Connect with us

ગુજરાત

શિક્ષણમાં RTI કરી પૈસા પડાવવાનું કૌભાંડ; 300 એક્ટિવિસ્ટને સમન્સ

Published

on

  • RTI કરી સ્કૂલ સંચાલકો પાસેથી પૈસા પડાવતા મહેન્દ્ર પટેલના મોબાઇલમાંથી રાજ્યના 300 RTI એક્ટિવિસ્ટના નંબર મળ્યા; બળજબરીથી પૈસા પડાવ્યા હશે તો ગુનો નોંધાશે

રાજ્યભરમાં મહાનગરપાલિકા સરકારી કચેરી અને અન્ય જગ્યા પર છેલ્લા પાંચ વર્ષથી આર.ટી.આઈ કરવામાં આવી હતી એવા 300થી વધુ આરટીઆઇ કાર્યકર્તાઓને cid crime દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો. જેના કારણે રાજ્યભરમાં આરટીઆઇ કાર્યકર્તાઓમાં ફડફાટ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં શિક્ષણ જગતમાં કેન્દ્ર સરકારના સત્તાનો દૂર ઉપયોગ કરી આરટીઆઈ કરીને સંચાલકો પાસેથી પૈસા ખંખેરતા મહેન્દ્ર પટેલના મોબાઈલમાંથી મળી આવેલા ગુજરાત ભરના 300થી વધુ આરટીઆઇ કાર્યકર્તા વિરુદ્ધ હવે ભશમ ક્રાઈમ ગાંધીનગર સમન્સ મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેને લઇને રાજ્યમાં આરટીઆઇ કરતાં કાર્યકર્તાઓમાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર પ્રકરણ ભશમ ભશિળયના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડિયાન માર્ગદર્શન હેઠળ એસ જી અસફતવ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે
ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓને વિરુદ્ધ આર.ટી.આઈ કરીને સંચાલકો પાસે પૈસા પડાવવા બાબતની ગંભીર ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ વિભાગના મંત્રી અને સચિવ સુધી થઈ હતી જેની તપાસ આખરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભશમ ક્રાઈમને સોંપવામાં આવી હતી જેની અંદર શિક્ષણ જગતમાં પૈસા પડાવતા મહેન્દ્ર પટેલ આર.ટી.આઈ કરનાર કાર્યકર્તાને પોલીસે ઝડપી પાડ્યો તો અને તેના વિરોધમાં રાજ્યમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયા હતા.

જેની તપાસ ભશમ ભશિળયના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડિયાન નેતૃત્વમાં તપાસ શરૂૂ કરવામાં આવી હતી તપાસ કરનાર અધિકારી એસજી દેસાઈ એ સમગ્ર તપાસને અલગ અલગ એંગલથી તપાસ શરૂૂ કરી હતી જેની અંદર મહેન્દ્ર પટેલના મોબાઈલમાંથી ગુજરાત ભરમાં અલગ અલગ શહેર અને ગામડાઓની અંદર આર.ટી.આઈ કરનાર કાર્યકર્તાઓના મોબાઈલ નંબર મળી આવ્યા હતા. જેની અંદર મળેલા મોબાઈલ નંબરના આધારે રાજ્યભરમાં છેલ્લા પાંચ વર્ષથી આ આરટીઆઇ કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલી સમગ્ર તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે જેમાં આર.ટી.આઈ કરનાર કાર્યકર્તા પોતાના અંગત સ્વાર્થ અર્થે કેન્દ્ર સરકારના કાયદાનો દુરુપયોગ કરીને આરટીઆઈ ના નામ પર પૈસા ખંખેરતા હોવાને ફલિત થયું હતું જેના આધારે સીઆઈડી ક્રાઇમ એ તપાસ નો વિસ્તાર હવે સમગ્ર ગુજરાતમાં શરૂૂ કરી દીધો છે જેની અંદર રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ તેમજ આઠ જેટલી મહાનગરપાલિકાના કચેરીમાં આરટીઆઈ કરનાર કાર્યકર્તાઓને તપાસ અર્થે આઇપીસી 91 મુજબનો સમન્સ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

આ ઘટનાની જાણ અલગ અલગ શહેર અને ગામડાઓમાં રહેતા આરટીઆઇ કાર્યકર્તાઓને થતા જ ફડફાટ વ્યાપી ગયો છે આગામી દિવસોમાં cid crimeદ્વારા અલગ અલગ એંગલ પર તપાસ શરૂ કરતા જ રાજ્યભરમાં અધિકારીઓને ધમકાવનાર આરટીઆઇ કાર્યકર્તાઓ પર cid crimeમજબૂત સકજો ખેંચી રહી છે અને જો કોઈ આરટીઆઇ કરતાં દ્વારા પોતાના અંગત સ્વાર્થ અર્થે આરટીઆઇ કરી હોય અને આર્થિક વ્યવહારો થશે તેના વિરુદ્ધ ભશમ ક્રાઇમ દ્વારા બળબજરીથી પૈસા પડાવવાના ગુનો પણ નોંધવામાં આવશે તેવી માહિતી એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડિયાન એ જણાવ્યું હતું હાલમાં સમગ્ર તપાસ એસ જી દેસાઈ કરી રહ્યા છે.

 

ગુજરાત

ભાણવડમાં ધો.9ની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

Published

on

By

 

  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: દ્વારકામાં ભિક્ષુકનું મોત: ઓખામાંથી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.આ અંગેની જાણ મૃતકના પિતા રૂૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ટાટા-ટેસ્લાએ હાથ મિલાવ્યા: ધાલેરામાં સેમિક્ધડક્ટર બનાવાશે

Published

on

By

  • એલન મસ્કની ભારત મુલાકાત પહેલાં અગત્યની જાહેરાત,ગુજરાતમાંથી ચિપ બનાવી સમગ્ર વિશ્ર્વમાં મોકલશે

એલોન મસ્કની આગેવાની હેઠળના ટેસ્લાએ સેમિક્ધડક્ટર ચિપ્સ માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદા પર હસ્તાક્ષર કર્યા: અહેવાલએલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લાએ તેની વૈશ્વિક કામગીરી માટે સેમિક્ધડક્ટર ચિપ્સ મેળવવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદો કર્યો હોવાનું કહેવાય છે. આ પગલું સ્થાનિક આવક જનરેશન ઉપરાંત ભારતમાં ટેસ્લાના વધતા રસને દર્શાવે છે.

ETએ વિશિષ્ટપણે અહેવાલ આપ્યો હતો કે થોડા મહિનાઓ પહેલાં સમજદારીપૂર્વક અમલમાં મૂકાયેલો કરાર, ભારતમાં તેમની સેમિક્ધડક્ટર મૂલ્ય સાંકળના નિર્ણાયક સેગમેન્ટની સ્થાપના કરવા માંગતા ટોચના-સ્તરના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે ટાટા ઇલેક્ટ્રોનિક્સનું સ્થાન ધરાવે છે.

ટેસ્લા, એક અગ્રણી યુએસ-આધારિત ઇલેક્ટ્રિક વાહન કંપની, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઓટોમોટિવ માર્કેટ, ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. ઇલોન મસ્ક આ મહિને તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. મસ્ક ભારતમાં સંભવિત રોકાણોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેમાં ઊટ ઉત્પાદન સુવિધાઓ માટેની યોજનાઓ સામેલ છે. ટેસ્લા હાલમાં બજાર મૂલ્ય દ્વારા વિશ્વની સૌથી મોટી ઓટોમોટિવ કંપનીનું બિરુદ ધરાવે છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિક્ધડક્ટર એસોસિએશન  ના પ્રમુખ અશોક ચાંડકે નોંધ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને સબસિસ્ટમ્સ માટે સ્થાનિક સપ્લાયર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાના ટેસ્લાના પ્રયાસો તેની સપ્લાય ચેઈનને વૈવિધ્યીકરણ કરવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો કે, તેમણે ઓટોમોટિવ જેવા ઉદ્યોગોને ટેકો આપવા માટે સ્થાનિક સેમિક્ધડક્ટર સોર્સિંગ ઇકોસિસ્ટમમાં સુધારાની જરૂૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, જેને તેમની સપ્લાય ચેઇન્સમાં ઉચ્ચ મૂલ્ય વધારાની જરૂૂર છે.

ટેસ્લા ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે ભારતમાં અંદાજે 2-3 બિલિયનનું રોકાણ કરે તેવી ધારણા છે, જે દેશના પર્સનલ મોબિલિટી માર્કેટમાં ઊટતમાં વધી રહેલા રસને પ્રતિબિંબિત કરે છે.તાજેતરના પોલિસી એડજસ્ટમેન્ટે ઓટોમેકર્સને 35,000 ડોલર થી વધુ કિંમતની ઊટત આયાત કરવા માટે 15% ના ઘટાડેલા આયાત ડ્યુટી દરે સક્ષમ બનાવ્યા છે. જો કે, આ વિશેષાધિકાર ઓટોમેકર્સ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે ત્રણ વર્ષમાં 500 મિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. ટેસ્લા શરૂૂઆતમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોડલ્સને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે, જ્યારે એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિક ઉત્પાદન પર પણ વિચારણા કરશે.
ટાટા ઈલેક્ટ્રોનિકસે તાજેતરના મહિનાઓમાં 50-60 ઉચ્ચ-સ્તરના પ્રવાસીઓની ભરતી કરીને તેના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેનો ઉદ્દેશ સેમિક્ધડક્ટર ટેક્નોલોજી, વ્યૂહાત્મક આયોજન અને તેના વ્યવસાયિક કામગીરીને વધારવા માટે ડિઝાઇનમાં તેમની કુશળતાનો લાભ લેવાનો છે.

કોવિડ-19 રોગચાળાને પગલે, ટેસ્લાએ નિર્ણાયક ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ ભાગો માટે ચીનની બહાર તેના ઘટકોના સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કર્યું છે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં સારી રીતે સંકલિત સપ્લાય ચેઇન બનાવવા માટે વધુ વિસ્તરણની યોજના સાથે હોસુર (તામિલનાડુ), ધોલેરા (ગુજરાત) અને આસામમાં સેમિક્ધડક્ટર ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં તેના બિઝનેસ ઓપરેશન્સમાં 14 બિલિયનનું રોકાણ કર્યું છે.

Continue Reading

Trending