Connect with us

ગુજરાત

રૂપાલા વિવાદમાં શંકરસિંહની એન્ટ્રી, ભાજપ ઉમેદવાર નહીં બદલે તો સ્થિતિ વકરશે

Published

on

  • ક્ષત્રિય સમાજ સાથે કોઇ કાર્યવાહી થઇ તો હું સમાજની સાથે: બાપુ

લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઇ છે. તેમણે ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતુ કે કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. શંકરસિંહ વાઘેલાએ રૂૂપાલાની ટિકિટ કાપી કોઇ અન્યને ઉમેદવાર બનાવવાની પણ માંગ કરી હતી.તેમણે કહ્યુ હતું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે.

વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ.

તેમણે કહ્યું હતું કે રૂૂપાલાના વિવાદમાં હાર-જીતનો મુદ્દો જ નથી. રૂૂપાલા ખોટું બોલ્યા છે, ઉમેદવાર બદલાવા જ જોઈએ. ક્ષત્રિય સમાજને તમામ સમાજનું સમર્થન છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવાર બદલાવે. સમાજને સમર્થન કરવામાં શરમ ન હોય. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. જો ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું: ખંભાળિયા, ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાજડી સાથે વરસાદ

Published

on

By

 

 

 

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

Continue Reading

ગુજરાત

કાળીયા ઠાકોરને ચાંદીના આયુધ અર્પણ કરાયા

Published

on

By

ભગવાન દ્વારકાધીશને ગઈકાલે રવિવારે સાંજે દ્વારકાધીશના ઉથાપન સમયે રાજકોટના ભાવિક પરિવારના યોગેશભાઈ ભીખુભાઈ દેથરીયા પરિવાર દ્વારા ચાંદીથી બનાવેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ અર્પણ કરવામાં આવ્યા હતા.

મંદિરના પૂજારી મહેશભાઈએ આ ભક્ત પરિવારને દ્વારકાધીશના ઉપવાસ તરફથી આશીર્વાદ આપ્યા હતા. શ્રદ્ધાળુ દાતા પરિવારએ દ્વારકાધીશ અને મંદિર પરિસરમાં જ આવેલા શારદાપીઠ મઠ સંચાલિત ભગવાન બલદેવજીને પણ શંખ, ચક્ર અને ગદા અર્પણ કર્યા હતા. આશરે 740 ગ્રામ વજનની ચાંદીના આયુધ અર્પણ થયા છે.

Continue Reading

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

Trending