સંસદના બજેટ સેશન 2026ના બીજા તબક્કામાં (9 માર્ચથી શરૂૂ) તીવ્ર હંગામો જોવા મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષી ગઠબંધન દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેની ચર્ચા આજે શરૂૂ થઈ ગઈ છે. 118 સાંસદોના હસ્તાક્ષર સાથે આ પ્રસ્તાવ કોંગ્રેસના નેતૃત્વમાં લાવવામાં આવ્યો છે, જેમાં બિરલા પર પક્ષપાતી વર્તન અને વિપક્ષને બોલવાની તક ન આપવાના આરોપ છે.
વિપક્ષે મુખ્ય માંગ કરી છે કે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર વિગતવાર ચર્ચા થાય, કારણ કે ગલ્ફ દેશોમાં ફસાયેલા લાખો ભારતીયોની સુરક્ષા અને તેલ-ગેસ પુરવઠા પર અસર થઈ રહી છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે અને તેમને કોઈપણ રીતે ભારત પરત આવવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ વિપક્ષે આને અપૂરતું ગણાવીને સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ તમામ વિવાદો વચ્ચે બજેટ સેશનનું કામ અટકી રહ્યું છે, જેમાં ઈરાન યુદ્ધની અસરો (જેમ કે રાંચીમાં કઙૠ-પેટ્રોલની લાંબી કતારો) અને દેશની આર્થિક-વિદેશ નીતિ પર ગંભીર ચર્ચા થવાની અપેક્ષા છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સરકારે ઈરાન યુદ્ધ પર પોતાનો રુખ સ્પષ્ટ કરવો જોઈએ અને અમેરિકાના દબાણ હેઠળ તેલ ખરીદીના નિર્ણયો પર પણ ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસ નેતા નાસિર હુસૈને આરોપ લગાવ્યો કે સરકારની વિદેશ નીતિ અમેરિકાના દબાણમાં વિચલિત થઈ ગઈ છે અને પહેલી વખત કોઈ રાષ્ટ્રીય નેતાની હત્યા પર શોક સંદેશો મોકલવામાં આવ્યો નથી.
મુખ્ય ચૂંટણી કમિશનર સામે પણ વિપક્ષનો અવિશ્ર્વાસ પ્રસ્તાવ
આ ઉપરાંત, વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ગયાનેશ કુમાર વિરુદ્ધ પણ અવિશ્વાસ પ્રસ્તાવ અથવા ઇમ્પીચમેન્ટ મોશન લાવવાની તૈયારી કરી છે, જેમાં વોટર રોલ્સના સુધારા (SIR) અને અન્ય મુદ્દાઓ પર આરોપ છે. TMC આમાં આગળ છે તેવું જણાવાય છે. લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના પ્રસ્તાવ પર ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપી શકે છે. વિપક્ષી સાંસદોએ બહાર પણ પ્રદર્શન કર્યું છે અને ગૃહમાં બોલવાની પૂરતી તક ન મળવાનો આરોપ લગાવ્યો છે. સેશનમાં હંગામાને કારણે કામકાજ અટકી ગયું છે અને આજે બપોરે સુધી માટે સ્થગિત કરવામાં આવ્યું છે.

