બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું બ્રેકઅપ થઈ ગયું હોવાના અહેવાલ છે. થોડા દિવસો પહેલા જ, તેમના અફેરના સમાચાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા અને હવે આ અપડેટથી નેટીઝન્સને આઘાત લાગ્યો છે. તાજેતરના અઠવાડિયામાં આ સ્ટાર્સ અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. સિદ્ધાંતનું નામ અગાઉ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે જોડાયું હતું. સિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરના સંબંધોની ચર્ચા થોડા દિવસ પહેલા જ સામે આવી હતી, પરંતુ હાલમાં એવી અફવાઓ છે કે બંને હવે અલગ થઈ ગયા છે.
થોડા દિવસ પહેલા સુધી બંનેને ઘણી વખત સાથે જોવા મળ્યું હતું. એવી માહિતી મળી હતી કે તેમનો સંબંધ આગળ વધી રહ્યો છે અને બંનેએ એકબીજાને તેમના પરિવારજનો સાથે પણ મળાવ્યો હતો. જોકે, હવે એવું લાગે છે કે આ સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં. સિદ્ધાંતે પોતે આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બંનેના પરિવારજનોને મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાહકો માટે આ સમાચાર આશ્ચર્યજનક છે – એમના સંબંધનો અંત એ રીતે આવી જશે, એ કોઈએ વિચાર્યું પણ ન હતું. નોંધનીય છે કે સિદ્ધાંત અને સારાએ હજુ સુધી આ અંગે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. સિદ્ધાંત સાથેના સંબંધોથી પહેલા, સારાનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયું હતું. તેમના લિંકઅપના સમાચાર લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. જોકે, શુભમનના આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે તે કોઈને ડેટ નથી કરતો અને તેની સંપૂર્ણ એકાગ્રતા તેના ક્રિકેટ કરિયર પર છે.

