અમરેલી
અમરેલીના મોટા માંડવડા નજીક રિક્ષા પલટી જતા ચાલકનું મોત

અમરેલીના મોટા માંડવડા ના પાદરમા ભાર રીક્ષા ચાલકે રીક્ષા પર કાબુ ગુમાવતા રીક્ષા રોડ પરથી નીચે પડી જતા ભાર રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું. અમરેલી જિલ્લામાં અકસ્માત ની ઘટના ઓ દીન પ્રતીદીન સામે આવી રહી છે ત્યારે અમરેલી તાલુકાના મોટા માંડવડા નજીક રીક્ષા નીચે ઉતરી જતા રીક્ષા ચાલકને ગંભીર ઇજા થતા કરૂૂણ મોત થયું હતું. આ ઘટનાને લઈને પરીવારમાં શોકનો માહોલ છવાયો. અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામ પાસે રીક્ષા નીચે ઉતરી જતા રીક્ષા ચાલકનું મોત થયુ હતું. બગસરા ગામના છગનભાઇ આંણદભાઇ ખીમસુરીયા ઉ.વ.55 ભાર રીક્ષા નં.જીજે 14 ટી. 6463 લઈને અમરેલી ભાડું લઈને ફેરો મારવા ગયેલ હતા જે ફેરો મારીને પાછા ફરતા હતા. ત્યારે મોટા માંડવડા ગામના પાદરમાં રીક્ષા રોડ ઉપરથી નીચે ઉતરી જતા છગનભાઇ ખીમસુરીયાને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન મોત થયુ હતુ આ ઘટના ની જાણ અમરેલી પોલીસમાં થતા અમરેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાંવડ ગામે પરપ્રાંતીય ખેત મંજૂરનું ઇલેકટ્રીક શોક લાગતા મોતની ઘટના સામે આવી હતી વાડી માં આવેલ ઇલેકટ્રીક મોટર માથી શોક લાગતા પર પ્રાંતીય મંજૂરનું મોત થયુ હતુ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાંવડ ગામે વાડીમાં રહેતા પરપ્રાંતીય ખેત મંજૂર નાનબુભાઇ ભીખાભાઇ પસાયા ઉ.વ.40 રહે ચાંવડ જે ભાગવી વાડી રાખી પોતાનુ ગુજરાન ચલાવતા હતા. ત્યારે વાડીમા આવેલ ઇલેકટ્રીક મોટર શરૂૂ કરવા અથવા બંઘ કરવા જતા ઇલેકટ્રીક મોટરનું સ્ટાટર ખુલ્લુ હોય જેમાથી ઇલેકટ્રીક શોક લાગતા નાનબુભાઇ ભીખાભાઇ પસાયાનુંં મોત થયુ આ અંગે લાઠી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી
રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી
બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.
અમરેલી
સાવરકુંડલામાં ગેસ કનેકશન માટે ખોદાયેલા ખાડાઓથી લોકોને હાલાકી

સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન લાગે તે માટે સરકાર દ્વારા કામગીરીઓ પૂરજોશમાં ચાલુ છે પણ શહેરી વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઈન બિછાવવાની કામગીરીઓને કારણે સાવરકુંડલા ના શહેરીજનો વ્યાપક પણે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન પાથરવાની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને ગેસ કનેક્શન માટેની પાઇપ લાઇન લગાવવા માટે ગેસ કંપની દ્વારા જાહેર માર્ગો પર ખાડાઓ કરીને પાઇપ લાઈન યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે પણ કામગીરી ઓમા ક્ષતિઓ રહી જવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ ખોદીને બુરવામાં આવતા ના હોવાથી વાહનચાલકો આવા ખાડામાં ફસાઈ જાય છે ને વાહનો અટવાઈ જાય છે જ્યારે અનેક ફરિયાદો એવી પણ મળી રહી છે કે કંપનીઓ દ્વારા પાઇપ લાઈન પાથરવામાં ખાડાઓ અને લાઈન બુરવાની કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા હોય ને શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે પાલિકા દ્વારા ગેસ કનેકશન કંપની પાસે કરેલા કરાર મુજબની કામગીરી કરે છે કે કેમ તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તપાસ થવી જરૂૂરી છે ને શેહરિજનો ને ગેસની પાઇપ લાઈન ની કામગીરીઓ પૂર્ણ જે વીસ્તરોમાં થઈ ગઈ છે ત્યાં પાઇપ લાઇન બુરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે ઘરે ઘરે ગેસ પાઇપ લાઇન ફિટીગ થાય તે સારી બાબત છે પણ પાઇપ લાઈન ફિટીગ વખતે લાઈન બુરવાની કામગીરીઓ પણ સંગાથે થાય તો અકસ્માતો ની ઘટનાઓ પણ ઘટે ને વાહનચાલકો કે રાહદારીઓને હાલાકી નો સામનો ના કરવો પડે તે અંગે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિ દાખવે તે ઈચ્છનીય છે
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો