Connect with us

ગુજરાત

પોલીસ કમિશનર કચેરીમાં શસ્ત્ર પૂજન અને બહાર પોલીસ કર્મીઓની શરાબ પાર્ટી?

Published

on


ગુજરાતમાં દારૂૂબંધી છે ત્યારે અમદાવાદમાં શહેર પોલીસનો દીવા તળે જ અંધારા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં નવી શહેર પોલીસ કમિશનરની કચેરી સામે જ પોલીસ કર્મચારીઓ જાહેર રોડ ઉપર દારૂૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


એક તરફ વિજયા દશમી પર્વની ઉજવણીમાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર હતા. બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનર કચેરીની સામે જ જાહેર રોડ ઉપર દારૂૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. પોલીસ કમિશનર કચેરીની સામે જ દારૂૂની મહેફિલની છોળો ઉડતી જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.


પોલીસ કર્મચારીઓ જાહેરમાં રસ્તા પર ચા પીતા હોય તેમ દારુ પીતા જોવા મળ્યા હતા. આ પોલીસ કર્મચારીઓ પાસેથી દારૂૂની કેટલીક બોટલ પણ મળી આવી હતી.જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું?


પોલીસ કમિશનર કચેરી ખાતે વિજયા દશમી દરમિયાન શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન શહેરના તમામ આઇપીએસ અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની સામે જ કેટલાક પોલીસ કર્મી જાહેરમાં દારૂૂની મહેફિલ માણતા જોવા મળતા કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

ગુજરાત

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

Published

on

By

રાજકોટમાં સરદારધામના ઉપ પ્રમુખ જયંતિ સરધારાએ ખોડલધામના સમર્થક પી.આઇ. પાદરિયા સામે કરેલી ફરિયાદમાં પોલીસે ખૂનની કોશિષની કલમ દૂર કરવા કોર્ટમાં કરેલા રિપોર્ટના પગલે જયંતિ સરધારાએ પણ વિરોધ નોંધાવી આ અંગે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડિસ્ટ્રીકટ કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ, રાજય પોલીસવડા, રાજકોટ સી.પી. તથા ડી.સી.પી.ને અરજી કરી કલમ 307 હટાવવા સામે વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલીક હસ્તક્ષેપ કરવા માંગણી કરી છે.


જયંતિ સરધારાએ અરજીમાં જણાવેલ કે 26મી નવેમ્બર 2024ના રોજ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર સંજયભાઈ પાદરિયા વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી હતી. આરોપી ઈન્સ્પેક્ટરે નાગરિકોની સુરક્ષાની પોતાની ફરજ બજાવવાને બદલે મને મારવાનો પ્રયાસ કર્યો. તેના કાર્યોથી માત્ર મારા જીવનને જ જોખમ નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ભય અને આતંકનું વાતાવરણ પણ સર્જાયું છે.


એફઆઈઆરની નોંધણી અને પોલીસ પ્રશાસન, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની સંડોવણી છતાં આરોપી ઈન્સ્પેક્ટર ફરાર છે. ગુજરાત પોલીસની આ કાર્યવાહીના અભાવે કાયદાના અમલીકરણ પ્રણાલીમાં નાગરિકોના વિશ્વાસને ઊંડે સુધી હચમચાવી દીધો છે.


તેમણે માંગણી કરી છે કે, પોલીસ અને રાજ્ય સરકારને આરોપી ઈન્સ્પેક્ટર સંજયભાઈ પાદરીયાની ધરપકડ કરવા સુચના આપવામાં આવે, આ બાબતે પારદર્શક અને નિષ્પક્ષ તપાસની ખાતરી કરવામાં આવે તેમજ જવાબદારોને જવાબદાર ઠેરવીને પોલીસ તંત્રમાં નાગરિકોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે જરૂૂરી પગલાં ભરવામાં આવે. પત્રમાં જણાવેલ છે કે, આ મામલો માત્ર મારી અંગત સલામતીનો જ નથી પણ ગુજરાતમાં કાયદા અમલીકરણ પ્રણાલીની અખંડિતતાની સુરક્ષાનો પણ છે. આ ગંભીર મુદ્દા પર તમારું ધ્યાન આપવા બદલ આભાર. ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે હું તમારા તાત્કાલિક હસ્તક્ષેપની નિષ્ઠાપૂર્વક આશા રાખું છું.

Continue Reading

ગુજરાત

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

Published

on

By

જ્યંતી સરધારા વકીલાત કરતા ન હોવાથી સનદ રદ કરવા પરસોતમ પીપળિયાની માંગ

સકર્યુલર ઠરાવ સામે વિરોધ ઉઠતા બાર એસો.ની યોજાયેલ બેઠકમાં પારોઠના પગલાં

રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને ખોડલધામના સમર્થક પી.આઇ. પાદરીયા વચ્ચે થયેલ મારા મારીના વિવાદમાં બાર એસોસીએશને પી.આઇ. પાદરીયા વતી કેસ નહીં લડવાના કરેલા ઠરાવથી વિવાદ સર્જાતા આજરોજ મળેલી રાજકોટ બાર એસો.ની બેઠકમાં ભારે ગરમા ગરમી બાધ ઠરાવ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


બીજી તરફ રાજકોટ બાર અસો.ના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસની સહીથી કરવામાં આવેલ ઠરાવ સામે રાજકોટ કોમર્શિયલ કો.ઓપ. બેકના સીઇઓ પરસોતમ પીપળીયાએ બાર ઓસો.ને પત્ર લખી જ્યંતિલાલ સરધારા વકીલાત કરતા નથી અને અન્ય વ્યવસાય કરતા હોવાથી તેની સનદ રદ કરવા માંગણી કરી છે. આ માટે તેમણે જરૂરી પુરાવા પણ રજુ ર્ક્યા છે. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયા દ્વારા હુમલાની ઘટનાના પગલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે પીઆઇનો કેસ કોઇપણ વકીલ દ્વારા લડવામાં ન આવે. જોકે આ ઠરાવનો બાર એસોસિએશનના કેટલાક સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ઠરાવ અંગે ફેર વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી હતી.


આ પૂર્વે ગઈકાલે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે જયંતિભાઈ સરધારા રાજકોટ બાર એસોસિએશનના લાઇફ ટાઇમ મેમ્બર તરીકે નોંધાયેલા છે. એ નાતે કોઇપણ રાજકોટ બાર એસોસિએશનમાં નોંધાયેલા સભ્યો વિરુદ્ધ હુમલો થાય કે કોઇ કેસની ઘટના ઘટે ત્યારે સામાન્ય રીતે રાજકોટ બાર એસોસિએશન એવો ઠરાવ કરતી હોય છેકે જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ અવહેલના ન થાય અને એ ઠરાવમાં સામાન્ય રીતે એવું હોય છેકે રાજકોટ બાર એસોસિએશનમાં નોંધાયેલા સભ્યો રાજકોટ બારના સભ્યોના હુમલાના વિરુદ્ધના કેસમાં પોતાની નૈતિક જવાબદારી અને ફરજ સમજીને વકીલ તરીકે રોકાવું નહીં. આ પ્રકારનો ઠરાવ કરવામાં આવતો હોય છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ઠરાવ જયંતિભાઈ સરધારાના કિસ્સામાં કરવામાં આવ્યો છે. આ ઠરાવ થયા બાદ રાજકોટ બાર એસોસિએશનના અમુક સભ્યો દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતની સાથે કેટલાક દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સરધારા પ્રત્યે ઉદ્યોગપતિ હોવાનો, બિઝનેસમેન હોવાનો પુરાવો, પોતે પાંચથી વધુ કંપનીમાં ડાયરેક્ટર હોય તેવા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.


તેની સાથે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે, જયંતિભાઈ સરધારા કોઇ વેલફેરના સભ્યા નથી. એ પ્રેક્ટિસના એડવોકેટ નથી. જે એફઆઇઆર થઇ છે, તેમાં પણ પોતે બિઝનેસમેન હોવાની હકિકત જણાવી છે. જ્યારે એ પોતે વેપારી હોવાનું જણાવતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઇએ. જે ઠરાવ કરાયો છે તેમાં ફેર વિચારણા કરવી જોઇએ. ફેર વિચારણા કરી આ ઠરાવ રદ કરવો જોઇએ તેવી રજૂઆત મળી હતી. આ રજૂઆત સંબંધે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


ઉલેખીનીય છે કે પીઆઇ પાદરીયા હુમલો કર્યા બાદ પોલીસ દ્વારા પણ પીઆઇ પાદરીયા વિરુદ્ધ હત્યાની કોશિશની કલમ ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પણ પીછે હઠ કરી છે. અને પીઆઇ પાદરીયા વિરુદ્ધ લાગેલી હત્યાને કલમ રદ કરવા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

Continue Reading

ક્રાઇમ

લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી

Published

on

By

ભગવતીપરા ફાટક પાસે યુવાનની હત્યાનો પ્રયાસ કર્યા બાદ કરણાભાઇ ગાર્ડન વાળી શેરીમાં બે ને છરી મારી લૂંટી લીધા, ત્રીજાને છરી ઝીંકી ભાગ્યા, લોહીલુહાણ યુવાને પીછો કરી એકને પકડયો: ટોળકી સકંજામાં

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટ અને નજીવી બાબતોમાં મારામારીથી લઇ હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે લુંટારૂ ટોળકીએ ભગવતીપરા બ્રિજ નીચે આવેલી ફાટક ઓળંગી જઇ રહેલા યુવાનને લુંટના ઇરાદે છરી ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાંખતા બી ડિવીઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આ ટોળકીએ આરટીઓ પાસે આવેલી કરણાભાઇ માલધારીની રેસ્ટોરન્ટ વાળી શેરીમાં આ ટોળકીએ બે શખ્સોને છરી ઝીંકી લુંટ ચલાવી હતી. તેમજ ત્રીજા શખ્સને છરી ઝીંકી ભાગવા જતા લોહીલુહાણ થઇ ગયેલા યુવાને પીછો કરી એક શખ્સને પકડી લીધો હતો. આ ઘટનામાં બી ડિવીઝન પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી ટોળકીના ચારેય સભ્યને શકંજામાં લઇ પુછપરછ શરૂ કરી છે. આ ટોળકીએ માત્ર દોઢ કલાકમાં 4 વ્યકિત પર હુમલો કરી 3 યુવાન પાસેથી લુંટ ચલાવી હતી.


વધુ વિગતો મુજબ ભગવતીપરા શેરી નં. 1 માં રહેતા ખુશ્બુબેન ભાણજીભાઇ ચુડાસમા નામના યુવતીએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે ટ્રાફીક બ્રિગેડની નોકરી કરે છે. તેમના માસીના દિકરા હાર્દિક ઉર્ફે હિતેષ નટુભાઇ ચૌહાણ (ઉ.વ. ર4) જેઓ હાલ પરાબજાર ખાતે પ્લાસ્ટીકના કારખાનામાં મજુરી કામ કરે છે. ગઇકાલે રાત્રીના નવેક વાગ્યે પોતે ઘરે હતી ત્યારે માસીના દિકરા જીગ્નેશનો કોલ આવ્યો કે હાર્દિકને કોઇકે છરી મારી દીધી છે. જેથી તેઓ પરીવારજનો સાથે પુલ નીચે આવેલી ફાટક પાસે ગયા હતા. જયા હાર્દિકને પેટમાંથી આંતરડા બહાર નિકળેલી હાલતમાં નજરે પડયો હતો. આ સમયે હાર્દિકને તેઓએ પુછતા હાર્દિકે જણાવ્યુ હતુ કે પાનના ગલ્લાની નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની પાસેથી ફાકી માંગતા હાર્દિક ફાકી નહીં આપતા છરી ઝીંકી દીધી હતી. આ અંગે 108 મારફતે હાર્દિકને સિવિલના હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહયુ છે. આ બનાવમાં ખુશ્બુબેને પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આરોપીઓ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


જયારે બીજી ફરીયાદમાં કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા મુળ યુપીના વતની દિપક અમરસિંગ નિશાદ નામના 24 વર્ષના યુવાને ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે રહેતા શની ઉર્ફે ચડીયો કલુ ઉધરેજીયા અને તેની સાથેના 3 અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. દિપકે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે ગઇકાલે પાણીપુરીની લારી લઇ ચાલતો ચાલતો કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુની શેરીમાં પહોેંચ્યો ત્યારે 3 શખ્સોએ મને પાણીપુરી ખવડાવ જેથી ફરીયાદી દિપકે પાણીપુરી નથી તેમ કહી દેતા એક આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢી દિપકના ગળા પર મુકી દીધી હતી અને તારી પાસે જે પૈસા હોય તે કાઢીને આપી દે કહેતા દિપક ડરી ગયો હતો અને તેમણે છરી દુર રાખવા જણાવ્યુ અને તેની પાસે રહેતા 1500 રૂપિયા આ લુંટારૂઓને આપી દીધા હતા. તેમજ તેમાથી એક શખ્સે છરીનો ઘા ઝીંકતા દીપકને આંગળી પર વાગી ગયુ હતુ.

તેમજ એક મોબાઇલ પણ ઝુંટવી લીધો હતો. ત્યારબાદ એક 40 વર્ષના વ્યકિત નિકળતા તેમની પાછળ પાછળ આ 3 શખ્સો ગયા હતા અને તેને પણ આરોપીઓએ લુંટી લીધા હતા. તેમનુ નામ હિતેષભાઇ પ્રભાતભાઇ ડાંગર હોવાનુ જાણવા મળ્યુ હતુ અને તેમની પાસેથી રૂ. 10000ની રોકડ તેમજ એક મોબાઇલ લુંટી લીધો હોવાનુ જાણવા મળ્યુ હતુ. થોડીવારમાં આ હિતેશભાઇએ બુમાબુમ કરી મુકતા ત્યા કેટલાક લોકો ભેગા થઇ ગયા હતા અને ચારેય શખ્સોને પકડવા દોડયા હતા અને એક શખ્સને પકડી લીધો હતો. જેમનુ નામ સની ઉધરેજીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેમણે પાછળ પકડવા દોડેલા જય અમિતભાઇ ખોયાણીને પેટના ભાગે એક છરીનો ઘા ઝીંકી દેતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પકડાયેલા આરોપીને 100 નંબરમાં ફોન કરી પોલીસને સોંપી દીધો હતો. આ ઘટના મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એસ. એસ. રાણે અને ડી સ્ટાફે ગણતરીની કલાકોમાં આ ટોળકીને પકડી પાડી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

આ ટોળકીએ કોઇ પાસેથી લૂંટ ચલાવી હોય તો ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલ
લુંટારૂ ટોળકીને બી ડિવીઝન પોલીસે સકંજામાં લઇ પુછપરછ કરતા 4 વ્યકિતને છરી ઝીંકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 3 લોકો પાસેથી તેમણે પૈસા અને મોબાઇલ પડાવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઘટનામાં પીઆઇ એસ. એસ. રાણે એ જણાવ્યુ હતુ કે આ લુંટારૂ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી છે કે સૌપ્રથમ એ ખાણીપીણી વાળા વ્યકિત પાસેથી વસ્તુ મફતમાં માંગે છે અને ત્યારબાદ છરી બતાવી પૈસા પડાવી લે છે. ત્યારે આ ટોળકીથી અન્ય કોઇ વ્યકિત ભોગ બની હોય તો પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવવા પીઆઇએ અપીલ કરી છે.

Continue Reading
રાષ્ટ્રીય13 hours ago

એક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈ

રાષ્ટ્રીય13 hours ago

ભાગવતની ટકોર સાચી: વિશ્ર્વને પણ ઘટતા પ્રજનન દરની ચિંતા

રાષ્ટ્રીય13 hours ago

તેલંગાણામાં સસ્પેન્ડેડ એન્જિનિયર પાસે 6.5 એકર જમીન, 6 ફ્લેટ અને કરોડો રૂપિયા રોકડા મળ્યાં

રાષ્ટ્રીય13 hours ago

શૂટિંગ એકેડેમીમાં 17 વર્ષના છોકરાએ ખુદને ગોળી મારી

આંતરરાષ્ટ્રીય13 hours ago

પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત

મનોરંજન13 hours ago

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ: કરિના બેસ્ટ એકટ્રેસ, દિલજીત દોસાંઝ બેસ્ટ એકટર જાહેર થયા

રાષ્ટ્રીય13 hours ago

મહારાષ્ટ્રની મહાયુતિનાં નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

રાષ્ટ્રીય13 hours ago

IPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના

ગુજરાત13 hours ago

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

ગુજરાત13 hours ago

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

ગુજરાત13 hours ago

મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ

ગુજરાત13 hours ago

સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્

ક્રાઇમ13 hours ago

લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી

ગુજરાત13 hours ago

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

ગુજરાત13 hours ago

મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ

ગુજરાત13 hours ago

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

ગુજરાત13 hours ago

એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

ગુજરાત13 hours ago

એક વર્ષ પહેલાં GPSC પાસ વર્ગ-1ના 15 અધિકારીઓને મળશે પોસ્ટિંગ

રાષ્ટ્રીય13 hours ago

IPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના

આંતરરાષ્ટ્રીય13 hours ago

પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત

Trending