Connect with us

ગુજરાત

શોધ યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરતા 82 વિદ્યાર્થીઓની પસંદગી

Published

on

બે વર્ષમાં રાજ્યના 870 છાત્રોને ચૂકવાશે રૂા.4 લાખ: ઉમેદવારને દર મહિને મળશે રૂા.15,000

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની શોધ યોજના અંતર્ગત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં ઙવમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પૈકી ગુણવત્તા યુક્ત સંશોધનકર્તાઓને 4 લાખ સહાય આપવાની જોગવાઈ છે.ચાલું વર્ષે આવા રાજ્યનાં કુલ 870 વિદ્યાર્થીઓની આ યોજનામાં પસંદગી થઈ છે. આ ઉમેદવારોને દર મહિને 15 હજાર રૂૂપિયા સ્ટાઈપેન્ડ અને વર્ષના અંતે 20 હજાર રૂૂપિયા કન્ટિજન્સી સહાય આપવામાં આવશે. કન્ટિજન્સી સહાય બે વખત ચુકવાશે. આ સિવાય 146 વિદ્યાર્થીઓને 50થી ઓછા માર્કસ મળતાં તેઓ સહાયને પાત્ર ઠર્યા નહીં.

રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં વર્ષ 2022-23માં ઙવમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પાસેથી શોધ યોજના હેઠળ સહાય મેળવવા માટે 15મી માર્ચ-2023 સુધી અરજીઓ મગાવવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યમાંથી કુલ 1253 ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં સંપૂર્ણ વિગત સાથે 1106 વિદ્યાર્થીઓએ ક્ધફર્મ લોક કરાવી હતી. ત્યાર બાદ હાથ ધરાયેલી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની પ્રક્રિયામાં 1070 અરજીઓ આ યોજના માટે ક્વોલીફાય થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 82 ઉમેદવારોની પસંદગી થઈ છે અગાઉ 2022માં 58 અને 2021માં 110 છાત્રો પસંદગી પામ્યા હતા.

યોજના માટે પસંદ થયેલી અરજીઓનું કેસીજી ખાતે વિષયવાર વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. એ પછી કેસીજી દ્વારા રાજ્યના વિવિધ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં અને પ્રોફેસર અને અનુભવી નિષ્ણાંતો કે જેઓ કાયમી ટિચિંગનો 10 કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં હોય તેવા નિષ્ણાંતોને આમંત્રિત કરાયા હતા.

જેમાંથી મુલ્યાંકનની પ્રક્રિયા માટે 74 વરિષ્ઠ અધ્યાપકોની કિંમટી બનાવાઈ હતી. આ અધ્યાપકો દ્વારા 100 ગુણના મુલ્યાંકન માટે કુલ 6 વિભાગમાં માપદંડ નક્કી કરવામાં આવ્યાં હતા.

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના નિકાવા ગામ નજીક બાઈક અને મોટર ટકરાતા ઘાયલ થયેલ શ્રમિકનું મૃત્યુ

Published

on

By

કાલાવડના નિકાવા ગામ પાસે શનિવારે સાંજે એક મોટરે સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા નગર પીપળીયા ગામમાં મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત પછી મોટર પણ ઉંધી પડી ગઈ હતી. મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલા દેવેન્દ્રભાઈ બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના મુકેશભાઈ નાગલાભાઈ બામણીયા નામના ચાલીસ વર્ષના શ્રમિક શનિવારે સાંજે છ વાગ્યે જીજેે-3-એલજે 7880 નંબરના મોટરસાયકલમાં નિકાવા ગામે ખરીદી કરવા માટે જતા હતા.

આ યુવાન જ્યારે નિકાવા ગામથી આગળ એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-3 એનઈ 4364 નંબરની કાળા રંગની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી સામેથી આવતા મુકેશભાઈ ના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જોશભેર રોડ પર પછડાયેલા મુકેશભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકને ટક્કર મારી ક્રેટા મોટર પણ ઉંધી પડી ગઈ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મુકેશભાઈ ના પત્ની ચંપાબેન બામણીયાનું નિવેદન નોંધી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Continue Reading

Trending