Connect with us

ક્રાઇમ

મહુવાનાં રાજવદર ગામે LIC એજન્ટને રસ્તામાં આંતરી જુગારમાં જીતેલા રૂા.2.70 લાખની લૂંટ : 3 શખ્સ સામે ગુનો

Published

on

ગળથર નજીક કારમાં આવેલા બે શખ્સ એજન્ટને આંતરી, રૂપિયા લૂંટી નાસી છૂટયા

ભાવનગર જિલ્લા ના મહુવામાં રહેતા એલ.આઈ.સી.એજન્ટને રાજાવદર ગામે જુગાર રમવા માટે બોલાવી જુગારમાં મોટી રકમ જીત્યા બાદ ઘરે પરત જઈ રહેલા એલ.આઈ.સી.એજન્ટને ગળથર ગામ નજીક આંતરી કારમાં આવેલા બે શખ્સે રૂૂ.2.70 લાખ રોકડાની લૂંટ કરી મોબાઈલ ફોન,પાકીટ અને બાઇકની ચાવી ઝૂંટવી લઈને રસ્તંમાં ફેંકી દઈ ફરાર થઈ જતા પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ડેગવડા ગામના વતની અને મહુવામાં આવેલ સૈતાનગર પ્લોટ નં.09 માં રહેતા એલ.આઈ..સી.એજન્ટ ભરતકુમાર લક્ષ્મીશંકર જાની છેલ્લા બે વર્ષથી રાજાવદર ગામના વાઘાભાઈ પાંચાભાઈ લાફકા ( ભરવાડ ) ને ઓળખતા હોવાથી અગાઉ તેમના ઘરે જુગાર રમવા માટે જતા હતા.છેલ્લા બે દિવસથી વાઘાભાઈ તેમને અવારનવાર ફોન કરી જુગાર રમવા માટે બોલલાવતા હોવાથી ગઈ કાલે ભરતભાઈ રૂૂ.1,40,000/- રોકડા લઈને વાઘાભાઈના ઘરે જુગાર રમવા માટે રાજાવદર ગયા હતા.વાઘાભાઈના ઘરે બંને જુગાર રમતા ભરતભાઈ રૂૂ.1,30,000/- જીત્યા હતા.જુગાર રમ્યા બાદ ભરતભાઈ ઘરે જવા માટે નીકળતા હર ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં બે વ્યક્તિ આવ્યા હતા.વાઘાભાઈએ બન્નેની ઓળખાણ કરાવી બન્ને તેમના મિત્રો લાલાભાઈ હકાભાઈ મેર રહે.કાળાતળાવ,ભાવનગર અને પકો સિંધી રહે.ભાવનગર હોવાનું જણાવ્યું હતું.

ભરતભાઈ તેમનું મોટરસાઇકલ લઈને નીકળ્યા બાદ પાછળથી સ્કોર્પિયો કારમાં આવેલા લાલા મેર અને પકો સિંધીએ ગળથર ગામ નજીક કાર આગળ કરી ભરતભાઈને આંતરી છરી બતાવી હાથની આંગળીના ભાગે છરી વડે ઘસરકો કરી રૂૂ.2,70,000/- રોકડાની લૂંટ કરી હતી અને ભરતભાઈનો મોબાઈલ ફોન,પાકીટ અને બાઇકની ચાવી ઝૂંટવી કારમાં ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ ત્યાંથી પસાર થતા બાઈક ચાલકની મદદથી તેઓ રાજાવદર વાઘાભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમને વાત કરી હતી.વાઘાભાઈ તેમને ફરિયાદ નોંધાવવા પ્રથમ ખૂટવડા અને ત્યાર બાદ બગદાણા લઈ ગયા હતા ત્યારે રસ્તામાં જી.ઇ.બી.ના કર્મચારીએ તેમને મળેલ મોબાઈલ ફોન અને પાકીટ પરત આપ્યા હતા.
બગદાણા પોલીસ સ્ટેશન ખાતે વાઘાભાઈ ભરવાડે લૂંટનું કાવતરું તેમણે રચ્યું હોવાનું જણાવતા ભરતભાઈ જાનીએ વાઘાભાઈ પાંચાભાઈ લાફકા ( રહે.રાજાવદર, તા.મહુવા ) લાલા હકાભાઈ મેર (રહે.કાળાતળાવ,તા.ભાવનગર ) અને પકો સિંધી ( રહે.ભાવનગર ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારમાં ભરતભાઈ વારંવાર રકમ જીતી જતા લૂંટનો પ્લાન ઘડ્યો

લૂંટનો ભોગ બનેલા ભરતભાઈ જાની વાઘાભાઈ સાથે બગદાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે વાઘાભાઈ ભરવાડે કબૂલાત કરી હતી કે,નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની પાછળ જય ઠાકર લખેલું છે તે કારમાં લાલાભાઈ અને પકો સિંધીને તેમણે જ લૂંટના કામ માટે બોલાવ્યા હતા.ભરતભાઈ અવારનવાર જુગારમાં જીતી જતા હોવાથી વાઘાભાઈએ જ તેમને ફોન કરીને રૂૂ.પાંચ લાખ લઈને જુગાર રમવા બોલાવ્યા હતા અને લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

 

