Breaking News
સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત, રાજકોટથી સીધી સંભવિત 10 ટ્રેન સપ્તાહમાં બે વખત મળશે
Published
2 months agoon

સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં 10 ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે.છેલ્લા ઘણા સમયથી યુપી, બિહાર પશ્ચિમ, બંગાળ વગેરે રાજ્યોના શ્રમિકોને રાજકોટ થી અમદાવાદ અને અમદાવાદથી અન્ય રાજ્યમાં જવા માટે ટ્રેન બદલવી પડતી હતી. પરંતુ હવે મુસાફરોની આ મુશ્કેલીઓનો ટૂંક સમયમાં અંત આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવા શ્રમિકોને રાજકોટ થી સીધી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે.
સૌરાષ્ટ્રને ટ્રેનોની ભેટ મળે તે માટે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ તેમજ દર્શનાબેન જરદોશ પાસે 12 ટ્રેનો માટે રજૂઆત કરી હતી અને તેઓએ હકારાત્મક અભિગમ દાખવતાં આ બાબત માટે સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે. જેમાંથી 10 ટ્રેનો ટૂંક સમયમાં સપ્તાહમાં બે વખત શરૂ કરવા માટે હરી ઝંડી મળે તેવી સંભાવના છે.
જે ટ્રેનો ચાલુ થવાની શક્યતાઓ છે તેમાં રાજકોટ થી નાગપુર, રાજકોટ થી કોલ્હાપુર, રાજકોટ થી કોલ્હાપુર-પટના, રાજકોટ થી પુના, રાજકોટ થી ચેન્નઈ, રાજકોટ થી નિઝામુદ્દીન, રાજકોટ થી વારાણસી, રાજકોટ થી યશવંતપુર, રાજકોટ થી કલકત્તા અને રાજકોટ થી પ્રયાગરાજ આ 10 ટ્રેનો સપ્તાહમાં બે વખત મળે તેવી શક્યતા છે.
You may like
-
સંપર્કથી સમર્થન; લોકસભામાં ભાજપ ફેરવશે બુલડોઝર: રૂપાણી
-
જગન્નાથજીની પૂજા સાથે સંપર્ક અભિયાનનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી
-
રાજકોટમાં આંગડિયા પેઢી મારફતે જાલીનોટ ઘુસાડવાનું ષડયંત્ર
-
દિવ્ય દરબારના ગેટ પાસે કોર્પોરેશનના કથિત અધિકારીએ પોલીસ પર કાર ચડાવી દીધી
-
બાલાજી મંદિરના વિવાદમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ
-
આજી-1 ડેમમાં કાલથી ઠલવાશે નર્મદાનીર
Breaking News
લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ વીમાકંપનીએ વળતર આપવું પડે
Published
18 hours agoon
June 2, 2023By
ગુજરાત મિરર
વીમાકંપની વળતરની રકમ દોષિત વાહન માલિક પાસે વસૂલી શકે: બોમ્બે હાઈકોર્ટ
અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિનું લાઇસન્સ એક્સ્પાયર થઈ ચૂક્યું હોય અથવા રિન્યૂ કરાયું ન હોય તો પણ તેના પરિવારને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી વીમા કંપની છટકી શકે નહીં એવી ટિપ્પણી બોમ્બે હાઇકોર્ટે કરી છે. હાઇકોર્ટના જણાવ્યા અનુસાર એક્સ્પાયર થઈ ચૂકેલું લાઇસન્સને લીધે વ્યક્તિ બિનકાર્યક્ષમ ડ્રાઇવર પુરવાર થતો નથી.
જસ્ટિસ એસ જી ડિગેની સિંગલ બેન્ચે એપ્રિલમાં વીમા કંપનીના વળતરને લગતો ચુકાદો આપ્યો હતો. જેની નકલ ગુરુવારે ઉપલબ્ધ બની હતી. કોર્ટે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શયોરન્સ કંપનીને નવેમ્બર 2011માં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, વીમા કંપની વળતરની રકમ અકસ્માત માટે દોષિત વાહનના માલિક પાસેથી વસૂલી શકે.
