Site icon Gujarat Mirror

સંઘ શક્તિ કલૌયુગે; રાષ્ટ્રપતિ, PMથી માંડીને મહત્ત્વના સ્થાને સ્વયંસેવકો

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ સંઘના, શતાબ્દી વર્ષ RSSનો સુવર્ણસમય, લાલકિલ્લા પરથી ઙખએ પણ નોંધ લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે 79મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) નો ઉલ્લેખ કર્યો તો રાજકીય પ્રેક્ષકોની સાથે ખુદ સંઘ સાથે જોડાયેલા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. હવે તેમણે 16 વર્ષની ઉંમરથી સંઘ સાથે જોડાનાર સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર બનાવી વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં મોટું ટ્રમ્પ કાર્ડ ચાલી દીધું છે.

રાધાકૃષ્ણનની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. સીપી રાધાકૃષ્ણનના ઉપરાષ્ટ્રપતિ બનવાથી એક અનોખો ઈતિહાસ બનશે. જ્યારે દેશના સર્વોચ્ચ પદો પર સંઘના સ્વયંસેવક બિરાજમાન હશે.પીએમ મોદી ભાજપમાં આવતા પહેલા સંઘમાં હતા. પછી તેમણે ભાજપ સંગઠનમાં કામ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી. પીએમ તરીકેના તેમના ત્રીજા કાર્યકાળમાં પીએમ મોદી જે ભૂમિકામાં જોવા મળે છે તે દર્શાવે છે કે તેઓ સંઘને ગુરુ દક્ષિણા સમર્પિત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બધા સંઘ પરિવારમાંથી આવ્યા છે. એટલું જ નહીં, નીતિન ગડકરી પણ સંઘમાંથી આવે છે. હવે જ્યારે સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર બેસશે, ત્યારે તેઓ આ પદ પર પહોંચનારા સંઘના બીજા વ્યક્તિ બનશે. આ પહેલા વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સંભાળી ચૂક્યા છે. નાયડુ પહેલા ભૈરોન સિંહ શેખાવત પણ ઉપરાષ્ટ્રપતિ હતા પરંતુ તેઓ સીધા ભારતીય જનસંઘમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, સંઘ તેના શતાબ્દી વર્ષમાં ટોચ પર હશે. સ્વાભાવિક છે કે, નાગપુરમાં સંઘના 100 વર્ષની ઉજવણીના પ્રસંગે આ ક્ષણ અનોખી હશે.

Exit mobile version