Site icon Gujarat Mirror

કાલાવડના મોટા પાંચદેવડા ગામે થયેલી હત્યાના આરોપીને સાત વર્ષની સજા

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના મોટા પાંચદેવડા ગામ માં ચાર વર્ષ પહેલાં એક યુવાન ની નિપજવાયેલ હત્યા ના ગુન્હાક્ષમાં આરોપી ને સાત વર્ષ ની કેદ તથા રૂૂ.ર1 હજાર ના દંડ નો અદાલતે હુકુમ કર્યો છે.

કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં રહેતા મનસુખલાલ લીંબાભાઈ હીરપરા ને શેઢા પાડોશી ભીખાભાઈ અજુડીયા સાથે ગૌ ચર ની જમીનના મુદ્દે માથાકૂટ થયા પછી વિવાદ થયા પછી કરાતી અરજીઓના કારણે ગુસ્સે ભરાયેલા ભીખાભાઈ એ ગત તા.રર-8-ર1 ના દિવસે ગામ ની સીમમાં સામા મળી ગયેલા મનસુખભાઈ પર પાઈપથી હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મનસુખભાઈ નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પોલીસે હત્યા નો ગુન્હો નોંધી આરોપી ભીખાભાઈ અજુડીયા ની ધરપકડ કરી હતી. આ અંગે નો કેસ જામનગર ની અદાલતમાં ચાલી જતા સરકાર પક્ષે આરોપી ના કપડા પર મળેલા મૃતક ના લોહી ના નિશાન અંગે રજૂ કરવા ઉપરાંત 17 સાક્ષીઓ ની જુબાની રજૂ કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ભીખાભાઈ અજુડીયા ને તક્સીરવાન ઠરાવી સાત વર્ષ ની સખત કેદ ને સજા અને કુલ રૂૂ.ર1 હજાર ના દંડ નો હુકમ કર્યોં છે.

Exit mobile version