અકસ્માતમાં મૃત્યુ પામનારી મહિલાના પરિવારના સભ્યોએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં મોટર એક્સિડેન્ટ્સ ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા વીમા કંપનીને વળતરની ચુકવણીમાંથી મુક્તિ આપતા આદેશને પડકારવામાં આવ્યો હતો. જેનું મુખ્ય કારણ એ હતું કે, મૃત્યુ પામના મહિલાનું લાઇસન્સ એક્સ્પાયર થઈ ચૂક્યું હતું. ટ્રિબ્યુનલે ટ્રકના માલિકને વળતર ચૂકવવા જણાવ્યું હતું.
મૃત્યુ પામનાર મહિલા આશા બાવિસ્કર નવેમ્બર 2011માં પુણેના હડપ્સર જઈ રહી હતી. તે મોટરસાઇકલની પાછળની સીટ પર બેઠા હતા ત્યારે એક ટ્રક પૂરઝડપે મોટરસાઇકલને ટકરાઈ હતી. બાવિસ્કરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બેન્ચે ચુકાદામાં જણાવ્યું હતું કે, ઘટના વખતે મહિલા વીમો ધરાવર્તી હતી. એટલે તેને વળતર ચૂકવવાની વીમા કંપનીની જવાબદારી છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ગુનો કરનાર વાહનના ડ્રાઇવરનું લાઇસન્સ રિન્યૂ થયેલું ન હતું. એનો અર્થ એ નથી કે તે સ્કિલ્ડ ડ્રાઇવર ન હતો. નિયમ બહુ સ્પષ્ટ છે કે ગુનો કરનાર વાહનના ડ્રાઇવર પાસે અકસ્માત વખતે કાયદેસરનું લાઇસન્સ ન હોય તો પહેલાં વીમા કંપનીએ વળતરની રકમ ચૂક્વવી જરૂૂરી છે અને ત્યાર પછી એ રકમ વાહનના માલિક પાસેથી રિકવરી કરી શકાય.
Breaking News
સુખભરે દિન આયો રે: કોમર્સિયલ ગેસનો બાટલો 83 રૂા. સસ્તો થયો
Published
2 days agoon
June 1, 2023By
ગુજરાત મિરર
રાજકોટમાં નવો ભાવ 1766.50 રૂા.પ્રતિ સિલિન્ડર, જેટ-ફ્યુલના ભાવમાં પણ ઘટાડો થતાં હવાઇ મુસાફરી સસ્તી થવાનાં એંધાણ
જૂન મહિનો આજથી શરૂૂ થયો અને મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો. ઓઈલ કંપનીઓએ 1 જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી જાહેર થયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂૂપિયાનો ઘટાડો થયો છે. 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 1773 રૂૂપિયા રહેશે. પહેલા આ સિલિન્ડર 1856.50 રૂૂપિયામાં મળતો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી જેટ ફ્યૂલ (હવાઈ ઈંધણ)ના ભાવમાં પણ કાપ મૂકાયો છે. ભાવમાં લગભગ 6500 રૂૂપિયાનો ઘટાડો થયો છે. જેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા ભાવ આજથી એટલે કે 1 જૂનથી લાગૂ કરાયા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ જ 1103 રૂૂપિયા ચૂકવવા પડશે.
ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1856.50 રૂૂપિયાથી ઘટીને 1773 રૂૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂૂપિયા ભાવ હતો જે હવે 1875.50 રૂૂપિયા થઈ ગયો છે. આ પ્રકારે મુંબઈમાં પહેલા સિલિન્ડરનો ભાવ 1808.50 રૂૂપિયા હતો જે હવે ઘટીને 1725 રૂૂપિયા થયો છે. જ્યારે ચેન્નાઈમાં 2021.50 રૂૂપિયા હતો જે હવે 1937 રૂૂપિયામાં મળશે.
