Site icon Gujarat Mirror

બેદરકારીના ગુનામાં બિનતાહોમત છોડવાની તબીબની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન રદ

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પાર્શ્વ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અન્વયે પી સી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચકાસણી દરમિયાન ક્ષતી જણાતા જેમાં ગર્ભ પરીક્ષણ અંગેનું બોર્ડ લગાવવામાં નહોતું આવ્યું ગાઈડ લાઈન મુજબ રજીસ્ટર મેન્ટેન ન થતું હોવાથી કાયદા મુજબની તમામ કાર્યવાહી કરી સોનોગ્રાફી મશીન હોસ્પીટલમાં યથાવત જાળવી રાખવાની બાંહેધરી લઈ સીઝ કરી બનેલ બનાવ અંગે ગુનો દાખલ કરવા ચીફ જયુડી. મેજી. સમક્ષ ફરીયાદ દાખલ કરેલી જે ફરીયાદના કામે ડો.અંકીશ જે. શાહ દ્વારા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર પપ્પુ કુમાર સિંહને કાર્યવાહી કરવાની સત્તા ન હોવાથી ડીસ્ચાર્જ અરજી ચીફ જયુડી. મેજી. સમક્ષ કરી હતી જે અરજી રદ થતા જે હુકમથી નારાજ થઈ ડો.અંકીશ જે. શાહ દ્વારા સેસન્સ અદાલત સમક્ષ રીવીઝન કરેલી જે રીવીઝનમાં મુખ્ય ઈન્ચાર્જ હેલ્થ ઓફીસર તરીકે કાર્યવાહી પડકારેલી અન્ય કારણો સબબ મુળ ફરીયાદ ટકવા પાત્ર ન હોય તેવી ડો. અંકીશ શાહ તરફે રજુઆતો થયેલ જેની સામે આરોગ્ય અધીકારી ડો. પપ્પુ કુમારસિંહ તરફે જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના પેનલ એડવોકેટ કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદાઓથી પ્રસ્થાપીત કરેલ સિધ્ધાંતો અને રજુઆત ધ્યાને લઈ એડી. સેસન્સ જજ ડી.એસ. સિંઘે રીવીઝન અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં ફરીયાદી આરોગ્ય અધીકારી એપ્રોપ્રિએટ ઓથોરીટી તરફે ગોડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, હિરેન લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, ખુશીબેન ચોટલીયા, નિરાલીબેન કોરાટ, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રીવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યશ રાદડીયા, પદમાવતીબેન, પુજા ઉનાગર અને મારવીન કોરાટ રોકાયા હતા.

Exit mobile version