Connect with us

ગુજરાત

શિખંડ-મુખવાસમાં ઝેરી કલર અને સિંગતેલમાં ભેળસેળ ખૂલી

Published

on

  • મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ: હળદર, ધાણાજીરું, મરચું સહિતના મસાલાના 26 સેમ્પલ લેવાયા

મનપાના ફૂડ વિભાગ દ્વારા દિવાળી ઉપર લેવામાં આવેલ મુખવાસ તેમજ શિખંડના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો આ બન્ને વસ્તુમાં કલરની ભેળસેળ ખુલવા પામી જ્યારે દેશી ઘાણીનું શીંગતેલનો નમુનો લેવામાં આવેલ જેમાં આયોડીન વેલ્યુનો પ્રમાણ ધારાધોરણ કરતા વધુ હોાવનું ખુલતા તમામ સેમ્પલ ફેલ કરી એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે અલગ અલગ મસાલા માર્કેટમાંથી ધાણાજીરૂ, મરચુ, હળદર પાઉડર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી અપાયા હતાં.

ફૂડ વિભાગ દ્વારા “અમૃત મુખવાસ”, પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને અમૃત મુખવાસ”, પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

ફૂડ વિભાગ દ્વારા “પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “નંદા મુખવાસ હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.તેમજ પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

ફૂડ વિભાગ દ્વારા “શ્રીરામ માર્કેટિંગ, ઈ-50 જૂનું માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “આઈ સોનલ બ્રાન્ડ દેશી ઘાણીનું 100% શુધ્ધ સીંગ તેલનો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં બીઆરરીડીંગ 400 તથા આયોડિન વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.ગાયત્રી ડેરી ફાર્મ”, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તમામ વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત

ક્ષત્રિય રેલીનો રેલો, સરકાર એક્શનમાં

Published

on

By

  • નેતાઓ-અધિકારીઓ-રાજવીઓની હાજરી અંગે એજન્સીઓ પાસેથી મંગાવી વિગતો

ગઇકાલે રાજકોટના રતનપરમાં ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજે મહા સંમેલન યોજ્યુ હતુ, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય નેતાઓ અને લોકોએ હાજરી આપી હતી, મહાસંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે, સુત્રો અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજના મહાસંમેલનની તમામ માહિતીઓ મંગાવી છે, ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ સરકારે મંગાવી છે, જેમાં કયા કયા નેતાઓ, કયા અધિકારીઓ અને કયા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, તેની ડિટેલ્સ માંગવામાં આવી છે.

આ સંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ, ક્ષત્રિય સમાજના સંમેલનની સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ મંગાવી છે. સંમેલનમાં કયા-કયા રાજવીઓ ઉપસ્થિત હતા તેની પણ માહિતી મંગાવાઇ છે.

ક્ષત્રિય સંમેલનને લઇને ઈંઇ સહિતની એજન્સીઓએ રાજ્યના ગૃહ વિભાગ, સરકારને રિપોર્ટ મોકલ્યો છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારી, રાજકીય આગેવાનોની ખાસ નજર હતી. જિલ્લા કલેક્ટરે સમગ્ર કાર્યક્રમ અંગે તમામ વિગતો મેળવી લીધી છે, હવે આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોના સંબોધનનું વિશ્ર્લેષણ કરાશે.

આ ક્ષત્રિય સંમેલનમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ-કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યાં હતા, તે અંગે પણ ડિટેલ્સમાં માહિતી મંગાવવામાં આવી છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની નજર હતી. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એકસાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા.
આ પહેલા રાજકોટમાં સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી તેમ સમયે એકસાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા કર્યા હતા.

Continue Reading

ગુજરાત

ભાણવડમાં ધો.9ની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

Published

on

By

 

  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: દ્વારકામાં ભિક્ષુકનું મોત: ઓખામાંથી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.આ અંગેની જાણ મૃતકના પિતા રૂૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending