Connect with us

રાજકોટ

કલેક્ટર-મામલતદાર ઉપર રૂપિયા 220 કરોડનો માનહાનીનો દાવો કરવા નોટિસ મોકલાવતા શાહ

Published

on

રાજકોટની જાણીતી ઓઈલ મીલ રાજમોતીને સીલ કરવાની આગોતરી જાણ કર્યા વગરની ઉતાવળી કાર્યવાહીથી પ્રતિષ્ઠા જોખમાઈ હોવાનો સમિર શાહે દાવો કર્યો છે. પોતાની માનહાની બદલ તેમણે વકિલ મારફત કલેક્ટર અને પૂર્વ વિસ્તારની કચેરીના મામલતદારને રૂા. 220 કરોડની માનહાની નોટિસ મોકલતા જાણકાર વર્તુળોમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે.
બદનક્ષીનો દાવો કરવા સમિર શાહે, વકીલ અંશ ભારદ્વાજ મારફતે કલેક્ટર અને મામલતદાર રૂદ્ર ગઢવીને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે, રાજમોતી મીલની મિલ્કતના જપ્તીના હુકમને હાઈકોર્ટમાં પડકારાયો છે. જે વાત જાણીતા હોવા છતાં કલેક્ટર અને મામલતદાર દ્વારા બીન જવાબદારી દાખવીને અસીલ પેઢીની બ્રાન્ડ વેલ્યુ, મોભો, પ્રતિષ્ઠા નષ્ટ થઈ ગઈ છે.
પરિણામે ભારોભાર બદનક્ષી બદલ નુક્શાન વળતરની આ નોટિસનો 15 દિવસમાં જવાબ આપવા ફરિયાદી તરફેના વકીલ દ્વારા માંગણી કરાઈ છે.
રૂા. 220 કરોડના વળતરની બદનક્ષી બદલ કલેક્ટર અને મામલતદારને મોકલાયેલી નોટિસમાં પેઢીની બ્રાન્ડ વેલ્યુ રૂા. 50 કરોડ, બ્રાન્ડનેજાના રૂા. 50 કરોડ, તેમજ 80 જેટલા કામદારોની એક ઝટકે રોજીરોટી છીનવાઈ લેવા બદલ રૂા. 40 કરોડ એમ કુલ રૂા. 220 કરોડની માંગણી કરી દિવસ 15માં ચુકવવા જણાવાયું છે.
ત્યારે આ બહુચર્ચિત રાજમોતી મિલ સીલ પ્રકરણમાં શું પરિણામ આવશે? તે સમય જ બતાવશે.

ગુજરાત

બક્ષીપંચ ભાજપ તરફે મતદાન કરે: રૂપાલાની અપીલ

Published

on

By

રાજકોટ તા. : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે બક્ષીપંચ સમાજ શ્રેષ્ઠીઓ આયોજિત સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

આ તકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ અગ્રણી કરણાભાઈ માલધારી, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, મહામંત્રી ઉમેશભાઈ ધામેચા(જે.પી.), મોહનભાઈ વાડોલીયા, સંજય ચાવડા સહિતના ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમમાં ઉદબોધન કરતાં પરશોતમભાઈ રૂૂપાલાએ જણાવેલ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને અંત્યોદય કલ્યાણના વિચારોને લઈને મા ભારતીની સેવામાં સંપૂર્ણ સમર્પિત એવી ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે તેવો નિર્ધાર વ્યકત કરતાં જણાવેલ હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે છેલ્લા દશ વર્ષ દેશને વિકાસની નવી ઉચાઈ બક્ષી છે. ’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ની પ્રેરણાથી વિવિધ લોકકલ્યાણકરી યોજનાઓનું અમલીકરણ કરીને નબળા વર્ગના લોકોની મુશ્કેલીઓ ઓછી કરીને તેમનું જીવનધોરણ સરળ અને સુવિધાયુકત બનાવ્યું છે.ખાસ કરીને કારીગર વર્ગ આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી ગત વર્ષે બક્ષીપંચ સમાજના સર્વાગિ વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદી ધ્વારા ’વિશ્વકર્મા સહાય યોજના’ લોન્ચ કરાઈ હતી. જેને ઓબીસી સમાજમાંથી વ્યાપક સમર્થન મળેલ.
તેમણે આ તકે બક્ષીપંચ સમાજના વિવિધ આગેવાનોને આગામી લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાજપ તરફે મતદાન કરીને ભાજપને ત્રીજી ટર્મ માટે જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપિલ કરી હતી.

આ તકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારની વિવિધ સમાજ કલ્યાણની યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ બક્ષીપંચ સમાજ એક થઈ ભાજપના સમર્થનમાં બહોળી સંખ્યામાં મતદાન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’નયા ભારત’ ના સંકલ્પને ચરિતાર્થ કરવા હાકલ કરી હતી.ે કરણાભાઈ માલધારીએ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરતા પ્રેરક ઉદબોધન કરેલ હતું.
આ તકે લુહાર સમાજમાંથી સાગરભાઈ પરમાર, કાંતીભાઈ આસોડીયા, તેમજ બક્ષીપંચ સમાજ શ્રેષ્ઠીઓ દિવુભાઈ સુસરા, ખોડાભાઈ સેગલીયા, નિતીનભાઈ વાટલીયા તેમજ ધોબી સમાજ, કડીયા સમાજ, પ્રજાપતી સમાજના શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, સંસ્થાના પ્રમુખો વિગેરેએ ઉપસ્થિત રહી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂૂપાલાને જંગી લીડથી ચુંટી કાઢવા સમર્થન જાહેર કરેલ હતું.

Continue Reading

ગુજરાત

અઢારેય વરણના અધિકારો-બંધારણની રક્ષા કરવા આવ્યો છું: ધાનાણી

Published

on

By

  • કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શરૂ કર્યો પ્રચાર, પ્રથમ સંમલેન યોજાયું
  • ‘ગાંધી છાપ’ વગર રાજ્ય કે કેન્દ્રની સરકારમાં કામો થતા નથી, ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ને જંગી બહુમતીથી જીત અપાવવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો આગેવાનો અને કાર્ય કરો દ્વારા રાજકોટના વિરાણી હાઈસ્કૂલ સામે નાગર બોર્ડિંગ ખાતે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઇ રાજાણીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ જણાવ્યું હતું આગામી સાતમી તારીખે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો એક ને નેક બની રાજકોટ લોકસભા ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને વધુમાં વધુ મતો મળે એ માટે સતત આજથી જ પ્રયત્નશીલ બનીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા છેલ્લા દશક વર્ષોમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને નારી સુરક્ષાની વાતો પોકળ હોવાની વાત કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર અજીતભાઈ લોખીલે કેન્દ્ર અને રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યે વિકાસની ગ્રાન્ટો આપવામાં થતી ડાડાઈને પગલે ગુજરાતનો વિકાસ રૂૂંધાયો છે અને દેશભરમાં ભ્રષ્ટાચાર વધ્યો છે ત્યારે આપણે સૌ તન, મન, ધન થી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા પાછી પાની નહીં કરીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જાણીતા ન્યુરો સર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ રામનવમી નિમિત્તે યોજાયેલા મહાસંમેલનમાં જય શ્રીરામના નારા સાથે ભાજપને ભગાડવામાં ખોટા શાસકોને પોતાનું અસલી સ્થાન ક્યાં છે તે બતાવી દેવા અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપુતે કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રરોને સાતમી તારીખ સુધી પોતાના કામ ધંધા મૂકી ચાર પાંચ કલાક ચૂંટણીના તમામ કામમાં બુથવાઈસ લાગી જવા અપીલ કરી હતી.

લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી જણાવ્યું હતું કે રાજકોટના રણ મેદાનમાં યુદ્ધનો પ્રારંભ કરવા આવ્યો છું અહંકારીને પોતાનું સ્થાન ક્યાં છે તે બતાવવા આવ્યો છું વિચારધારાની લડાઈ લડવા આવ્યો છું આ લડાઈ કોંગ્રેસ ભાજપ વચ્ચેનું નથી પરંતુ અઢારે વર્ણના અધિકારો અને બંધારણના રક્ષણ માટેની લડાઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રાણ પૂર્યા છે બંધારણ થકી મળેલા સામાન્ય અને ગરીબ માણસોના અધિકારો આપવામાં આજના શાસકો ઉણા ઉતર્યા છે. સામાન્ય લોકોના કામો આજના શાસનમાં ટલ્લે ચડે છે. ‘ગાંધીછા’ વગર કેન્દ્ર કે રાજ્યમાં કોઈ કામો થતા નથી ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. ક્ષત્રિય બહેન બેટીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેનો મને ભારોભાર રંજ અને રોષ છે. ભાજપે સર્વાંગી વિકાસની વ્યાખ્યા રોડ, રસ્તા, ગટર, ગંદકી પુલ, પાણી સુધી જ સીમિત કરી દીધી છે. જન જનનો માનસિક, શારીરિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ થાય તેને સર્વાંગી વિકાસ કહેવાય ભાજપ પર ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા એ પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું

કાર્યક્રમનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા કર્યું હતું. આભાર વિધિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ રાજદીપસિંહ જાડેજા (ક્ષત્રિય ગિરાસદાર સેના) એ કરેલ હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી તેમાં અતુલ રાજાણી, દિનેશભાઈ જોશી, શૈલેષભાઈ કપુરીયા, જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત, ડો. હેમાંગ વસાવડા, અજીતભાઈ લોખિલ, ગાયત્રીબા વાઘેલા, હિતેશભાઈ વોરા, સુરેશભાઈ બથવાર, કોમલબેન ભારાઈ, શિવલાલભાઈ બારસીયા, એડવોકેટ ઈન્દુભા રાઓલ , તેજસ ગાજીપરા, દિપ્તીબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, રહીમભાઈ સોરા, યુનુસભાઇ જુણેજા, નીદતભાઇ બારોટ, શીતલબેન ગોહેલ, રાજલબેન ગઢવી, નૈમીશભાઈ પાટડીયા, દિલીપસિંહ વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, સંજય સિંહ વાઘેલા, એડવોકેટ જયંતીભાઈ ગાંગાણી, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, પરેશભાઈ શિંગાળા, ડી પી મકવાણા, ગોપાલભાઈ અનડકટ, વિજય સિંહ જાડેજા, અશોકસિહ વાઘેલા, નરેન્દ્ર સોલંકી, પ્રવીણભાઈ સોરાણી, આદિત્યસિંહ ગોહિલ, મનસુખભાઈ કાલરીયા, ધરમભાઈ કાંબલીયા, નરેશભાઈ સાગઠીયા, મેઘજીભાઈ રાઠોડ, જીતુભાઈ ઠાકર, જય કાળીયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાલે ધાનાણી ફોર્મ ભરશે, વિશ્ર્વાસભાનું પણ આયોજન
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ તા.19ના રોજ દિનેશભાઈ જોશીની સંયુક્ત યાદી જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આવતીકાલે બપોરના 12-39 મિનિટે પોતાનુ ઉમેદવારી પત્ર ભરશે તે પહેલા વિજય વિશ્વાસ સંમેલન ભરવામાં આવશે અને ફોર્મ ભરતા પૂર્વે રાજકોટમાં જંગી સભા ભરવામાં આવશે આ સભાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ, સિદ્ધાર્થભાઈ પટેલ, જગદીશભાઈ ઠાકોર સભાને સંબોધન કરશે જે પગલે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરો ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે. આ સભાને ક્ષત્રિય સમાજ એ ટેકો જાહેર કરેલ છે.19 એપ્રિલ 2024, રેસકોર્સ ખાતે, બહુમાળી ભવન ચોક, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે દરેકે સવારે 10:00 કલાકે ઉપસ્થિત રહેવા રાજાણી અને જોશીની યાદીમાં જણાવાયું છે.

Continue Reading

Uncategorized

મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને બહુમાળી ભવન ચોકમાં ફિનાઈલ પીધું

Published

on

By

શહેરમાં વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા યુવાને કપડાનો ધંધો કરવા માટે મિત્ર પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાં મિત્રએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાને બહુમાળી ભવન ચોક પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે વ્યાજખોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતા નિકુંજ દશરથભાઈ પરમાર નામનો 29 વર્ષનો યુવાન બહુમાળી ભવન ચોકમાં હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં નિકુંજ પરમારે કપડાનો ધંધો કરવા માટે મિત્ર જિજ્ઞેશ પુજારા પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં નિકુંજ પરમારે રૂપિયા 2.35 લાખ ચુકવી દીધા હોવા છતાં મિત્ર જિજ્ઞેશ પુજારા પઠાણી ઉઘરાણી કરી જનક એન્ટરપ્રાઈઝમાં લઈ જઈ માર માર્યો હતો. મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું નિકુંજ પરમારે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર જિજ્ઞેશ પુજારાની અટકાયત કરી છે અને તપાસનો દૌર લંબાવ્યો છે.

Continue Reading

Trending