Connect with us

Sports

રોહિત શર્માના રેકોર્ડની વણઝાર સાથે અફઘાનિસ્તાન સામે ભારતની ધમાકેદાર જીત

Published

on

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી, સૌથી ઝડપી અડધી સદી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર સહિતના રેકોર્ડ રોહિતના નામે, ભારતીય ટીમ ફુલ ફોર્મમાં

ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપની શરૂૂઆત ખૂબ જ સારી રહી છે. ઓસ્ટ્રેલિયા પછી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનની ટીમને પણ હરાવી છે. મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાન ટીમે 272 રન બનાવ્યા હતા. 273 રનના મળેલા લક્ષ્યને ટીમ ઈન્ડિયાએ આસાનીથી હાંસિલ કર્યો હતો.

વર્લ્ડ કપ 2023 ની દસમી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપમાં બેક ટુ બેક મેચ જીતી લીધી છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદારની ઇનિંગ રમી છે. રોહિતે માત્ર 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ પણ શાનદાર ઇનિંગ રમી છે. ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી છે. જ્યારે અફઘાનિસ્તાન બંને મેચમાં હારી ગયું છે. રોહિતે આ મેચમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 88 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 80 રનની અડધી સદી ફટકારી હતી. હશમતુલ્લા ઓમરઝાઈએ 69 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. અઝમતુલ્લાહ અને હશમતુલ્લાએ 121 (128) રન ઉમેર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 273 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 84 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે આ સદી 63 બોલમાં ફટકારી હતી. વિરાટ કોહલીએ 56 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 55 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. જ્યારે ઈશાન કિશને 47 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઈનિંગ રમી હતી. રોહિતે તેની સાથે પ્રથમ વિકેટ માટે 156 (112) રનની શાનદાર ભાગીદારી કરી હતી. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેણે અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી વર્લ્ડ કપ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ઓપનિંગ કરતા તેણે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ઘઉઈં વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી હતી. રોહિત શર્માએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા અને તેણે માત્ર 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તેના થોડા સમય બાદ રોહિત શર્માએ એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

રોહિત શર્માના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર છે. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 554 સિક્સર ફટકારી છે, ક્રિસ ગેલના 553 રનના વર્લ્ડ રેકોર્ડને તેણે પાછળ છોડી દીધો છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામે હતો. સચિને વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી છે, જ્યારે રોહિતની આ સાતમી વર્લ્ડ કપ સદી છે. આ સિવાય ઓપનર તરીકે રોહિત શર્માની આ 29મી સદી છે. આ મામલે તેણે શ્રીલંકાના સનથ જયસૂર્યાને પાછળ છોડીને બીજા નંબર પર આવી ગયો છે. પ્રથમ ક્રમે સચિને ઓપનિંગ બેટ્સમેન તરીકે 49 સદી ફટકારી છે.

રોહિત શર્માએ 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે વિશ્વ કપમાં કોઈપણ ભારતીય બેટ્સમેનની સૌથી ઝડપી સદી છે. રોહિત શર્મા હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, આ તેની વર્લ્ડ કપમાં સાતમી સદી છે.

કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે રમતા પોતાની 31મી ઘઉઈં સદી પૂરી કરી છે અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે 30 ઘઉઈં સદી ફટકારી છે. આ યાદીમાં સચિન તેંડુલકર (49) પ્રથમ સ્થાને અને વિરાટ કોહલી (47) બીજા સ્થાને છે.

 

વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારવી સ્પેશિયલ ફીલિંગ: રોહિત શર્મા

રોહિતે કહ્યું કે, વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારવી એક બહુ જ સ્પેશિયલ ફીલિંગ છે. હું બહુ જ ખુશ છું, જો કે વધુ વિચારવા માગતો નથી. હું મારો ફોકસ ગુમાવવા માગતો નથી. અમુક શોટ્સ હું પહેલેથી વિચારી લઉં છું. ક્યારેક ગટ ફીલિંગ સાથે આગળ વધુ છું. રનચેઝમાં ટીમને સારી શરૂઆત મળે એ સુનિશ્ચિત કરવું મારુ કામ છે. મેં ભૂતકાળમાં આવું કર્યું છે અને આગળ પણ કરતો રહેવાં માગું છું. મેચ વિશે વાત કરતાં રોહિત શર્માએ કહ્યું કે, અમે આ મેચ સારી રીતે જીત્યા છીએ. આ પ્રકારની લય મેળવવી બહુ જરૂરી છે. ક્યારેક વિરોધી ટીમ તમને દબાણમાં નાખશે. તે દબાણનો સામનો કરીને સારી પોઝિશનમાં આવું મહત્ત્વનું છે. અમારી પાસે દરેક પરિસ્થિતિ માટે પ્લેયર છે. એવા પણ બેટ્સમેન છે, જે ફીયરલેસ ક્રિકેટ રમતા જાણે છે. જ્યારે તમારી પાસે ઓલરાઉન્ડ પ્લેયર્સ હોય, તો બધું મેનેજ થઈ જાય છે.