ક્રાઇમ

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ દુર્ઘટનાની તસવીરો સામે આવી

Published

on

By

Continue Reading

ક્રાઇમ

નાનામવા રોડ ઉપર જ્વેલર્સની દુકાનમાં લૂંટ

Published

on

By

બેથી ત્રણ અજાણ્યા શખ્સો જ્વેલર્સ ઉપર હુમલો કરી ઘરેણાં લૂંટી નાસી છૂટતા સનસનાટી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટના નાનામવા રોડ ઉપર રાજનગર ચોક નજીક આવેલ એક જવેલર્સના શોરૂમમાં આજે બપોરે બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રાટકી શોરૂમના માલિક ઉપર હુમલો કરી સ્ટાફ કાંઈ સમજે તે પહેલા સોનાના ઘરેણાની લુંટ કરી નાસી છુટતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ નાનામવા રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ આનંદી જવેલર્સમાં આજે બપોરે 2-10 કલાકે ત્રણેક અજાણ્યા શખ્સો અચાનક જ ઘુસી આવ્યા હતાં અને શોરૂમનો સ્ટાફ કંઈ સમજે કે વિચારે તે પહેલા જ શોરૂમના માલિક ઉપર હુમલો કરી ઝપાઝપી કરી શોરૂમમાંથી સોનાના ઘરેણા હાથ લાગ્યા તે લઈ નાસી છૂટયા હતાં. આ ઘટનાના પગલે શોરૂમના સ્ટાફ અને સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. અને લુંટારૂઓનો પીછો કર્યો હતો.પરંતુ તેમાં સફળતા નહીં મળતા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


આ સમગ્ર લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય બપોરે 2.10 કલાકે ત્રણ શખ્સોએ શોરૂમમાં ઘુસી લુંટ ચલાવ્યાનું જોવા મળી રહ્યું છે. બીજી તરફ લુંટારૂઓના હુમલામાં ઘવાયેલા શોરૂમ માલિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે શહેરમાં નાકાબંધી કરી નાસી છુટેલા શખ્સોને પકડવા કવાયત હાથ ધરી છે.


કાળઝાળ ગરમીના કારણે બપોરનો સમયે બજારો સુમસામ હોવાથી તેનો લાભ લઈ આ લુંટારૂ ટોળી આનંદી જવેલર્સમાં ત્રાટકી હોવાનું માનવામાં આવે છે. લુંટની ઘટનાને પગલે ભારે દેકારો મચી જતાં શોરૂમ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આ ઘટનામાં વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ બનાવમાં લૂટ થઈ નથી પરંતુ લૂટનો પ્રયાસ થયો છે. આમ છતાં શોરૂમના માલીકનું નિવેદન નોંધ્યા બાદ સામી હકીકત બહાર આવશે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટની હોટલમાં ત્યક્તા અને યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

લગ્નની લાલચ આપી બ્યુટીપાર્લર સંચાલિકાને હવસનો શિકાર બનાવી

એસિડ એટેકની ધમકી આપી વિધર્મી શખ્સે કોલેજિયન યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું


રાજકોટમાં એક જ દિવસમાં દુષ્કર્મની બે ફરીયાદ નોંધાઈ છે.જેમાં લગ્નની લાલચ આપી બ્યુટીપાર્લર સંચાલિકા સાથે ગાંધીગ્રામના શખ્સે દુષ્કર્મ આચર્યું જયારે ગોંડલના વિધર્મી શખ્સે એસીડ એટેકની ધમકી આપી કોલેજીયન યુવતીને હવસનો શિકાર બનાવી હતી. બન્ને ફરીયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાઈ છે.


પ્રથમ ફરીયાદમાં ભોગ બનનાર બ્યુટીપાર્લર સંચાલિકા ત્યકતાએ પોલીમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ શેરી નંબર 6માં રહેતા રાજુ કશ્યપ સોલંકીનું નામ આપ્યું છે. ભોગ બનનારે ફરીયાદમાં જણાવ્યું કે તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં પુત્ર છે. બે વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. રૈયા ચોકડીએ ફરવા ગઇ ત્યારે રાજુ સોલંકી સાથે પરિચય થયા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. તે વખતે તેણે આરોપીને પોતાના છૂટાછેડા થઇ ગયાનું અને પુત્ર પતિ પાસે હોવાની વાત જણાવી હતી. આમ છતાં રાજુએ તેની સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું. જેને કારણે તે વિશ્વાસમાં આવી ગઇ હતી. બે વર્ષ પહેલા આરોપીએ તેને ફૂલછાબ ચોક પાસે આવેલી હોટલમાં બોલાવી તું આજથી મારી પત્ની છો તેમ કહી તેની સાથે તેની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સાતેક મહિના સુધી અવારનવાર તે જ હોટલમાં બોલાવતો હતો. રાજુનું એક વર્ષ પહેલા એક્સીડેન્ટ થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે રાજુ સોલંકી પથારીવશ હતો.

આ સ્થિતિમાં આરોપીએ તેને ઘરે સેવા કરવા માટે બોલાવી હતી. ઘરે જતી ત્યારે આરોપીના માતા-પિતા પણ બંનેના પ્રેમ સંબંધથી વાકેફ હતા. આરોપી માતા- પિતાની ગેરહાજરીમાં તેને ઘરે બોલાવી શરીર સંબંધ બાંધતો હતો. 2023ની સાલમાં રાજુએ તેને રૈયા ચોકડીએ બોલાવી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે ભોગ બનનારે રાજુને લગ્ન કરવાનું કહેતા ના પાડી દીધી હતી. જેને કારણે રાજુ સોલકી સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.


બીજા બનાવમાં રાજકોટમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 22 વર્ષની યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી ગોંડલના ડેલા મોહમદ અખતર નામના વિધર્મી શખ્સે એસીડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અવારનવાર મળવા બોલાવી રાજકોટની એક હોટલમાં લઈ જઈ અલગ અલગ સમયે ત્રણેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. વિધર્મી શખ્સના ત્રાસથી કંટાળી અંતે ભોગ બનનાર કોલેજીયન યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

Continue Reading

Trending