આઈ. વિપુલભાઈ રાઠોડ, પી.સી. અશોકભાઈ મોરી સહીતનાએ સામાન ભરેલ થેલો ભૂલી ગયેલ તેના મૂળ માલિકને શોધવા કામગીરી કરતા મૂળ પંજાબના પઠાણકોટના રાજેન્દ્ર કુમારને વેરાવળ પોલીસના પી.આઈ. ઇસરાણી અને રીક્ષા ચાલક સયેદ સોક્ત અલીની ઉપસ્થિતિમાં સોંપી સરાહનીય કામગીરી કરેલ હતી.

GIR SOMNATH

તાલાલાના આંકોલવાડી ગીર નજીક બાઇક અથડાતા બે યુવાનનાં મોત

Published

on

By

તાલાલા નજીક નવા વર્ષના પ્રારંભે જ એક ગોઝારા અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ નિપજયું હતું. જ્યારે એક યુવાનનું ગંભીર ઇજા થવા પામી હતી. આંકોલવાડી રસુલપરા રોડ ઉપર બે બાઇક સામસામે અથડાતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીરથી રસુલપરા ગીર જતા માર્ગ ઉપર બે મોટરસાયકલ સામસામે અથડાતાં સિદી આદિવાસી જાકીર દિલીપભાઈ ચોટીયારા ઉ.વ.19 રે.તાલાલા તથા યારૂદીન રમજાનભાઈ મજગુલ ઉ.વ.27 રે.જાંબુર ગીરને ગંભીર ઈજા થતાં તુરંત સારવાર માટે 108 મારફત તાલાલા હોસ્પિટલે લાવેલ જેમાં જાકીર તથા યારૂદીનને ફરજ પરના તબીબ ડો.હિરેન કારેલીયાએ મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા.જયારે સરજીલ રજબ ચોવટ ઉ.વ.17 રે.તાલાલાને શરીરના વિવિધ અંગો ઉપર ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરેલ છે. આ બનાવ અંગે પોલીસ વિગતો એકત્ર કરી પી.એસ.આઈ એ.સી.સિંધવે વધુ તપાસ હાથ ધરી છે.બે યુવાનોના અકસ્માતમાં મૃત્યુનાં સમાચારથી સિદી આદિવાસી સમાજમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

Continue Reading

GIR SOMNATH

સોમનાથમાં ભારતીય સંસ્કૃતિના રંગે રંગાતા 150 વિદેશીઓ

Published

on

By

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે ચોપાટીના મેદાન ઉપર હિમાલયના સિધ્ધ સંત પાયલોટ બાબાના સાનિધ્ય સાથેનો 111 કુંડી મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર સોમનાથ મહાયજ્ઞનનો આજરોજ ભકિતભાવ દબદબા સાથે પ્રારંભ થયો. ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ મેમનગર- અમદાવાદ આયોજીત આ મહાયજ્ઞમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશ બ્રહ્મભટ્ટ તથા ચિરાગભાઇ પટેલે આ અંગે વિગત આપતા જણાવ્યું કે સોમનાથ ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર વિશ્વશાંતિ અને સનાતન ધર્મના પ્રચાર- પ્રસાર માટે આ યજ્ઞ યોજાયેલ છે. 11 દિવસના આ યજ્ઞમાં 100 થી 150 જેટલા વિદેશી પુરૂષો અને મહિલાઓ- સંતો આમા જોડાયેલ છે. જેમાં રશીયાથી 70, યુક્રેનથી 40 અને જાપાનથી 30નો સમાવેશ થાય છે.
151 બાય 151 ફુટની વિશાળ યજ્ઞશાળા 45 દિવસ મહેનત કરી બનાવાઇ છે. જે યજ્ઞશાળા લોખંડ નહીં માત્ર ને માત્ર વાંસના બંબુઓ વપરાયા અને તેનો જોડાણ પણ ખીલ્લીથી નહીં પરંતુ દોરીથી બાંધવામાં આવ્યા છે. યજ્ઞશાળા ભૂમિને ગાયના છાણથી લીપણ કરવામાં આવેલ છે.
યજ્ઞશાળા ફરતે જવેરા વાવવામાં આવ્યા છે. જે યજ્ઞ પુર્ણાહુતિ દિને મોટા થઇ જશે. યજ્ઞમાં બાર જયોર્તિલીંગ પૂજન અને દરરોજ એક રૂદ્રનો યજ્ઞ થશે અને આહુતી અપાશે જેમાં બે વખત ગાયનું જ ઘી વપરાશે. આ માટે ઘીના 100 ડબ્બા રાજસ્થાનના પથમેડા ગામથી મંગાવાયા છે. દિવસમાં બે વખત એવી આહુતિ અપાશે કે યજ્ઞની જયોત લગભગ 20 થી 25 ફુટ ઉંચી દર્શનમય બનશે. કલકતાથી ખાસ આવેલ કારીગરોએ 45 દિવસ કામ કરી આ યજ્ઞશાળા બનાવી છે. તા.29-12 થી તા.9-1-24 સુધી ચાલનારા આ યજ્ઞના આચાર્ય પંડિત જગદીશજી શાસ્ત્રી, દેવીધુરા હિમાલય ઉતરાખંડ અને સહ યજ્ઞાચાર્ય પંડિત અશોકાનંદ શાસ્ત્રીજી સહીત 15 થી 20 પંડીતો શાસ્ત્રોકત વિધીથી યજ્ઞ કરાવશે. યજ્ઞ પ્રારંભ પૂર્વે આજરોજ સોમનાથના રામ મંદિરથી યજ્ઞશાળા સુધીની ભવ્ય ડીજે ગાડી, 111 કળશધારી કુમારીકાઓ, 2 અશ્વસ્વારો, 4 બગી અને ગુજરાતમાંથી આવેલા અલગ અલગ ક્ષેત્રના મહામંડલેશ્વરો ભગવાન શિવની ધૂન ભકિત અને જય જયકારા સાથે વાજતે ગાજતે યજ્ઞશાળા પહોંચી હતી.
યજ્ઞશાળા પ્રાંગણમાં શિવ પરિવાર, માં આદ્યશકિત તેમજ વિવિધ દેવોની પ્રતિકૃતિઓથી વાતાવરણને આધ્યત્મક બનાવાયું છે. જણાવાતી વિગત મુજબ બાબાએ જળ, ભુમી અને એર ટાઇટ ચેમ્બરમાં 72 કલાકની સમાધી પણ લઇ ચુકેલા છે. મુળ નામ કપિલ અદ્વેત સોમનાથગીરી અને હાલ પાયલોટ બાબા તરીકે ઓળખાતા આ મહાયોગી મંડલેશ્વરે આજે સોમનાથ મહાદેવને ધજા રોહણ કર્યું અને સોમેશ્વર પૂજા કરી તથા 8 જાન્યુઆરીના રોજ બાબા પાયલોટ સોમનાથ મહાદેવને અન્નકુટનો થાળ ધરશે.

