હરતાં ફરતાં લેબટેસ્ટ કરી આપતા સ્માર્ટ ક્લોથિઝ

મુંબઇ તા.14
ટેકોનોલોજીની દુનિયામાં થતા અખતરા માનવ જીવનને વધુને વધુ સરળ બનાવી રહ્યા છે. સ્માર્ટ વોચ બાદ હવે એ દિવસો દૂર નથી કે, માર્કેટમાં સ્માર્ટ કપડાં આવશે. સ્માર્ટ વોચ આમ તો વ્યક્તિની પલ્સ રેટની અપડેટ આપે છે. સાથોસાથ હાર્ટબિટ પણ જણાવે છે. કેટલું ચાલ્યાં, દિવસમાં કેટલી કેલેરી બર્ન કરી, કટેલા પગથિયા ઊતર્યા જેવી અનેક જાણકારી ફોનમાં અથવા મેસેજ રુપે આવી જાયે છે. આ જ રીતે હવે કપડાં પણ સ્માર્ટ થઈ રહ્યા છે. જે વ્યક્તિના આરોગ્યનું ધ્યાન રાખે છે. બીજી તરફ મેડિકલ ક્ષેત્રે આ એક અનોખો પ્રયોગ હશે. અત્યાર સુધી એવું હતું કે, કપડાંમાં લાગેલા સેન્સરને ઊર્જા કેવી રીતે આપી શકાય. આઇઆઇટી કાનપુરે કરેલા એક સંશોધનમાંથી આ સમસ્યાનો ઉકેલ સામે આવ્યો છે.
આઇઆઇટી કાનપુરના પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીઓએ એક એવી લિથિયમ બેટરી બનાવી છે જે નાનકડી જગ્યામાં યોગ્ય માત્રામાં સેન્સરને ઊર્જા આપી શકે છે. કપડાંમાં લાગેલા સેન્સર અને બેટરીમાંથી તેમને મળતી ઊર્જાથી શરીરના જુદા જુદા ભાગનું ટેસ્ટિંગ પણ કરી શકાય છે.
સેન્સરમાંથી મળતી રિપોર્ટને ડોક્ટર પાસે પણ મોકલી શકાય છે. જેથી દર્દીની ચોક્કસ સ્થિતિ કે બીમારીનો અંદાજ લગાવી શકાય. કપડાંના સેન્સરમાં લાગેલી બેટરી કપડાં સિવાય સૈન્યના ઉપયોગમાં પણ લઈ શકાય છે. આ બેટરીની મદદથી પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, ઓટોમોબાઈલ, એરોસ્પેસ, પારવગ્રીડ અને સુરક્ષા માટેના ઉપકરણોને સરળતાથી ચલાવી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