એલપીજી ઉપરાંત ઓઈલ કંપનીઓએ અઝઋ ની કિંમતમાં પણ ભારે ઘટાડો કર્યો છે. એક કિલોલીટરના ભાવ 6600 રૂૂપિયા સુધી ઘટાડ્યા છે. દિલ્હીમાં અઝઋ ની કિંમત પહેલા 95935.34 રૂૂપિયા હતી જે હવે ઘટીને 89,303.09 રૂૂપિયા થયું છે. મુંબઈમાં પહેલા ભાવ 89348.60 રૂૂપિયા પ્રતિ કિલોલીટર હતું જે હવે 83,413.96 રૂૂપિયા પ્રતિ કિલોલીટરના ભાવે મળશે. કોલકાતામાં આ ભાવ ઘટીને 95,963.95 રૂૂપિયા પ્રતિ કિલોલીટર થયો છે અને ચેન્નાઈમાં 93,041.33 રૂૂપિયા પ્રતિ કિલોલીટર થયો છે.
Breaking News
હવે કોંગ્રેસનું પણ જય બજરંગબલી, ખઙમાં દરેક બેઠક ઉપર કરશે સુંદરકાંડ
Published
2 days agoon
June 1, 2023By
ગુજરાત મિરર
કોંગ્રેસ કાર્યાલયમાં પણ દેખાયા ભગવા ઝંડા
કર્ણાટકમાં મેળવેલી જબરજસ્ત જીત પછી મધ્યપ્રદેશ કોંગ્રેસમાં પણ જોર આવી ગયું છે. પાર્ટી ખુલ્લેઆમ હિન્દુત્વની પીચ ઉપર બેટિંગ કરવાનો પ્લાન કરી રહી છે. શ્રીરામ અને બજરંગબલી જેવા ભાજપની ચૂંટણી જીતની ફોર્મ્યુલા મધ્ય પ્રદેશમાં પણ અપનાવી કોંગ્રેસ, રામલીલા (રામાયણ), સુંદરકાંડ અને ગીતાના પાઠ કરાવશે. ઘણાં સ્થળોએ તો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સુંદરકાંડના પાઠ કરવા શરૂૂ કરી જ દીધા છે. તેઓને આ પાઠ કરતા જોઈ ઘણાને તે લોકો ભાજપના સભ્યો હોવાની શંકા ઊભી થાય છે. હવે કોંગ્રેસ કાર્યાલયોમાં ભગવા ઝંડા પણ દેખાય છે.
કોંગ્રેસે મધ્યપ્રદેશમાં નારી સન્માન યોજનાનો શુભારંભ કર્યો છે. તેની નીચે મહીલાઓને દર મહીને 1500 રૂૂ. આપવાની સાથો સાથ 500 રૂૂપિયામાં ગેસ સીલીન્ડર આપવાની યોજના જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસના ધર્મ અને ઉત્સવ વિભાગનાં પ્રદેશ અધ્યક્ષા ઋચા ગોસ્વામી, ભાગવત કથાનું આયોજન કરી રહ્યાં છે અને ભગવાં કપડાંમાં કલશ યાત્રા કરાવી રહ્યાં છે. એવું મનાય છે કે કોંગ્રેસ કાર્યાલયોમાં હવે આવાં દ્રશ્યો વારંવાર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે એક સમયે સુંદર કાંડ, હનુમાન ચાલીશા, અને ભાગવત કથાઓ ભાજપની ધાર્મિક પીચ હતી. જેની ઉપર ફ્રન્ટ ફૂટ બેટિંગ કરી ભાજપે રાજ્યોથી શરૂૂ કરી કેન્દ્ર સુધી ચૂંટણીઓ જીતી હતી. કર્ણાટકમાં બજરંગ દળ પ્રતિબંધિત કરાવનારી કોંગ્રેસ સરકારને ભાજપે પૂરેપૂરી ઘેરી હતી. છતાં કોંગ્રેસને જબરજસ્ત જીત મળી. પરિણામે કોંગ્રેસ ઓફીસોએ પણ ભાજપનાં કોપીરાઇટ વાળાં જયશ્રી રામ અને જય બજરંગ બલીના નારા ગૂંજવા લાગ્યા.
હવે કોંગ્રેસ ધાર્મિક એકમ શરૂૂ કર્યું છે તેનાં આયોજનના કર્તા હતા. પ્રદેશ પ્રમુખ કમલનાથ છે. જો કે ભાજપ કોંગ્રેસના હિન્દુત્વ પ્રેમથી નારાજ છે. તેને તે કોંગ્રેસનો દંભ કહે છે. પરંતુ કોંગ્રેસ સમજી ગઈ છે કે ભાજપને હરાવવા તેની પીચ ઉપર જ રમવું અનિવાર્ય છે.
એડિટર ની ચોઈસ
દિવ્ય દરબારના ગેટ પાસે કોર્પોરેશનના કથિત અધિકારીએ પોલીસ પર કાર ચડાવી દીધી

બાલાજી મંદિરના વિવાદમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ

આજી-1 ડેમમાં કાલથી ઠલવાશે નર્મદાનીર

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
ગુજરાત

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી
સ્પોર્ટસ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી

માલ્યા, મોદી વિસાતમાં નહીં; 2600 નકલી કંપની, 15000 કરોડનું કૌભાંડ

ઈશ્ર્વરભાઈ ફરી ફેલ, 145 કિલો વાસી ઘૂઘરા-ચટણીનો નાશ