 

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
7 – રોહિત શર્મા
6 -સચિન તેંડુલકર
5 – રિકી પોન્ટિંગ
5 – કુમાર સંગાકારા

સૌથી વધુ ODI સદી ફટકારનાર બેટ્સમેન
49 – સચિન તેંડુલકર
47 – વિરાટ કોહલી
31 – રોહિત શર્મા
30 – રિકી પોન્ટિંગ
28 – સનથ જ્યસૂર્યા

ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ ઘઉઈં સદી
45 – સચિન તેંડુલકર
29 – રોહિત શર્મા
28 – સનથ જયસૂર્યા
27 – હાશિમ અમલા
25 – ક્રિસ ગેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર
વિશ્વ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન (ઓછા બોલમાં)
49 – એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) VS શ્રીલંકા, દિલ્હી, 2023
50 – કેવિન ઓથબ્રાયન (આયર્લેન્ડ) VS ઈંગ્લેન્ડ, બેંગ્લોર, 2011
51 – ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) VS શ્રીલંકા, સિડની, 2015
52 – એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા) VS  વેસ્ટ ઈન્ડિઝ, સિડની, 2015
57 – ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) VS અફઘાનિસ્તાન, માન્ચેસ્ટર, 2019
63 – રોહિત શર્મા VS અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

 

ભારત માટે સૌથી ઝડપી ODI સદી ફટકારનાર બેટ્સમેન (ઓછા બોલમાં)
52 – વિરાટ કોહલી VS ઓસ્ટ્રેલિયા, જયપુર, 2013
60 – વિરેન્દ્ર સેહવાગ VS ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2009
61 – વિરાટ કોહલી VS ઓસ્ટ્રેલિયા, નાગપુર, 2013
62 – મોહમ્મદ અઝહરુદ્દીન VS ન્યુઝીલેન્ડ, બરોડા, 1988
63 – રોહિત શર્મા VS અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

 

ખેલમાં ખેલદિલી, વિરાટ કોહલી-નવિન ઉલહક ગળે મળ્યા

 

ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને અફઘાન ફાસ્ટ બોલર નવીન ઉલ હક વચ્ચે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. વાસ્તવમાં, ઈંઙક દરમિયાન બંને ખેલાડીઓની ટક્કર થઈ હતી, પરંતુ આજે બંને ખેલાડીઓ જે રીતે મળ્યા તેના પર ફેન્સ વિશ્વાસ કરી શક્યા નહીં.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો વિરાટ-વિરાટની બૂમો પાડી રહ્યા હતા. આ દરમિયાન નવીન ઉલ હક વિરાટ કોહલી પાસે ગયો. જે બાદ વિરાટ કોહલીએ નવીન ઉલ હકને ગળે લગાવ્યો હતો. આ પછી બંને ખેલાડીઓએ એકબીજાને પ્રોત્સાહિત કર્યા. તેમજ બંને ખેલાડીઓના ચહેરા પર સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
વિરાટ કોહલી ઈંઙક 2023માં છઈઇનો ભાગ હતો. જ્યારે નવીન ઉલ હક લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો હતો. આ મેચ બાદ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ભારત-અફઘાનિસ્તાન મેચ પછી પણ વિરાટ કોહલી અને નવીન ઉલ હક મળ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓ વાત કરતા જોવા મળ્યા હતા.

