Site icon Gujarat Mirror

અંજારના મેઘપર બોરીચીમાં એસ્ટેટ બ્રોકરના મકાનમાં 16.39 લાખની ચોરી

અંજારના મેઘપર બોરીચી સીમમાં આવેલી સોસાયટીઓમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ જાણે સામાન્ય બની છે.

ગત અઠવાડિયામાં સ્ત્રી વેશમાં આવેલા આરોપીએ મહિલાની આંખમાં મરચું છાંટી લૂંટને અંજામ આપી હોવાની ઘટના બાદ કલ્યાણ રેસિડેન્સીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂૂ.11 લાખ રોકડા અને રૂૂ.5.39 લાખના દાગીના સહિત કુલ રૂૂ.16.39 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના અંજાર પોલીસ ચોપડે નોંધાઇ છે.

મેઘપર (બો) ની કલ્યાણ રેસિડેન્સીમાં રહેતા અને જમીન લે-વેંચ તથા લેબર કોન્ટ્રાટક્ટરનું કામ કરતા ચિરાગકુમાર ડાહ્યાભાઇ બારોટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.2/1 ના બપોરે ત્રણ વાગ્યે તેઓ ઘરને લોક કરી પરિવાર સાથે કલોલ રિસોર્ટ બનાવવાનું કામ હોઇ નિકળી ગયા હતા. તા.5/12 ના તેમના પડોશી નયનાબા રાણાએ ફોન કરી તેમને જાણ કરી હતી કે, તમારા ઘરના તાળા તૂટ્યા છે.

આ જાણ થતાં તેુઓ ઘરે પહોંચ્યા હતા અને જોયું તો દરવાજાનો ઇન્ટર લોક તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ કબાટમાં રાખેલી રૂૂ.11,00,000 રોકડ તેમજ રૂૂ.5,39,500 ની કિંમતના સોનાનો નેકલેસ, સોનાનું મંગળસૂત્ર, સોનાની બે ચેઇન, સોનાની ચાર બંગડી, સોનાના બે પાટલા, સોનાની બુટ્ટીની એક જોડી, સોનાની 7 વીંટી, ચાંદીની બે લગડી, ચાંદીનો એક ગ્લાસ સહિતના દાગીના મળી કુલ રૂૂ.16,39,500 ની માલમત્તા ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પીઆઇ એ.આર.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version