Site icon Gujarat Mirror

ઈંધણની અછતની અફવા ભડકી, પેટ્રોલ પંપો ઉપર લાગી લાઈનો

અમુક લોકો બેરલ-કેરબા લઈને પહોંચતાં અફરાતફરીનો માહોલ, પેટ્રોલ-ડિઝલના વેચાણમાં બેથી ત્રણ ગણો વધારો

ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવા ફેલાવતા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડિઝલ ખરીદવા વાહન ચાલકોની લાઈનો લાગી છે. કેટલાક લોકો ઈંધણનો સંગ્રહ કરવા કેરબા લઈને પેટ્રોલ પંપો ઉપર પહોંચી રહ્યાં છે જેના કારણે અફવા વધુ બળવતર બની રહી છે. પેટ્રોલ પંપો ઉપર પણ છેલ્લા બે ત્રણ દિવસથી પેટ્રોલ-ડિઝલનું વેંચાણ બે થી ત્રણ ગણુ વધી ગયું છે.

અમરેલી
ઇરાક-ઇઝરાયેલ યુદ્ધની ભીતિ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી. સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ-ડીઝલ ભરાવવા પહોંચ્યા હતા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા હતા, જેના કારણે અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી હતી.

સાવરકુંડલા શહેરમાં ડીઝલ-પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થયો હતો. પરિણામે, પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું. ખેડૂતો પોતાના નાના-મોટા મશીનો માટે બેરલ અને કેન ભરાવવા વાહનો સાથે ઉમટી પડતા ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

જૂનાગઢ
જૂનાગઢ જીલ્લામાં હાલમાં પેટ્રોલ – ડીઝલની કોઈ અછત નથી અને પુરતો પુરવઠો રેગ્યુલર ઉપલબ્ધ છે તેમ છતાં કોઈ અફવાઓથી પેરીત બની અસંખ્ય લોકો કેશોદમાં ગતરાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અફવથી પેરાઈ ને પોતાના વાહનો લઇને પેટ્રોલ અને ડીઝલ પુરવા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી હતી ત્યારે આ સમગ્ર મામલે અમારા રિપોર્ટર પ્રકાશ દવે એ મામલતદાર શ્રી સંદિપભાઈ મહેતાના ટેલીફોનીક વાતચીત કરી હતી ત્યારે મામલતદારએ જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલ કે ડીઝલ કોઈ ની તંગી નથી અને પુરતા પ્રમાણમાં રેગ્યુલર સ્ટ્રોક અને પુરવઠો ની આવક છે ત્યારે લોકો એ આવી અફવામાં આવવું નહિ તેમ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર બેરલોમાં કે કેરબા માં પેટ્રોલ આપવું તે પણ ગુનો બને છે અને તે રિતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ આપી ન શકાય પરંતુ કેશોદમાં ગયકાલે આ રિતે પેટ્રોલ પંપ વાળાઓ પેટ્રોલ અને ડીઝલ કેરબામાં અને બેરલોમાં બે રોક ટોક વેંચાણ કરતાં જોવા મળ્યા હતા ત્યારે આવા પેટ્રોલ પંપવાળાઓ સામે પુરવઠા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કેમ? તેવી ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે.

વડિયા
વડિયામાં યુદ્ધના કારણે ડીઝલની અછત સર્જાવાની સંભવનાઓને લઇ પેટ્રોલપંપો પર ખેડૂતો ની લાંબી કતારો લાગી હતી. ખેડૂતો ટ્રેક્ટર મા બેરલો લઈને ડીઝલ ખરીદવા લાઈનો લગાડી હતી. ઈરાન સાથે ઈઝરાઈલ, અમેરિકા ના ચાલતા યુદ્ધના કારણે ખનીજ તેલની અછત સર્જાવાની અને ભાવ વધારો થવાની ભીતિના કારણે ગામડાના પેટ્રોલ પર જોવા મળી રહી છે લાંબી લાઈનો લાગી હતી.

ગામડામાં હાલ ચણા, ઘઉં, ધાણા ની મૌસમ ચાલી રહી હોય ડીઝલની ખુબ જરૂૂરિયાત હોવાથી અછત સર્જાય તેવી શક્યતા થી ખેડૂતો લગાવી રહ્યા છે લાઈનો ખેડૂતો ટ્રેક્ટર મા બેરલ લઈને ડિઝલ નો સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે. ડીઝલનો ટેન્કર આવતાની સાથે ગણતરીની કલાકોમાં ખાલી થઈ રહ્યાં છે. હાલ અમરેલી ના વડિયાના ગોવર્ધન પેટ્રોલ પમ્પ પર રોડ સુધી લાઈનો લગતી જોવા મળી રહી છે. ખેડૂતો ટ્રેક્ટર મા બેરલો લઈને સ્ટોક માટે ડીઝલ ભરાવી રહ્યાં છે. વડિયા ના બંને પેટ્રોલ પમ્પ ભારત પેટ્રોલિયમ શિવાજી ચોક વડિયા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ અમરેલી રોડ વડિયા ના દ્રષ્યો ફફા જોઈ રહ્યા છે. ડીઝલની અછત ની કોઈ સ્થિતિ સર્જાશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ યુદ્ધ ની સ્થિતિ મા ડીઝલની અછત અને ભાવ વધવાની શક્યતા એ વડિયાના બંને પમ્પ પર લાંબી લાઈનો લાગતી જોવા મળી રહી છે.

Exit mobile version