Site icon Gujarat Mirror

શું અમારે ઢોકળા ખાઇ દિવસમાં ત્રણવાર જય શ્રીરામ બોલવાનું?

લોકસભાના સાંસદ મહુઆ મોઇત્રાએ બુધવારે ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે કેટલાક લોકોએ દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં ફિશ માર્કેટમાં દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તે મંદિરની બાજુમાં છે.મંગળવારે, તૃણમૂલ કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને એકસ પર આ ઘટનાનો કથિત વીડિયો શેર કર્યો છે. જો કે, ભાજપે તેમના આરોપોને નકારી કાઢ્યા હતા.મોઇત્રાએ કહ્યું, બજારમાં ગુંડાઓની હિંમત જુઓ. તે આપણો બંધારણીય અધિકાર છે. એ ગુંડાઓ કેમ ન પકડાયા? ગુંડાઓની ઓળખ કેમ ન થઈ? જો કોઈ મુસ્લિમ આવું કરે તો શું થશે તેની કલ્પના કરો. આ દેશમાં રહેવા માટે શું હવે આપણે માત્ર ઢોકળા, મશરૂૂમ, મખાના ખાવાના છે અને દિવસમાં ત્રણ વખત જય શ્રી રામનો જાપ કરવો પડશે?

ચિત્તરંજન પાર્ક, જે સીઆર પાર્ક તરીકે પ્રખ્યાત છે, તે દક્ષિણ દિલ્હીનો એક વિસ્તાર છે, જેમાં મુખ્યત્વે બંગાળી વસ્તી છે, જે શરણાર્થીઓને સમાવવા માટે બનાવવામાં આવી હતી.

Exit mobile version