લાકડાં-લેધરનું બાઇક ચલાવો

રાજકોટ તા.27
ફ્રેંચ કંપની ન્યુરોને લાકડાં અને લેધરથી બનેલી ઇલેક્ટ્રિક બાઇક ઇવી1નું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ આ બાઇક વર્ષ 2019માં રજૂ કરી હતી. આ બાઇકસની ખાસ વાત એ છે કે, તેમાં ઓર્ગેનિક કર્વ્ડ વુડન બોડીવર્ક આપવામાં આવ્યું છે. આ ુપરાંત, તેમાં સિલેન્ડ્રિકલ બેટરી પેક આપવામાં આવ્યું છે, જે હેન્ડલબાર અને સીટ્સ વચ્ચે લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે બાઇક ચાલે ત્યારે આ બેટરી તેની પોઝિશન પર ફરે છે. બેટરીની ચારેબાજુ અલગ-અલગ કલરની એલઇડી લાઇટ્સ લાગેલી છે, જે તેને સુંદર લુક આપે છે. કંપનીના જણાવ્યાનુસાર, આ વર્ષે બાઇકનાં ફક્ત 20 યૂનિટ્સ બનાવવામાં આવશે. આ બાઇકને 1.56 લાખ રૂપિયા આપીને બુક કરાવી શકાય છે. બાઇકની કિંમત 47 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેની ડિલિવરી વર્ષ 2021માં શરૂ થઈ શકે છે.

બાઇકના સ્પેશિયલ ફિચર્સ
ન્યુરોન ઇવી1


ઇલેક્ટ્રિક બાઇકની ટોપ સ્પીડ કલાક દીઠ 220 કિમી છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક સિંગલ ચાર્જમાં 300 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેમાં લેવલ 3ડીસી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે, જે 40 મિનિટમાં બેટરીને
ફુલ ચાર્જ કરી દેશે. આ બાઇકમાં 75 સૂની મોટર લાગેલી છે, જેના કારણે તેમાં 102વા પાવર મળે છે. આ બાઇકને કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડવામાં ફક્ત 3 સેકંડનો સમય લાગે છે. કંપનીએ આ માટે ડાસોલ્ટ સિસ્ટમ અને ફ્રાંસના માઇક્રો ફાઇનાન્સ ગ્રુપ એડવાન્સ સાથે કરાર કર્યો છે. તમામ કંપનીઓ મળીને વર્ષ 2020માં તેનાં ફક્ત 20 યૂનિટ્સ જ બનાવશે. ન્યુરોન આ બાઇકનાં ઇન્ટેલિજન્ટ રાઇડ મોડ્સ પર કામ કરી રહી છે. તેના દ્વારા રાઇડર બાઇકને ડેસ્ટિનેશન સંબંધિત જાણકારી આપી શકશે. જેથી, બાઇક પાવરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે.

રિલેટેડ ન્યૂઝ