Continue Reading

GIR SOMNATH

તાલાલામાં ખેડૂતોના હિતમાં ખાંડ ફેક્ટરી શરૂ કરવા ધારાસભ્યની રજૂઆત

Published

on

By

તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી કરવા સંસ્થા દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું.
સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા ના અધ્યક્ષ સ્થાને મળેલ સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં ખેડૂત સભાસદોને સંબોધતા ધારાસભ્ય એ ઉમેર્યું હતું કે સંસ્થાને લીઝ ઉપર ભાડાપટ્ટે રાખવામાં પ્રાઈવેટ કંપની આગળ આવશે તો સંસ્થા તાલાલા,વેરાવળ,માળિયા,સુત્રાપાડા,વિસાવદર તાલુકાનાં ખેડૂતોનું વિશાળ હિત ધ્યાને લઇ સંસ્થા પ્રાઈવેટ કંપનીને લીઝ ઉપર આપવા તત્પર છે અને રહેશે.વાર્ષિક સભાના પ્રારંભે સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા એ સૌનું સ્વાગત કરી હિસાબો સાથે સંસ્થાના વાર્ષિક કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.અંતમા સંસ્થાના ઈનચાર્જ અધિકારી ચીનાભાઈ કામળીયા એ આભાર દર્શન કરી સભાનું સમાપન કર્યું હતું.
તાલાલા ખાંડ ફેકટરીની કરોડોની મશીનરી ધુળ ખાય છે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી તાલાલા સ્ટેટ હાઇવે ઉપર મોકાની કિંમતી 140 વીઘા જમીનમાં પથરાયેલ છે.સંસ્થામાં કરોડોની મશીનરી છે.છેલ્લા બાર વર્ષથી ખેડૂતોની માલીકીની કરોડોની સંપત્તિ ધુળ ખાય છે.સંસ્થા દ્વારા દરવર્ષે કરોડોનું ટર્નઓવર થતું હતું પરિણામે ખેડૂતો તથા આ વિસ્તારને અમૂલ્ય લાભ થતો હતો તેમજ હજારો લોકોને આજીવિકા મળતી હતી જે છેલ્લા 12 વર્ષથી ઠપ્પ થઈ ગયો છે.
સંસ્થાની કરોડોની સંપત્તિનો લાભ ખેડૂતો તથા આ વિસ્તારને મળે માટે સંસ્થા ધમધમતી કરવી અનિવાર્ય હોય સરકાર તથા આ વિસ્તારના લોક પ્રતિનિધિઓ અસરકારક રજૂઆતો સાથે ખેડૂતો તથા આમ જનતાને યોગ્ય ન્યાય અપાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

Continue Reading

Trending