Sports

ખેલ મહાકુંભમાં 66 લાખ રજિસ્ટ્રેશન, નેશનલ ગેમ્સમાં ફક્ત 8 ગોલ્ડ

Published

on

2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ ખેલ મહાકુંભ રમતોત્સવને બહોળો પ્રતિભાવ મળ્યો છે. ગુજરાતના યુવાઓ માટે રમત ગમતના ક્ષેત્રમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કારકીર્દી બનાવવાની ઉજવી તકો પ્રાપ્ત થઇ છે અને હજારોની સંખ્યામાં યુવાનો રમત ગમતને કારકીર્દીનુ માધ્યમ બનાવવા માટે સ્વપ્નો સેવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલ નેેશનલ ગેમ્સમાં ગુજરાતનું કંગાળ પરિણામ સરકારી પોલીસીની અરસકારકતા અંગે પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે.
ગોવામાં 26 ઓકટોબર 2023 થી 9 નવેમ્બર 2023 દરમિયાન યોજાયેલ. 37માં રાષ્ટ્રીય રમત મહોત્સ્વમાં ગુજરાતને ફાળે માંડ 31 મેડલ મળ્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલ, 2 સીલ્વર મેડલ અને 21 કાંસ્ય મેડલનો સમાવેશ થાય છે. 31 મેડલ સાથે ગુજરાતને 20 રાજયો અને સર્વિસ કેટેગરીમાંથી છેક 17મો ક્રમાંક મળ્યો છે.
આ વર્ષે ખેલ મહાકુંભમાં 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે જેમાં 41 લાખથી વધુ પુરૂષો અને 25 લાખથી વધુ સ્ત્રીઓ છે. આટલી બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન થાય છે અને ખેલાડીઓની પ્રતિભાઓ બહાર લાવીને રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરવા માટે બનેલી પોલીસીમાં સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી, ખેલમંત્રી સહીતનાઓ ઉણા ઉતરી રહ્યા હોવાનું જણાઇ આવે છે.
ગયા વર્ષે 36માં નેશનલ ગેમ્સનું યજમાનીનું સ્થળ ગુજરાત જ હતું. જેમાં ગુજરાતનું પ્રદર્શન ઘણું ઉત્કૃષ્ટ કક્ષાનું રહ્યું છે. ગુજરાતના રમતવિરોના ભાગે 13 ગોલ્ડ, 15 સિલ્વર, 21 બ્રોન્જ મેડલ સાથે 49 મેડલ મળ્યા હતા. પંતુ આ વર્ષે ફકત 31 મેડલ મળતા ગુજરાતના સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2017માં ગુજરાત ખેલ મહાકુંભ મોડેલ પરથી ભારતભરમાં કુશળ રમતવિરો તૈયાર કરવા ખેલો ઇન્ડીયા કાર્યક્રમ પણ લોન્ચ કરાયો છે. જેના અંતર્ગત સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રમત ગમત માટે વૈશ્વીક તકો પુરી પાડવામાં આવે છે પરંતુ ગુજરાતના નેશનલ ગેમ્સમાં કથળી ગયેલા પ્રદર્શને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે.

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા પ્રિ-કોચિંગ માટે માંડ 1.95 કરોડની ફાળવણી

ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતુ કરવા માટે આ વખતે 337 રમતવિરો ગોવાના મેદાનમાં ઉતર્યા હતા. આ ખેલાડીઓને પ્રિ-કોચીંગ આપવા માટે નેશનલ લેવલના કોચ જોઇએ જે સઘન ટ્રેનીંગ દ્વારા ખેલાડીઓને તૈયાર કરે છે તેના માટે સરકારના બજેટમાં માંડ 1.95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે સવાલ એ થાય કે ખેલ મહાકુંભના કરોડોના બજેટ સામે જયારે ગુજરાતનું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિનિધીત્વ કરતા ખેલાડીઓને તૈયાર કરવામાં સાવ ઓછા બજેટની ફાળવણી કરવામાં આવે છે.

Continue Reading

india

ICCએ પુરુષ અને મહિલા ઝ-20 વર્લ્ડ કપ માટે જાહેર કર્યો નવો લોગો

Published

on

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ આવતા વર્ષના પુરૂૂષ અને મહિલા ક્રિકેટ ઝ20 વર્લ્ડ કપ માટે નવો લોગો જાહેર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે, બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ ઝ20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, જોકે તેની તારીખો અને શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. હવે કદાચ ઈંઈઈ એ ઝ20 વર્લ્ડ કપનો નવો લોગો જાહેર કરીને પુરૂષ અને મહિલા ક્રિકેટની આ બે મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ICC અનુસાર, નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ઝડપથી બદલાતી ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોમાં આવતા વર્ષે વર્લ્ડ કપની યજમાની કરી રહેલા યજમાન રાષ્ટ્ર દ્વારા પ્રેરિત ટેક્સચર અને પેટર્ન દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તે ઝ20 ક્રિકેટમાં સતત ઊર્જાને પણ પ્રતિબિંબિત કરે છે. ઈંઈઈ એ વધુમાં કહ્યું, લોગો બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે ઝ20 ક્રિકેટના મુખ્ય તત્વોનું પણ પ્રતીક છે.

Continue Reading

india

રોજર બિન્ની વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીના અધ્યક્ષ નિયુક્ત

Published

on

દેશમાં મહિલા ક્રિકેટ લીગના વિકાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ગુરુવારે વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. આઠ સભ્યો ધરાવતી કમિટીના અધ્યક્ષ પદે બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીને નિયુક્ત કરાયા છે. જ્યારે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તેમના ક્ધવીનર રહેશે.
ડબલ્યુપીએલ કમિટીમાં આઈપીએલરના ચેરપર્સન અરુણ ધુમલ, બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલાર, બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સાઈકિયા, મધુમતિ લેલે અને પ્રભતેજ ભાટિયાનો સમાવેશ થાય છે.
આ કમિટી હિસ્સેદારો, ખેલાડીઓ અને દર્શકો સાથે સહયોગ દ્વારા ડબલ્યુપીએલ માટે સ્પર્ધાત્મક વાતાવરણ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે 9 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ડબલ્યુપીએલ 2024 માટે ખેલાડીઓનું ઓક્શન યોજાશે. હરાજી દરમિયાન જ ડબલ્યુપીએલની બીજી સિઝનનો તારીખ અને સ્થળ સહિતનો વિસ્તૃત કાર્યક્રમ પણ નક્કી કરી તેની જાહેરાત થવાની શક્યતા છે.

Continue Reading

Trending